Abtak Media Google News

આગામી 1લી જાન્યુઆરીથી નવો જીએસટી દર અમલમાં મુકાશે.

ભારત દેશમાં મેન મેડ ફાઇબર શહીદ ટેકસ્ટાઈલ ક્ષેત્રે ઘણી તકલીફો વેઠવી પડતી હતી. બીજી તરફ જીએસટીના પણ વિવિધ કરો ફાઇબર,યાર્ન,ફેબ્રિક અને અપેરલમાં હોવાથી જે વિકાસ થવો જોઈએ તે શક્ય થતો ન હતો આ અંગે અનેક વખત નાણા મંત્રાલયને રજૂઆત કરવામાં આવી હતી અને આ અંગે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવતો ન હતો. અત્યાર સુધી ટેક્સટાઇલ ક્ષેત્રે 5 ટકા,12 ટકા, અને 18 ટકા જીએસટીનો દર નક્કી કરવામાં આવેલો હતો. જે હવે 1લી જાન્યુઆરી 2022 થી યુનિફોર્મ 12 ટકા કરી દેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ અંગેની બેઠક નાણામંત્રીની અધ્યક્ષ રામા 17 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી જેમાં ઇનવરટેડ ડ્યુટી લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેની અમલવારી જાન્યુઆરી પહેલીથી કરવા જણાવ્યું હતું. સાથોસાથ દેશની આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવવા અને દેશના વિકાસ દરને ઝડપે આગળ ધપાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે પણ ક્યાંક ને ક્યાંક આ સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હોય તેઓ સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે.

ટેકસટાઇલ ક્ષેત્રના તજજ્ઞોનું માનવું છે કે અન્ય દેશોની જેમ ભારત દેશ પણ વિવિધ સ્વરૂપે લાભો લઈ શકે છે પરંતુ જે રીતે ટેક્સટાઇલ ક્ષેત્રમાં વિકાસ થવો જોઈએ તે ન થતા વિકાસને ગણિત નુકસાની વેઠવી પરિચય ત્યારે આવનારા સમયમાં ભારત દેશ ટેકસ્ટાઈલ ક્ષેત્રે વધુને વધુ નિકાસ કરશે તે માટેનો પૂર્ણતઃ તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે પરિણામે ટ્રેક્ટર ના દરેક ભાગો માં એક યુનિફોર્મ જીએસટી દર અમલી બનાવવામાં આવેલો છે. બીજી તરફ વૈશ્વિક ટેક્સટાઇલ ટ્રેડ  એમએમએફ એટલે કે મેન મેડ ફાઇબર તરફ આગળ વધી રહ્યાં છે. જ્યારે ભારતે જે રીતે લાભ લેવો જોઈએ તે ન લઈ શકતા દેશમાં ટેક્સટાઇલ ક્ષેત્ર થોડા અંશે મંદ પડ્યું છે. પરંતુ જીએસટી નો નવો દર અમલી બનતા ટેક્સટાઇલ ઉદ્યોગ ફરી ધમધમતો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.