Abtak Media Google News

અમરેલી શહેરમાં રામજી મંદિર પાસે દરજીનું કામ કરતા બિપીનભાઇ  મનસુખભાઇ જેઠવા ઉ.વ. 52, રહે. અમરેલી. મણીનગર, સાંઈબાબાના મંદિર ની બાજુમાં,  મહાવીર પાર્ક, તા.જી અમરેલીનાઓ ગઇ તા. 4/7/2021 ના રોજ પોતાના પરિવાર સાથે બહારગામ જવા સારુ સોમનાથ -અમરેલી એસ. ટી.બસમાં બેસેલા હતા.જે  બસના ડ્રાઈવર રઘુ ભનુભાઈ ધાધલ હતા. બસના ડ્રાઈવર, બસ બરોબર ચલાવતા ન હોય .જેથી બિપિનભાઈએ તેઓને ઠપકો આપે અને એસ.ટી ના ઉપરી અધિકારીને ફરિયાદ  કરવા કહેતા.

જે ડ્રાઇવર રઘુભાઇને   સારું નહીં લાગતા, બિપીનભાઇ ને ભડાકે દેવાની ધમકી આપેલ હતી .બાદ તા. 5/7/2021 ના રોજ રઘુ ધાધલ ,તેમના સાગરીતો  રાજભા ગોહિલ અને દેવાંગ ગોસ્વામી સાથે ફાયર આમ્સે  તથા લોખંડનો પાઈપ, લોખંડનો પાટો જેવા હથિયારો લઈને તા.4/7/2021 ના રોજ થયેલ માથાકૂટનો ખાર રાખી, ગુન્હાહિત કાવતરું રચી,  બિપીનભાઈ  જાનથી મારી નાખવાના  ઇરાદે, અમરેલી શહેરમાં રામજી મંદિર પાસે આવેલ દુકાને જઈ ,ગાળો આપી રઘુભાઈએ પોતાની પાસેના તમંચા વડે બિપીન ભાઈને જાનથી મારી નાખવાના ઇરાદે બે રાઉન્ડ ફાયરિંગ  બિપિનભાઈએ રધુભાઇનો હાથ પકડી લેતા, રાજભાએ  બિપીનભાઇના હાથ પર લોખંડનો પાઈપ મારી બિપીનભાઇ ને પકડી લેતા ,દેવાંગ બાવાજીએ જાનથી મારી નાખવાના ઇરાદે લોખંડનો પાટો બિપીનભાઇને માથામાં મારી જીવલેણ ઈજાઓ કરી, હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ,ગુન્હો કરેલ હોય,આ  અંગે પોલીસે  બિપીનભાઈ મનસુખભાઈ જેઠવા(વાંજા) ની ફરિયાદ પરથી અમરેલી

દુકાનદારને જાનથી મારી નાખવાના ઇરાદે ફાયર આમ્સે વડે સરાજાહેર ફાયરિંગ કરી જીવલેણ ઈજાઓ પહોંચાડી નાસી જનાર આરોપીઓને પકડી પાડી તેની સામે ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હતું.  અને આરોપીઓને પકડી પાડવા અમરેલી એલ.સી.બી, એસ.ઓ.જી તથા અમરેલી સીટી પો. સ્ટે.ના અધિકારી/ કર્મચારીઓની ટીમો બનાવી.સધન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. ગુન્હાના આરોપીઓને બાતમી અને ટેકનિકલ સોર્સની મદદથી એલ.સી.બી .ટીમ દ્વારા બોટાદ જિલ્લાના પાળીયાદ નજીક આવેલ તુરખા ગામની સીમમાંથી પકડવામાં આવેલ છે.

પકડાયેલા આરોપી(1) રઘુભાઇ ધાધલ. રહે,અમરેલી. સત્યનારાયણ સોસાયટી ,હનુમાન પરા રોડ ,ઉં.વ.39 ,(2) રાજભા જયમલજી ગોહિલ, રહે, અમરેલી. ગોકુલધામ. હનુમાન પરા રોડ ,ઉં.વ. 48(3)દેવાંગ યશવંતગીરી  ગોસ્વામી. રહે, અમરેલી. સત્યનારાયણ  સોસાયટી અનુમાન પર રોડ. ઉં.વ. 26 આરોપીને  પકડી પાડેલ છે. આરોપી પાસેથી મળી આવેલ મુદામાલ તપાસ અર્થે કબજે લીધેલ છે .જેમાં એક દેશી બનાવટનો તમંચો (ફાયર આમ્સે), કિં. રૂ .1,000 /- અને એક રોયલ એનફિલ્ડ બુલેટ,કલાસિક 350 મોડેલનું રજી.નં. GJ.14.A L.0012,.રૂ.50,000- કબજે કરાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.