Abtak Media Google News

Table of Contents

ભારતની દિશા અને દશા ‘કંડારતું’ બજેટ રજુ !!!

ભારત આર્થિક રીતે ‘ટેકઓફ’ માટે તૈયાર: ભારતનો વિકાસદર 9% થી વધુનો રહેશે

સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું

અંતે જે વાતનો ઇંતજાર હતો તે પૂર્ણ થયો છે. તા નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા ભારત દેશનું ખૂબ જ મહત્વનું બજેટ 2022 રજૂ કર્યું છે. આ બજેટ રાજકીય નહીં પરંતુ ઉદ્યોગો અને મૂડીરોકાણકારોને કેન્દ્ર સ્થાને રાખી જાહેર કરવામાં આવેલું છે ત્યારે એ વાત સ્પષ્ટ છે કે આ બજેટ થકી સામાન્ય લોકોની સાથે સાથે દેશની વૃદ્ધિ પણ ખૂબ સારી રીતે થશે અને તેનો ફાયદો સમગ્ર ભારત દેશને પણ મળશે. બજેટ માત્ર સરકાર, દેશની આર્થિક સ્થિતિનો ચિતાર રજૂ કરે છે, પણ એનાથી દેશના ભવિષ્યની આર્થિક રૂપરેખા પણ નક્કી કરવામાં આવે છે. આ વર્ષનું બજેટ એવા સમયે આવી રહ્યું છે, જ્યારે દેશ કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યો છે, એવામાં લોકોને બજેટથી ઘણી જ આશા છે. એટલુંજ નહિ બજેટ રજુ કરતા પૂર્વે દેશનું બજેટ જીડીપી પર જ આધારિત હોય છે. જીડીપી વગર બજેટ તૈયાર કરવું શક્ય જ નથી ત્યારે જીડીપીને જાણ્યા વગર સરકાર એ નક્કી નથી કરી શકતી કે તેમને રાજકોષીય ખાદ્ય કેટલી હશે અને તેની આગામી વર્ષ માટે કેટલી રાખી શકાય.સાથે જ જીડીપી વગર સરકાર એ પણ નથી જાણી શકતી કે આવનારા વર્ષમાં સરકારને કેટલી કમાણી થશે.

દેશની આવક વધારવા સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખર્ચ કરશે

Screenshot 10

દેશનો વિકાસ ત્યારે શક્ય થાય જ્યારે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસિત કરવામાં આવ્યું હોય પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરવા માટે સરકારને આવક થવી એટલી જ જરૂરી છે ત્યારે સરકારનું માનવું છે કે રેગ્યુલર દર કરદાતાઓ પોતાનો કર નિયમિત ચૂકવશે તો સરકારને તેની આવક થઈ શકશે અને જે વિકાસ લક્ષી કાર્યો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે તેમાં તે રકમનો ઉપયોગ થશે પરંતુ હાલની સ્થિતિએ જે આંકડો સામે આવ્યો છે કે દર સો ભારતીયોમાંથી માત્ર 7 ભારતીયો જ પોતાનું આવકવેરો ભરે છે તે સ્થિતિ આવનારા સમયમાં નવી થાય તેના માટે કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે સરકાર અનેક પ્રધાનો બજેટમાં કરવામાં આવ્યા છે. સરકારનું માનવું છે કે જો યોગ્ય પ્રધાનો કરવામાં આવે તો સરકારને ઘરની આવક વધશે.

