Abtak Media Google News
  • 15 મહિનામાં 30 ગંભીર ઘટનામાં સમય સુચકતાના કારણ મોટી જાનહાની અને કરોડોની નુકશાની અટકી
  • આગના બનાવોમાં જીવન સુરક્ષાની  ઉત્કૃષ્ટ કામગીરીને એવોર્ડથી નવાજાય

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ(APSEZ)ની ફાયર સર્વિસ ટીમને લોકોના પ્રાણોની રક્ષા કરવા જેવા ઉમદા કામ માટે ગુજરાતફાયર એન્ડ રેસ્ક્યુ એવોર્ડ્સ ગર્વથી સન્માનિત કરવામાં આવ્યા.APSEZની ફાયર સર્વિસનેશ્રેષ્ઠ આગ નિવારણ પદ્ધતિઓ અને ઇનબિલ્ટ ડિઝાઇન ફાયર સેફ્ટીની બે શ્રેણીઓમાં આ એવોર્ડ્સ આપવામાં આવ્યો. ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક ખાતે આયોજીત આ કાર્યક્રમમાં બોલિવૂડ એક્ટર આદિત્ય પંચોલી, ડો. પ્રભાત એસ. રહંગદાલે , ડો. ડી.કે શમી અને એસ.કે.દેહરીની હાજરીમાં આ એવોર્ડ મળ્યો. જેને APSEZ ફાયર સર્વિસ તરફથી, ડો. રાકેશ ચતુર્વેદીએ સ્વીકાર્યો હતો.

ઉલ્લેખનીય છે કે મુન્દ્રા અને તેની આસપાસના વિસ્તારોમાં જ્યારે પણ કોઇ મોટી આગ કે રોડ અકસ્માતની ઘટનાઓ બને છે, ત્યારે સ્થાનિક ફાયર બ્રિગ્રેડ સિવાય અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ  ની ફાયર સર્વિસ ટીમની પણ વધારાની મદદ માટે સહાય લેવામાં આવે છે. નોંધનીય છે કે ગત 15 મહિના દરમિયાન જ APSEZની ફાયર સર્વિસ ટીમને આગ અને બચાવની ઘટના માટે 86થી વધુ ફોન આવ્યા છે. જેમાંથી 30 ફોન મોટી આગની ઘટનાઓ માટે હતા, જેમાં ત્વરિત મદદ ના મળતા સ્થિતિ વણસી શકે તેવી હતી.હાલમાં જ આવી ઘટનાઓમાં APSEZની ફાયર સર્વિસ ટીમ દ્વારા અન્ય કંપનીઓમાં આગ લાગવાની ઘટના વખતે ઝડપી કામગીરી કરીને આશરે 11 કરોડ કરતા વધુ જેટલા માલ-સામાનને આગથી બચાવ્યો હતો. થોડા સમય પહેલામારુતિ સુઝુકી કાર કેરિયર ટ્રેલર કેબિનમાં આગ લાગી ત્યારે APSEZની ટીમને મદદ માટે બોલવવામાં આવી હતી. આ કેરિયરમાં 6 ગાડીઓ હતી. APSEZ દ્વારા ઝડપી પગલાં લઇ આ ઘટનામાં મારુતિની 48 લાખ રૂપિયા જેવી મિલકતને આગમાં નાશ પામતા બચાવી લેવામાં આવી હતી.

આ ઉપરાંત, મેસર્સ નાયશા એમ્પટી પાર્ક પ્રા.લિ. માં ટ્રક કેબિનમાં આગ લાગી હતી. ત્યારે પણ APSEZ ફાયર સર્વિસે ઝડપી કામગીરી કરીને રૂપિયા 10.5 કરોડના માલને બચાવી લીધો હતો.

આ ઉપરાંત, રોડ અકસ્માતમાં જ્યારે કાર કે ટ્રકમાં ડ્રાઇવર ખરાબ રીતે ફસાઇ જાય છે ત્યારે APSEZની ફાયર ટીમ, મદદ માટે દોડી આવે છે. ગત 14 મહિનામાં આવા જ અકસ્માતોમાં અલગ અલગ ઘટનામાં પાંચ જેટલા વ્યક્તિઓનો જીવ APSEZની ટીમ દ્વારા બચાવવામાં આવ્યો હતો.

ત્યારે આ એવોર્ડથી સન્માનિત થવા પર   ફાયર સર્વિસ ટીમના એસોસિએટ જનરલમેનેજર ડો. રાકેશ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ફાયર એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેવામાં કામ કરવું તેપણ પોતાની રીતે, એક ગૌરવપૂર્ણ વાત છે. લોકોના પ્રાણોની રક્ષા કરવી અને રાષ્ટ્રીય સંપત્તિને બચાવવી તે અમારા રોજિંદા કામનો ભાગ છે. આ એવોર્ડથી અમને સન્માનિત કરવા માટે અમે ગુજરાત રાજ્ય સરકાર અને ગર્વ ફાઉન્ડેશનના આભારી છીએ. ચોક્કસથી આ પ્રકારના સન્માન થકી અમારું મનોબળ વધે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.