જાણો શા માટે રેલમંત્રી પિયુષ ગોયલે માન્યો મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આભાર ..???

હાલમાં લોકડાઉન 3.0 ચાલુ છે ત્યારે સ્થળાંતર થતાં કામદારોનો પ્રશ્ન પણ વિકટ છે.

 

વાઈબ્રન્ટ ગુજરાતમાં મજૂર કામદારોનો પ્રશ્ન સૌથી વિકટ હતો શ્રમિકોનો ધેર્ય ખૂટી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ છે,

215 વિશેષ “શ્રમિક” ટ્રેનો દ્વારા 2.56 લાખથી વધુ સ્થળાંતર કામદારોને તેમના ગૃહ રાજ્યોમાં મોકલવામાં આવ્યા છે.

જેમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, તામિલનાડું સુધી  ટ્રેનો દોડાવી છે,

ગુજરાત રાજયએ આખા ભારતમાં સૌથી વધુ ટ્રેનો ચલાવી છે અને કેન્દ્રની સાથે સંકલન સાધીને સૌથી વધુ કામદારોને પોતાના ગૃહ રાજ્ય અને તેમના વતનમાં મોકલવામાં આવ્યા છે,

આ વાત રેલ્વે મંત્રીના ધ્યાને આવતાં તેઓ એ ખાસ ટ્વિટ કરીને ગુજરાતના સવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માન્યો હતો.