સીધા કરવેરામાં કોઈ ફેરફાર નહીં

આવકવેરા વિભાગ સાથે સંકળાયેલા કરદાતાઓને અપેક્ષા હતી કે વર્ષ 2022 નું બજેટ ઘણાખરા અંશે તેમના માટે ઉપયોગી નીવડશે પરંતુ સીધા કરવેરા માં સરકાર દ્વારા કોઇ જ ફેરફારો કરવામાં આવ્યા નથી. ભુજ નહીં આવકવેરા વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવે તે સમયે કોઈપણ સેટલમેન્ટ ન કરવા માટેની પણ તાકીદ કરવામાં આવી છે. તરફ દિવ્યાંગ લોકોના માતા-પિતાને પણ આઇટી માંથી મુક્ત કરવા માટેની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં કરદાતાઓ હવે રિવાઇઝડ રિટર્ન પણ ફાઇલ કરી શકશે.બીજી તરફ હવે કરદાતાઓ બે વર્ષ સુધીના સમયગાળામાં પોતાનું રિટર્ન અપડેટ પણ કરી શકશે.

 

ના ના કરતે પ્યાર તુમ હિ સે કર બેઠે

ભારતમાં ક્રિપટો કરન્સી પર રોક નહીં લાગે: 30% ટેક્સ ભોગવવો પડશે

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાની ડિજિટલ કરન્સી વર્ષ 2023માં લોન્ચ કરશે

Bitcoin Crypto Currency

વર્ષો પહેલા જે પદ્ધતિ વ્યવસાય અને વ્યાપાર માં જોવા મળતી હતી તે વિનિમય પ્રથાને આજના સમયમાં અનેક રીતે બદલાવવામાં આવી છે. સરકાર જે ક્રિપ્ટકરન્સી અંગે અને યોગ કરતી હતી તેને ફરી તેની સાથે જ જાણે પ્રેમ થઈ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા લાંબા સમય થી ક્રિપટો અંગેની જે વાત ચાલી રહી હતી કે ડિજિટલ કરન્સી ને માન્યતા આપવામાં આવે ત્યારે રજૂ થયેલા બજેટમાં સરકાર દ્વારા આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને બજેટમાં એ વાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે આગામી વર્ષ 2020માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પોતાની ડિજિટલ કરન્સી અમલી બનાવશે અને બજારમાં મૂકશે. નહીં નાણામંત્રાલય દ્વારા એ વાતની પણ જાહેરાત કરવામાં આવી છે કે ભારતમાં ક્રિપટોકરન્સી પર રોક લગાવવામાં આવશે નહીં પરંતુ આ કરન્સીમાં જે રોકાણકારો રોકાણ કરી રહ્યા છે તેઓને આવક અને નુકસાની ઉપર 30 ટકા જેટલો ટેક્સ ભરવો પડશે.

ડિજિટલ કરન્સી ને લઇ અનેકવિધ પ્રશ્નો સામે આવી રહ્યા હતા અને સૌથી મહત્વપૂર્ણ વાત તો એ હતી કે ક્રિપટોમાં રોકાણ કરનારાઓની સંખ્યામાં અધધ વધારો થઈ રહ્યો છે સામે જે આવક થવી જોઈએ તે આવક પણ બમણી થઇ રહી છે પરંતુ ભારતમાં અને વિશ્વનાં અન્ય દેશોમાં ડિજિટલ કરન્સી ને માન્યતા ન મળી હોવાના કારણે અનેક પ્રશ્નો ઉદભવી થયા હતા પરંતુ બજેટમાં જે રીતે નાણામંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેનાથી રોકાણકારોને ઘણો ફાયદો પહોંચે અને તેમના જે ડિજિટલ

કરન્સી માં જે વ્યવહારો થઈ રહ્યા છે તેમાં પણ તેઓ સારી રીતે આવક રળી શકશે. ભારત આગામી સમયમાં બ્લોકચેઇન ટેકનોલોજી ને પણ અપનાવવા જઈ રહ્યું છે. વર્ચ્યુઅલ ડિજિટલ ટ્રાન્ઝેકસન પરની કર સિસ્ટમને પણ બદલવામાં આવશે. દ્વારા લેવામાં આવેલા આ પગલાંથી ભારતના અર્થતંત્રને ખૂબ જ મોટો ફાયદો પહોંચશે.

