જૂનાગઢ જિલ્લાની  74 શાળાઓને ફાયર એન.ઓ.સી. મામલે નોટિસ ફટકારતા સંચાલકોમાં ફફડાટ

જૂનાગઢ જિલ્લાની 74 જેટલી શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીએ ફાયર એનઓસી મામલે નોટીસ ફટકારી 5 દિવસમાં ખુલાસો કરવા આદેશ કાર્યો છે. અને જો સંતોષકારક ખુલાસા નહિ કરવામાં આવે તો, આવી શાળાના સંચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ જણાવી દેવાતા અનેેક શાળાા સંચાલકોમાં દોડધામ મચીી જવા પામી છે.

‘અબતક’ને માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાય: માત્ર પાંચ જ દિવસમાં ખૂલાસો કરવો અને આ ખૂલાસો સંતોષકારક નહી હોય તો કાર્યવાહી

જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, શાળામાં અભ્યાસ કરતા તમામ છાત્રોની તેમજ સ્ટાફની સલામતી જળવવી એ ખૂબ જ અગત્યનું  આગ જેવી દુર્ઘટનાન સર્જાય ત્યારે તેને તાત્કાલિક રોકવા માટે દરેક શાળામાં નિતી નિયમ મુજબની ફાયર સિસ્ટમ હોવી જરૂરી છે. અને સિસ્ટમ કાર્યરત કરી, તેનું એનઓસી પણ મેળવી લેવું જરૂરી છે.

દરમિયાન ફાયર એનઓસી મામલે તપાસ કરતા અનેક શાળામાં ફાયર એનઓસી ન હતી. ત્યારે આવી 29 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ 45 પ્રાથમિક શાળાઓમાં ફાયર એનઓસી ન હોવાથી તેને નોટીસ ફટકારાઇ છે. આવી તમામ શાળાને 5 દિવસમાં ફાયર એનઓસી મામલે ખુલાસો આપવા આદેશ કરાયો છે. અને જો 5 દિવસમાં સંતોષકારક ખુલાસો નહિ કરે તો, આવી શાળા સામે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.