- ત્રણ ફાયર ફાઈટરો એ પાણીનો મારો ચલાવી ત્રણ કલાકના અંતે આગને કાબુમાં લીધી
- મોટા પ્રમાણમાં કેમિકલ નો જથ્થો બળીને ખાખ શ્રમિકો સમયસર બહાર નીકળી જતા જાનહાની ટળી, આગનું કારણ અકબંધ
શહેરના મોરબી રોડ પર આવેલા કાગદળી ગામ નજીક કોઠારીયા રોડ પર આવેલા અર્થવિલ ફોર્મ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાં આજે આશરે 11:00 વાગ્યાના સુમારે આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા રામાપીર ચોકડી અને રેલવે ફાયર સ્ટેશન દ્વારા ફાયર ફાઈટરને દોડાવી ત્રણ કલાકના અંતે આગ પર કાબુ મેળવ્યો હતો અર્થ વિલ ફોર્મ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ફોર્મના ગાદલા બનાવે છે અને છેલ્લા પાચક દિવસમાં મોટા પ્રમાણમાં કેમિકલ નો જથ્થો આવ્યો હતો. જેમાં કોઈ કારણસર આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા થોડી જ વારમાં આગે ફેક્ટરીને લપેટ લીધી હતી અને શ્રમિકો સમય સૂચકતાથી બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી હતી આ બનાવની જાણ કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફને થતા દોડી ગયા હતા. તેમજ કેમિકલ નો જથ્થો મોટા પ્રમાણમાં મળીને ખાસ થઈ ગયો છે. આગનું કારણ જાણવા એફએસએલની ટીમ દોડી ગઈ છે. અને મોટી.જાન હાની તળી છે. વધુ વિગત મુજબ શહેર ના મોરબી રોડ પર આવેલા કાગદળી ગામ ના કોઠારીયા રોડ પર આવેલા અર્થ વિલ ફોર્મ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં આજે બપોરના 11 ના કલાકે કોઈ કારણસર આગ લાગતા પથમ કંપની દ્વારા ફાયર ના સાધનો વડે આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કર્મચારી દ્વારા સમય સૂચકતા વાપરી વીજ પ્રવાહને બંધ કરવામાં આવ્યો હતો. અને 11:43 કલાકે રાજકોટ ફાયર બ્રિગેડને જાણ કરતા રામાપીર ચોકડી અને રેલવે ફાયર સ્ટેશન ખાતેથી ફાયર ફાઈટર અને દોડાવવામાં આવ્યા હતા. સમય સૂચકતાથી ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. કુલ ત્રણ ફાયર ફાઈટર એ પાણીનો મારો ચલાવી આશરે ત્રણ કલાકના અંતે આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવવાની જાણ તાલુકા પોલીસ મથકના સ્ટાફને થતા દોડી ગયા હતા. તેમજ પ્રાથમિક તપાસમાં ફેક્ટરીના માલિક જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામના વતની પિયુષભાઈ પટેલ અને મનજીતસિંહ ભાગીદારીમાં કારખાનું ચલાવી રહ્યા છે. તેમજ ત્રણ-ચાર દિવસ પૂર્વે કારખાનામાં મોટા પ્રમાણમાં કેમિકલ નો જથ્થો ઉતારવામાં આવ્યો હતો તે સીસીટીવી કેમેરા અને ડીવીઆર સહિત ફર્નિચર અને મશીનરી સહિત નો માલ સામાન આગ બળીને ખાખ થઈ ગયો છે. આ બનાવને પગલે એફ એસ એલ અને વીમા કંપની પહોંચી જય આગનું અને નુકસાનીનું કારણ મેળવવા તપાસ આદરી છે.