Screenshot 8

હવે ઈ-પાસપોર્ટ સેવા શરૂ થશે

Passport

નાણામંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું કે સરકાર 2022-23થી ઈ-પાસપોર્ટ ઈશ્યૂ કરશે. જે ચીપ તેમજ ફ્યૂચરિસ્ટિક ટેક્નોલોજીથી સજ્જ હશે. જેનાથી વિદેશ પ્રવાસમાં ઘણી સરળતા રહેશે. હાલ પાસપોર્ટ ખોવાઈ જવાની તે સહિતની સમસ્યાઓ રહે છે. પાસપોર્ટની જાળવણી ઉપર પણ વધુ ધ્યાન આપવું પડે છે. માટે હવે ઇ-પાસપોર્ટ સેવા શરૂ કરવાનો સરકારે નિર્ણય લીધો છે.

 

સંરક્ષણ ક્ષેત્રે ખાનગી ઉદ્યોગો અને સ્ટાર્ટઅપની મદદ

Screenshot 11

સંરક્ષણ ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવા માટે ખાનગી ઉદ્યોગો, સ્ટાર્ટ-અપનો સહયોગ લેવાશે. પ્રાઈવેટ સેક્ટરને મિલિટરી પ્લેટફોર્મ્સની ડિઝાઈન તૈયાર કરવા તેમજ વિવિધ પ્રોડક્ટ્સ વિકસાવવા પ્રોત્સાહન આપવામાં આવશે. ટેસ્ટિંગ અને સર્ટિફિકેટના કામકાજ માટે સ્વતંત્ર બોડીની રચના કરવામાં આવશે.

 

જીએસટી કલેક્શનમાં પણ સતત ઉછાળો આવતાં સરકાર જીએસટીમાં નવા નિયમોને અમલી બનાવશે

Screenshot 12

પ્રતિમાસ સરકારને જીએસટી ટેક્સ કલેકશન માટે 1 લાખ કરોડથી વધુની આવક થતી હોય છે ત્યારે જાન્યુઆરી માસમાં જીએસટી કલેક્શનમાં અધધધ  1.38 લાખ કરોડનું કલેક્શન જોવા મળ્યું છે. આ સ્થિતિને ધ્યાને લઇ સરકાર દ્વારા સતત જીએસટીમાં નવા નિયમો અને નીતિઓ ઘડવામાં આવશે જેનાથી વ્યાપારીઓને અનેક અંશે ફાયદો મળશે સામે સરકારને પણ જીએસટીની આવકમાં થી વધારો થશે હાલ જે આંકડો સામે આવી રહ્યો છે તેમાં 15 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો ત્યારે સરકાર તથા તે વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે દેશની આવક જે આવકવેરા વિભાગ અને જીએસટી મારફતે થઈ રહી છે તેમાં વધારો કઈ રીતે કરી શકાય અને પરિણામે આ તમામ મુદ્દાને બજેટમાં આવરી લેવામાં આવ્યા છે.

 

25 હજાર કિલોમીટરના હાઈવે તૈયાર કરાશે

Road Highway

સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. નાણામંત્રીએ ‘પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન’ની જાહેરાત કરી અને કહ્યું કે આ યોજના સરકારની પ્રાથમિકતાઓમાંની એક છે. આ યોજના હેઠળ સરકાર રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે અને જળમાર્ગોના ઈન્ફ્રા સંબંધિત મોટી યોજનાઓ પર કામ કરશે અને ઘણા નવા ફેરફારો કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે નાણાકીય વર્ષ 22-23માં 25 હજાર કિલોમીટરના હાઈવે તૈયાર કરવામાં આવશે.

