ધોરાજીમાં બાયોકાલ કંપનીમાં આગ: લાખોનું નુકશાન

ધોરાજીના જેતપૂર રોડ પર અતુલ સોલ્વન્ટની સામે આવે રામેશ્ર્વર એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં આગ લાગી હતી આગની જાણ થતા ધોરાજી નગરપાલીકાના બે ફાયરની ગાડી તથા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બાયોકાલ બનાવતી કંપનીમાં લાગેલ આગના બનાવમાં અંદાજીત પાંચથી છ લાખનું નુકશાન થયું હતુ.