Abtak Media Google News

આગ લાગે ત્યારે શું કરવું? તે અંગે માહિતી આપવા ફાયર બ્રિગેડ શાખા દ્રારા  મોકડ્રીલ યોજાઈ

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા  ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર  બી. જે. ઠેબાના ઉચ્ચ માર્ગદર્શન હેઠળ સ્ટર્લીંગ હોસ્પિટલ, શૈશવ બાળકોની હોસ્પિટલ,ટ્રીનીટી હોસ્પિટલ, સંકલ્પ હોસ્પિટલ,  ઓમ પીડીયાટ્રીક મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ,જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ, આદિત્ય હોસ્પિટલ, શિવમ હોસ્પિટલ   ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલનું યોજાઈ હતી.

મોકડ્રીલ દરમ્યાન વિવિધ 8  હોસ્પિટલોમાં ડોકટર તથા નર્સીંગ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર  એ.કે.દવે, એફ.આઇ.લુવાની, એ.બી.ઝાલા,  આર.એ.જોબણ,  એમ. કે. જુણેજા,  આર.એ.વિગોરા, એચ. પી. ગઢવી, ઇન્ચાર્જ સ્ટેશન ઓફીસર  આર.પી.જોષી તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસર નો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દીઓને કઇ રીતે બચાવવા તે અંગે માહિતી આપવા  મોકડ્રીલ યોજાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.