નાણામંત્રી સીતારમણે કહ્યું કે પીએમ ગતિશક્તિ યોજના આર્થિક વૃદ્ધિ અને સતત વિકાસ માટે મહત્વપૂર્ણ રહેશે. આ હેઠળ, રોડ, રેલ્વે અને જળમાર્ગોના ઇન્ફ્રા અને લોજિસ્ટિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. દેશભરમાં 25,000 કિલોમીટરના રસ્તા બનાવવા પર ભાર મૂકવામાં આવશે. રોડ ઈન્ફ્રા વધુ સુધારવામાં આવશે.

તેમણે કહ્યું કે આગામી 100 વર્ષ માટે માળખાકીય વિકાસના રોડમેપ પર કામ કરવામાં આવી રહ્યું છે. હાઈવેના વિસ્તરણ પર 20 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

 

વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજીથી 2,000 કિમીનું રેલ નેટવર્ક બનાવાશે

ત્રણ વર્ષમાં 400 વંદે ભારત ટ્રેન અને 100 પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ શરૂ કરાશે: 8 નવા રોપ-વે બનાવાશે: નર્મદા અને તાપી નદીને જોડી દેવાશે

Train

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે  સામાન્ય બજેટમાં રેલ કનેક્ટિવિટી અંગે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ સંસદમાં બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે સલામતી અને ક્ષમતા વધારવા માટે વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી શીલ્ડ હેઠળ 2,000 કિલોમીટરનું રેલ નેટવર્ક બનાવવામાં આવશે.

આગામી 3 વર્ષમાં 100 પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવશે. આ ઉપરાંત મેટ્રો સિસ્ટમના નિર્માણ માટે નવીન પદ્ધતિઓનો અમલ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે શહેરી પરિવહનને રેલવે સાથે જોડવામાં આવશે. આનાથી ટપાલ અને રેલવેના નેટવર્કમાં સુધારો થશે. નાણામંત્રી સીતારમણે કહ્યું, ‘આ બજેટથી ભારતને આગામી 25 વર્ષ માટે પાયો મળશે. તેમણે કહ્યું કે રેલવે નાના ખેડૂતો અને સાહસો માટે કાર્યક્ષમ લોજિસ્ટિક્સ વિકસાવશે. જેના દ્વારા સ્થાનિક ઉત્પાદનોની સપ્લાય ચેઇન વધારવા માટે ‘વન સ્ટેશન, વન પ્રોડક્ટ’ યોજના પણ શરૂ કરવામાં આવશે. તેનાથી દેશના વિકાસને વેગ મળશે.

તેમના બજેટ ભાષણમાં, નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે આગામી 3 વર્ષમાં વધુ સારી કાર્યક્ષમતા સાથે 400 નવી પેઢીની વંદે ભારત ટ્રેનો રજૂ કરવામાં આવશે. વંદે ભારત એક્સપ્રેસને ટ્રેન-18 તરીકે પણ ઓળખવામાં આવે છે. નાણાપ્રધાન સીતારમણે પણ તેમના ભાષણમાં સ્પષ્ટ કર્યું હતું કે આ બજેટ માળખાકીય સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આગામી ત્રણ વર્ષમાં 400 વંદે ભારત ટ્રેન આવશે

નાણામંત્રી સીતારમણે કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો તૈયાર કરવામાં આવશે. આ સાથે આગામી ત્રણ વર્ષમાં 100 પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવશે. આ સાથે 8 નવા રોપ-વે બનાવવામાં આવશે. નર્મદા -તાપીને જોડાવાનું કામ કરાશે.

Screenshot 1 3

આધુનિક બનાવાશે: ડ્રોનના ઉપયોગમાં પ્રોત્સાહન અપાશે

પાકનું મૂલ્યાંકન, લેન્ડ રેકોર્ડ્સનું ડિજિટલાઈઝેશન, કીટનાશકો અને પોષકતત્વોના છંટકાવ માટે કિસાન ડ્રોનનો ઉપયોગ થાય તેવા પ્રયાસો

Drone Farming

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણે મંગળવારે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. તેમણે કૃષિ રેલવે સહિત વિભિન્ન ક્ષેત્રો માટે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. આગામી વર્ષોમાં કેન્દ્ર સરકાર કૃષિ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગ પર ખૂબ જ ફોકસ કરવાની છે. અનેક વર્ષોથી આર્થિક તંગી અને મુશ્કેલીભર્યું જીવન વિતાવી રહેલા કરોડો ખેડૂતો માટે સરકાર અનેક મોરચે કામ કરવાની છે.

