Abtak Media Google News

પાઈપ લાઈન સુવિધા વિહોણા વિસ્તારોમાં ટ્રેકટર-ટેન્કરથી પાણી વિતરણ કરવા, લલુડી વોંકળી તથા જીન પ્રેસ તરફ જતાં રસ્તાનું નાલુ પહોળુ કરવા, અલગ અલગ

વોર્ડમાં ભૂગર્ભ ગટરની ફરિયાદના નિકાલનો કોન્ટ્રાકટ આપવા, રામનાથપરા ઈન્દિરા બ્રિજ પાસે ફૂલબજાર બનાવવા સહિતની દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન બોડીની મુદ્દત આગામી 13મી ડિસેમ્બરના રોજ સાંજે પૂર્ણ થઈ રહી છે. આવતીકાલે વર્તમાન શાસકોની અંતિમ સ્ટેન્ડિંગ કમીટીની બેઠક મળશે. જેમાં અલગ અલગ 51 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. માત્ર 4 સીટોની બહુમતિ હોવા છતાં ભાજપના શાસકોની પાંચ વર્ષની ટર્મ ટનાટન રીતે પૂર્ણ કરી વિકાસની વણઝાર સર્જી દીધી છે. કાલે મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં મોટાભાગની તમામ દરખાસ્તને મંજૂરીની મહોર મારવામાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે.

કાલે ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને મહાપાલિકામાં બપોરે 12 કલાકે સ્ટેન્ડિંગ કમીટીની બેઠક મળશે જેમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ 2021 અન્વયે ગાર્બેજ ફ્રી સિટીના સ્ટાર રેન્કીંગ માટે કમિશનરને કામગીરી કરવા અધિકૃત કરવા, વોટર પ્લસ સર્ટીફીકેટ માટે પણ કમિશનરને પાવર ડેલીગેટ કરવા, શહેરના પાઈપ લાઈન વિહોણા વિસ્તારોમાં ટ્રેકટર-ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવાનો ખર્ચ મંજૂર કરવા, વોર્ડ નં.14માં કેનાલ રોડ પર આવેલી લલુડી વોકળી તથા જીન પ્રેસ તરફ જવાના રસ્તા પર આવેલા હયાત અને જુનવાણી નાલાને પહોળુ કરી નવું નાલુ બનાવવા, વોર્ડ નં.4માં નિર્માણાધીન સ્માર્ટ ઘર, આવાસ યોજનામાં નળ કનેકશન આપવા, વોર્ડ નં.4 અને 5માં પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટરની ફરિયાદ નિકાલનો કોન્ટ્રાકટ આપવા,વોર્ડ નં.7માં રામનાથ પરા ઓવરબ્રિજ પાસે જ્યાં ઢોર ડબ્બાની જગ્યા ખાલી પડી છે ત્યાં ફૂલ બજાર બનાવવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસના ગ્રાઉન્ડના ભાગમાં સીસી તથા બ્લોક ફીટ કરવા, વોર્ડ નં.2માં રેસકોર્સ સ્થિત સાયન્સ ભવનનું રીનોવેશ કરવા, વોર્ડ નં.4માં ભગવતીપરા શેરી નં.5માં આવેલું જુનુ આરોગ્ય કેન્દ્ર તોડી તેની જ જગ્યાએ નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા, વોર્ડ નં.4માં 100 મીટર ડાયાની ડીઆઈ પાઈપ લાઈન નાખી જરૂરી જોડાણ આપવા, વોર્ડ નં.8 અને 10માં પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલનો કોન્ટ્રાકટ આપવા, વોર્ડ નં.4માં ટીપી સ્કીમ નં.18માં માલીયાસણ ઓવરબ્રિજ પાસેના વિસ્તારમાં ડીઆઈ પાઈપ લાઈન નાખવા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ તથા મહાપાલિકાના અન્ય પ્રોજેકટ માટે નેશનલ ઈન્ફોર્મેટીક સેન્ટર સર્વિસીઝને ક્ધસલટન્ટની કામગીરી સોંપવા, મહાપાલિકાના કર્મચારીને તબીબી સહાય આપવા સહિતની 51 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. ચાલુ બોડીની મુદત પૂર્ણ થવાના આડે હવે પાંચ દિવસ જ બાકી રહ્યાં હોય સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રજૂ કરવામાં આવેલી તમામ દરખાસ્તને મંજૂરીની મહોર મારવામાં આવે તેવી સંભાવના હાલ જણાય રહી છે.

Rajkot Municipal Corporation Jobs Vacancy

બીજી તરફ જો મહાપાલિકામાં બોડીની મુદત વધારવાના બદલે વહીવટદારની નિમણૂંક કરવામાં આવે તો મેયર બીનાબેન આચાર્ય દ્વારા વિશેષ બોર્ડ પણ બોલાવવામાં આવે તેવી શકયતા પણ હાલ નકારી શકાતી નથી. જો કે તમામ બાબતો હાલ જો અને તો ના સમીકરણો વચ્ચે રમી રહી છે.

વહીવટદાર નિમાશે કે બોડીની મુદત વધશે? કાલે સાંજ સુધીમાં ફેંસલો 13મીએ સાંજે બોડીની મુદત પૂર્ણ થાય છે શનિ-રવિ રજા આવતી હોવાથી કાલ સાંજ સુધીમાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના રાજકોટ સહિત રાજ્યની 6 મહાનગરપાલિકાઓની મુદ્દત ચાલુ સપ્તાહે જ પૂર્ણ થઈ રહી છે. કોરોનાકાળમાં ચૂંટણી શકય ન હોવાના કારણે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ત્રણ માસ સુધી મુલત્વી રાખવામાં આવી છે. બોડીની મુદત પૂર્ણ થવાના આડે હવે પાંચ દિવસનો સમય બાકી રહ્યો હોય ત્યારે મહાપાલિકામાં વહીવટદાર નિમવામાં આવશે કે વર્તમાન બોડીની મુદત 3 થી 4 મહિના વધારવામાં આવશે તે અંગે રાજ્ય સરકાર આવતીકાલ સાંજ સુધીમાં કોઈ નિર્ણય લઈ લે તેવી સંભાવના જણાય રહી છે. રાજ્યની છ મહાપાલિકા ઉપરાંત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની મુદત પૂર્ણ થઈ રહી છે. આવામાં જો તમામ જગ્યાએ વહીવટદાર નિમણૂંક કરવામાં આવે તો આઈએએસ અધિકારીની નિમણૂંક કરાઈ તો અધિકારીઓની અછત સર્જાય તેવી સંભાવના છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટવાનું નામ લેતું નથી. આવામાં ફેબ્રુઆરી માસમાં પણ ચૂંટણી યોજાશે કે કેમ તેની સામે પણ અનેક સવાલો સર્જાઈ રહ્યાં છે. બોડીની મુદત વધારવી કે વહીવટદારની નિમણૂંક કરવી તે અંગે આવતીકાલે સાંજ સુધીમાં કોઈ નિર્ણય લઈ લેવામાં આવશે. વિશ્ર્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ બોડીની મુદત વધારવામાં આવે તો ચૂંટણીપંચની જોગવાઈમાં પણ ફેરફાર કરવો પડે તેમ છે. આવામાં એવું લાગી રહ્યું છે કે, વહીવટદાર જ મુકી દેવામાં આવશે. જો આવું થશે તો શુક્રવારથી જ પદાધિકારીઓની ચેમ્બરને તાળા લાગી જશે અને તેમની ગાડીની ચાવી પણ લઈ લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.