Abtak Media Google News
  • સ્કુલના ત્રીજા માળે એમસીબીમાં શોક સર્કીટના કારણે આગ ભભૂકી: ત્વરીત બચાવ કામગીરીથી મોટી દુર્ધના ટળી
  • આગના કારણે નાસભાગ: વિદ્યાર્થીઓના વાલીઓ સ્કુલે દોડી ગયા

વડોદરાના સુસેન સર્કલ પાસે આવેલી ફિનિક્સ સ્કૂલમાં આગની ઘટના બનતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નાસભાગ મચી ગઈ હતી.ફાયર બ્રિગેડ દ્વારા ક્લાસ રૂમમાં ફસાયેલા 450 ઉપરાંત વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ કામગીરીમાં પોલીસ જવાનો પણ જોડાયા હતા. ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. પરંતુ એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો.

સ્કૂલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં સુસેન સર્કલ પાસે આવેલી ફિનિક્સ સ્કૂલના ત્રીજા માળે એમ.સી.બી.માં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. બાળકો શાળામાં હાજર હતા અને આગ લાગતા જ નાસભાગ મચી હતી. પોતાની સ્કૂલ બેગ મૂકીને બાળકો શાળાની બહાર ભાગ્યા હતા. તે સાથે શિક્ષકો સહિતનો સ્ટાફ પણ સ્કૂલની બહાર દોડી આવ્યો હતો. દરમિયાન આ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરતા ફાયરબ્રિગેડના જવાનોે સ્થળ પર દોડી આવ્યા હતા અને શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

ફસાયેલા બાળકોને રેસ્ક્યુ કરાયા મકરપુરા ૠઈંઉઈ ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર જરદીપસિહ ગઢવીએ જણાવ્યું હતું કે, આગના બનાવની જાણ થતાં સ્ટાફના 7 લાશ્કરો સાથે ગણતરીની મિનિટોમા પહોંચી ગયા હતાં. સ્કૂલમાં ત્રીજા માળે એમ.સી.બી.માં શોર્ટ સર્કિટથી આગ લાગતા ત્રીજા માળે ધુમાડો થઇ ગયો હતો. ફાયરના જવાનોે ફાયર સેફ્ટી ત્રીજા માળે પહોંચ્યા હતા અને ત્રીજા, ચોથા અને પાચમા માળે ફસાયેલા 450 ઉપરાંત વિદ્યાર્થીઓને સ્કૂલની ઇમરજન્સી વિન્ડો તેમજ મુખ્ય દરવાજાથી સિડીનો ઉપયોગ કરી સહી સલામત બહાર કાઢ્યા હતા. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહોતી. જોકે, જરૂર પડે એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી હતી. પરંતુ, તેની જરૂર પડી ન હતી. વિદ્યાર્થીઓના રેસ્કયૂ સાથે ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સ્કૂલમાં ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

સવારે સ્કૂલમાં આગની બનેલી ઘટનાની જાણ વાલીઓને થતાં હાફડા ફાફડા સ્કૂલ ઉપર દોડી આવ્યા હતા અને પોતાના બાળકોને સહી સલામત જોતાં હાશકારો અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા તમામ શાળાઓમાં ફાયર ગઘઈ ફરજિયાત કરવામાં આવી છે. તેમ છતાંય કેટલીક શાળાઓ બેદરકારી દાખવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.