નાણા મંત્રી નિર્મલા સીતારામણે ડ્રોન અંગે મહત્વની જાહેરાત કરતાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ’પાકનું મૂલ્યાંકન, લેન્ડ રેકોર્ડ્સનું ડિજિટલાઈઝેશન, કીટનાશકો અને પોષકતત્વોના છંટકાવ માટે કિસાન ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન મળશે.’ તે સિવાય સાર્વજનિક ક્ષેત્રના અનુસંધાન અને કૃષિના હિતધારકોની ભાગીદારી સાથે ખેડૂતો માટે પીપીપી મોડમાં યોજના શરૂ કરવામાં આવશે. તેલીબિયાંના ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક યોજના લાગુ થશે.

તેમણે જણાવ્યું કે, જે ખેડૂતો એગ્રો-ફોરેસ્ટ્રી માટે કામ કરવા માગે છે તેમને નાણાકીય મદદ આપવામાં આવશે. પોલીસિલિકોન માટે ઉચ્ચ દક્ષતાવાળા મોડ્યુલના નિર્માણ માટે પીએલઆઈ માટે 19,500 કરોડ રૂપિયા આપવામાં આવશે. સરકાર સશસ્ત્ર બળોમાં આત્મનિર્ભર ભારત માટે પ્રતિબદ્ધ છે. જ્યારે ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબર પાથરવાનું કામ વર્ષ 2025 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે.

44605 કરોડના ખર્ચે પાણી યોજના શરૂ કરાશેScreenshot 2 1

સામાન્ય બજેટમાં નાણા મંત્રીએ જણાવ્યું કે, 44 હજાર 605 કરોડના અંદાજિત ખર્ચથી કેન બેતવા પરિયોજના લાગુ કરવામાં આવશે. આ યોજનામાં દેશની 9.8 લાખ હેક્ટર કૃષિ ભૂમિમાં સિંચાઈ ઉપલબ્ધ કરાવવા, 62 લાખ લોકોને પીવાનું પાણી પૂરૂ પાડવું વગેરેનો સમાવેશ થાય છે. આ પરિયોજનાઓ માટે 2021-22માં 4300 કરોડ રૂપિયા અને 2022-23માં 1400 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્ય સરકારો અને એમએસએમઈની ભાગીદારી માટે વ્યાપક પેકેજ રજૂ કરવામાં આવશે.

સરકાર 7.5 લાખ કરોડનું કેપિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી માળખાગત સુવિધાઓને વધુ મજબૂત બનાવશેScreenshot 4 2

સરકારનો મુખ્ય હેતુ એ છે કે વધુ ને વધુ મૂડી રોકાણ કર્યા બાદ જે આર્થિક ઉપાર્જન હોવું જોઈએ તે જે માત્ર થતું હતું તે પહોંચવું હતું પરંતુ આજે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે સરકાર વિકાસ લક્ષી બજેટ રજૂ કર્યું છે અને વધુ ને વધુ મૂડીરોકાણકરો માટે સહુલતો આપવામાં આવેલી છે. માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે સરકાર દ્વારા 7.5 લાખ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરવામાં આવશે પરિણામે તમામ પ્રકારની જે માળખાગત સુવિધાઓ છે તેને વિકસીત કરાશે અને અર્થ વ્યવસ્થાને વધુ ને વધુ બેઠી કરવા માટે ઉપયોગમાં લેવાશે. સરકાર આ મુદ્દાને ધ્યાને લઇ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માં પણ રોકાણ કરવા માટે તત્પરતા દાખવી  છે અને આ વર્ષનું બજેટ મુખ્યત્વે કોર્પોરેટ ને આ કરશે  તે મુજબનું જ જોવા મળી રહ્યું છે.

