જીવન સાથે શોધી રહ્યો છું

સવાલમાં  જવાબ શોધી રહ્યો છું

વાતના સાદમાં લાગણી  શોધી રહ્યો છું

દૂધમાં સાકરની મીઠાશ શોધી રહ્યો છું

સફળતામાં હાર શોધી રહ્યો છું

એકલતમાં સાથ શોધી રહ્યો છું

પ્રકૃતિમાં પ્રેમ શોધી રહ્યો છું

મનુષ્યમાં સ્વીકાર શોધી રહ્યો છું

સપનામાં ભવિષ્ય શોધી રહ્યો છું

વર્તમાનમાં ભૂતકાળમાં શોધી રહ્યો છું

સ્મિતમાં કારણ શોધી રહ્યો છું

જીવનમાં જીત શોધી રહ્યો છું

મોબાઈલમાં ખુદને શોધી રહ્યો છું

સમયમાં સત્યને શોધી રહ્યો છું

વાસ્તવિક્તામાં જીવન શોધી રહ્યો છું

જીવનમાં દરેક યાદને શોધી રહ્યો છું.