અમેરિકાના કોલોરાડોમાં ફાયરિંગ, પોલીસકર્મી સહિત 10 લોકોના મોત

અમેરિકાના કોલોરાડોમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં પોલીસકર્મીઓ સહિત અનેક લોકોનાં મોત નીપજ્યાં છે. ફાયરિંગ એક ગ્રોસરી સ્ટોરની અંદર થઈ હતી. એક શૂટરએ અચાનક અંદર લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું.

કોલોરાડોના ગવર્નર જેયર્ડે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને લખ્યું છે કે તે આખી ઘટના પર નજર રાખી રહ્યો છે.

પોલીસે જણાવ્યું કે, શંકાસ્પદને કબ્જે લેવામાં આવ્યો છે. જોકે આરોપીઓએ ફાયરિંગ શા માટે કર્યું તે અંગે પોલીસ હજી સુધી ખાતરી મેળવી શકી નથી. પોલીસે જણાવ્યું કે તે હજી પણ આ કેસની તપાસમાં સામેલ છે.

અગાઉ પણ બોલ્ડર પોલીસ વિભાગે ટ્વીટ કર્યું હતું કે, શહેરમાં ફાયરિંગની ઘટના બની છે. જેમાં ઓછામાં ઓછા એક પોલીસ અધિકારી સહિત 10 લોકોનાં મોત નીપજ્યાં છે.