ખેડૂતો માટે મોટી જાહેરાતોFarmer

નાણામંત્રીએ કહ્યું કે કૃષિ ક્ષેત્રે 2021-22 દરમિયાન ઘઉં અને ડાંગરમાંથી 12,008 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે.  એમએસપી દ્વારા ખેડૂતોને 2.37 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.  કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે.  તેનો પહેલો પ્રોજેક્ટ ગંગા નદીના કિનારે શરૂ કરવામાં આવશે.  તેલની આયાત ઘટાડવા માટે તેલીબિયાંની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં આવશે.  ખેડૂતોને ડિજીટલ કરવાના પ્રયાસો તેજ કરવામાં આવશે.

કૃષિ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પીપીપી મોડલ પર કામ કરવામાં આવશે.  ખેડૂતોને ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કેવી રીતે કરવો તે જણાવવામાં આવશે.  રાજ્યોને જૈવિક ખેતી વધારવા માટે કહેવામાં આવશે.  નાબાર્ડ દ્વારા, કૃષિ ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ માટે ભંડોળની પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવશે.  ખેડૂતોને મશીન ભાડે આપવા માટે નવી માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા માટેની પદ્ધતિઓ પર કામ કરવામાં આવશે.  કેમિકલ મુક્ત ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે.  એગ્રી યુનિવર્સિટીને પ્રોત્સાહન આપવામાં આવશે.

વન નેશન વન રજીસ્ટ્રેશન પોલિસીનો અમલ કરાશેWork

દેશના ગ્રામીણ અને દૂરના વિસ્તારો માટે બેંક અને મોબાઈલ આધારિત સુવિધાઓ માટે સેવા ફાળવણી ભંડોળ પૂરું પાડવામાં આવશે.  સરકારનું વિઝન છે કે દેશના તમામ ગામડાઓ અને ત્યાં રહેતા લોકો ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી શકે.  એક રાષ્ટ્ર એક નોંધણી નીતિ લાગુ કરવામાં આવશે.  ગામડાઓમાં બ્રોડ બેન્ડ સેવાને પ્રોત્સાહન આપવામાં આવશે.

2022થી 5જી સેવા શરૂ કરાશે

5G

નાણામંત્રીએ કહ્યું કે 5જી સેવા 2022થી શરૂ થશે.  59 સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે ત્યારબાદ ખાનગી કંપનીઓ 2022-23માં 5જી સેવા શરૂ કરશે.

શહેરી આયોજન માટેની જાહેરાત

Screenshot 5 1

સીતારમણે કહ્યું કે શહેરી આયોજનને જૂની પેટર્ન પર આગળ ધપાવવું જોઈએ નહીં.  આ માટે સંસ્થાઓની જરૂર છે.  લોજ દ્વારા બિલ્ડીંગને આધુનિક બનાવવામાં આવશે.  ટાઉન પ્લાનિંગમાં પણ સુધારો કરવામાં આવશે.  અવરજવરમાં સરળતા રહે તે રીતે આયોજન કરવામાં આવશે.  તેના અમલીકરણ માટે અમૃત યોજના લાવવામાં આવશે.  ભારતીય જરૂરિયાતો અનુસાર શહેરી વિકાસ કરવા માટે, 5 વર્તમાન સંસ્થાઓને ઓળખવામાં આવશે અને તેમને સેન્ટર ઑફ એક્સલન્સનો દરજ્જો આપવામાં આવશે.  આ તમામ સંસ્થાઓને 2500 કરોડ રૂપિયા આપવામાં આવશે.  પ્રદૂષણ મુક્ત પરિવહનના માધ્યમોને પ્રોત્સાહન આપવામાં આવશે.

