Abtak Media Google News

કૃષ્ણપટનમથી કોલકાતા જઈ રહેલું MVSSL શિપના કંટેનરમાં વિસ્ફોટ બાદ આગ લાગી ગઈ છે. જહાજ સમુદ્રમાં હલ્દિયાની પાસે લગભગ 60 નોટિકલ માઈલ દૂર છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ પાણીના વિશાલ જહાજ પર કંટેનરમાં વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ જહાજમાં કુલ 464 કંટેનરમાંથી 60 કંટેનર સળગી ગયા છે.

આ વેસલમાં સવાર તમામ 22 ક્રૂ મેમ્બરનો બચાવ કરવામાં આવ્યો છે.આ ઘટનાની સૂચના મળતાં જ ભારતીય કોસ્ટ ગાર્ડે ડોર્નિયર એરક્રાફ્ટ અને ICGS રાજકિરણને રવાના કરી દીધું હતું અને જહાજમાં ફસાયેલા તમામ 22 ક્રૂ મેમ્બરનો બચાવ કરવામાં આવ્યો છે.કંટેનર શિપનું નામ MVSSL કોલકાતા છે.

કોસ્ટ ગાર્ડના 4 વિશાળ જહાજ બચાવ કાર્યમાં જોતરાયાં.આગ પર કાબૂ મેળવવા માટે વિશાખાપટ્ટનમથી પણ એક જહાજ રવાના કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.