લીંબડી નજીક ટ્રક વિજ પોલ સાથે અથડાતા આગ ભભૂકી

ટ્રકમાં ભરેલો કપાસની ગાંસડીઓ ભળીને ખાખ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબ઼ડી-અમદાવાદ હાઈવે પર કાનપરાના બોર્ડ નજીક કપાસની ગાંસડીઓ ભરેલી ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી

હતી. માણાવદરથી કપાસની ગાંસડીઓ ભરેલી ટ્રકના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક રોડની નીચે ઉતરી વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

જેના કારણે તણખો થતા કપાસની ગાંસડીમાં આગ લાગી હતી. કપાસની ગાંસડીમાં આગ જોત જોતામાં વિકરાળ બનતા ટ્રક પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. જોકે, ડ્રાઈવર અને ક્લીનરે સમય સૂચકતા વાપરી ટ્રકમાંથી બહાર નીકળી પોતાનો જીવ બચાવી લીધો હતોબનાવની જાણ થતા લીંબડી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.