વિદ્યાર્થીઓ માટે ઈ-વિદ્યા યોજના

શાળામાં ભણતા બાળકો કે જેઓ પછાત વિસ્તારો અને પછાત વર્ગના છે, તેમને પીએમ ઇ વિદ્યા યોજના હેઠળ ધોરણ 12 થી લઈને 200 ટીવી ચેનલોનો પ્રચાર કરવામાં આવશે.  ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓને તેમની પ્રાદેશિક ભાષાઓમાં ભણાવવામાં આવશે.  આ શિક્ષણમાં અમે ભારતીય ભાષાઓને ફેલાવવાનું કામ કરીશું.

સરકારી કર્મચારીઓ માટે એનપીએસ ટેક્સ મુક્તિમાં વધારો થયોNps

એનપીએસ હવે 10 ટકાને બદલે 14 ટકા  ફાળો આપશે. સરકારી કર્મચારીઓ માટે એનપીએસ સ્કીમમાં ટેક્સ મુક્તિનો વ્યાપ વધ્યો છે.  નવા કર સુધારણા દાખલ કરવાની યોજના હેઠળ કર્મચારીઓના પેન્શન પર પણ ટેક્સ છૂટ મળશે.  એનપી3સમાં કેન્દ્ર અને રાજ્યનું યોગદાન હવે 14% રહેશે.

કોર્પોરેટ ટેક્સ 18થી ઘટાડી 15 કરાયોTax 1

કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.   તેમજ સરચાર્જ 12 ટકાથી ઘટાડીને 7 ટકા કરવાનો પ્રસ્તાવ છે. સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટેની આ દરખાસ્તો કરવામાં આવી છે.

પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ ઘર બનાવાશેHome

પીએમ આવાસ યોજના 2022-23માં લોકોને 80 લાખ ઘર આપવામાં આવશે.  આ માટે 48 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.  આ માટે રાજ્ય સરકારો સાથે મળીને કામ કરવામાં આવશે.  જેથી કરીને જરૂરિયાતમંદોને મકાન આપી શકાય.

2 લાખ આંગણવાડીઓને અપગ્રેડ કરાશે

Aangan Wadi

મિશન શક્તિ, મિશન વાત્સલ્ય, પોષણ 2.0 લોન્ચ કરવામાં આવ્યા છે. જેથી કરીને મહિલાઓ અને બાળકોની યોજનાઓ કાર્યક્ષમ રીતે પહોંચાડી શકાય.  આ માધ્યમથી 2 આંગણવાડીને અપગ્રેડ કરવામાં આવશે.  હર ઘર નલ સે જલથી 5.5 કરોડ ઘરોમાં પાણી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.  આ માટે 60 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.  કેન બેતવા પ્રોજેક્ટ માટે 44,605 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે.

કટ અને પોલિશ્ડ ડાયમંડ પરની ડ્યુટી ઘટાડીને 5% કરાય

Diamond

કોરોના સંક્રમણને કારણે વિદેશ સાથે સંકળાયેલા ડાયમંડ ઉદ્યોગો પર સૌથી મોટી અસર થઈ હતી. જેને લઇ ઠને કેન્દ્રીય બજેટમાં ડાયમંડ ઉદ્યોગકારોની ઘણી બધી અપેક્ષાઓ હતી. જેને કારણે ડાયમંડ ઉદ્યોગ ફરી એક વખત પાટે ચડી શકે અને જે રીતે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેમાં જે ડાયમંડ ઈન્ડસ્ટ્રીને લઈને મહત્વના નિર્ણય લેવાયા છે. તેને કારણે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.કટ અને પોલિશ્ડ ડાયમંડ પરની ડ્યુટી ઘટાડીને 5% કરી દેવાતા મોટો લાભ થયો છે.

ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપશે સરકાર

Vehicles

આવનાર દિવસોમાં હવે ઇલેક્ટ્રોનિક વાહનોના ઉપયોગ ની જરૂરિયાતને ધ્યાને લઇને ઈલેક્ટ્રીક વાહનોના ઉપયોગ માટે પ્રોત્સાહન આપવાનું વલણ સરકાર દ્વારા અપનાવવામાં આવ્યું છે. એ લોકો વધુને વધુ ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી કરે તે માટે સરકાર દ્વારા અનેકવિધ નવી યોજનાઓને પણ અમલી બનાવી છે. તકે નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા બજેટમાં તે જાહેરાત કરવામાં આવી તે અન્વયે ઇલેક્ટ્રિક વાહનો ની ખરીદી કરનાર ગ્રાહકો બેટરીની અદલાબદલી કરી શકશે અને બેટરી બદલવાની સવલતો માટે ખાસ ભંડોળ ફાળવવામાં આવ્યું છે.

એલઆઇસીનો આઇપીઓ ટૂંક સમયમાં આવશે

Lic Ipo

નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે એલઆઈસીનો આઇપીઓ ટૂંક સમયમાં આવશે. આઇપીઓ મારફત પબ્લિક ફંડ એકત્ર કરી એલઆઈસીને આગળ ધપાવવામાં આવશે.

75 જિલ્લાઓમાં 75 બેંકિંગ એકમો શરૂ  કરાશે

Screenshot 7 1

નાણામંત્રી સીતારમણે કહ્યું કે ખેડૂતોને પોસ્ટ ઓફિસ ખાતા દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવી છે.  સરકારનો પ્રયાસ છે કે ડિજિટલ બેંકિંગની સુવિધા દેશના તમામ વિસ્તારોમાં યોગ્ય રીતે પહોંચી શકાય.  દેશના 75 જિલ્લાઓ 75 બેંકિંગ એકમો સ્થાપશે.  જેથી કરીને લોકો વધુને વધુ ડિજિટલ પેમેન્ટ કરી શકે.  પોસ્ટ ઓફિસ અને બેંકને એકસાથે જોડવામાં આવશે.  એકબીજાની વચ્ચે પૈસાની આપ-લે થશે.  હવે પોસ્ટ ઓફિસમાં પણ ઓનલાઈન ટ્રાન્સફર થશે.

ફળો અને શાકભાજી માટેની યોજના

Vegitables

સરકાર ફળો અને શાકભાજીનું ઉત્પાદન વધારવા માટે વ્યાપક પેકેજ અમલમાં મૂકશે.  મધ્યમ અને લઘુ ઉદ્યોગો માટે સ્કોપને પ્રોત્સાહન આપવામાં આવશે. બી થી બી સેવાઓ માટે, સરકાર ઘણી વસ્તુઓને પ્રોત્સાહન આપશે. એમએસએમઇની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે ઇમરજન્સી ક્રેડિટ લાઇનને સારો પ્રતિસાદ મળ્યો છે.

બિનઉપયોગી 1486 જેટલા કાયદાઓ કરાશે રદ

Court

વહીવટને પારદર્શક ઝડપી અને સમયોચિત બનાવવાની દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા એક પછી એક મહત્વના પગલાં ભરવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા લીધેલા એક ક્રાંતિકારી નિર્ણયમાં ઉપયોગી નથી. તેવા 1486 કાયદા રદ કરવામાં આવશે. હાલમાં ઘણા એવા કાયદા છે કે જે રાજાશાહી બ્રિટિશ કાળ વખતથી ચાલી આવે છે જે અત્યારે કોઈ રીતે સુસંગત નથી તેમ છતાં અસ્તિત્વ હોય હવે આ તમામ બિનજરૂરી કાયદાઓ નું ભારણ ઘટાડી દેવામાં આવશે. આમ સરકાર દ્વારા આવો મહત્વનો નિર્ણય બજેટમાં જાહેર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.