સોમનાથ દાદાના સાનિધ્યમાં મળશે ‘આઓજી’ સંગઠનની પ્રથમ કારોબારી બેઠક, ફિલ્મ અભિનેત્રીઓ આપશે હાજરી

કલાકારોમાં વ્યાજબી હકકો અને  બંધારણીય અધિકારીઓ અંગે થશે ચર્ચા

તાજેતરમાં કલાકારોના વ્યાજબી હક્કો અને બંધારણીય અધિકારો મેળવવા “આર્ટિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત આ.ઓ.જી. ” ની પ્રથમ કારોબારી બેઠક  જ્યોતિલિંગ  સોમનાથ ના સાનિધ્યમાં પ્રદેશ પ્રમુખ ભગુભાઈ વાળના અધ્યક્ષસ્થાને મળવા જઈ રહેલ છે ત્યારે ખાસ કરીને ગીર – સોમનાથ જિલ્લામાં એક અનેરું આકર્ષણ ઉભું કરેલ છે. આ મહત્વની બેઠક માં 50% મહિલાઓને સ્થાન અપાતા પ્રદેશ પ્રમુખ તથા ચાર ઝોનના પ્રમુખો તથા 33 જિલ્લા ના પ્રમુખો સહીત ના મહિલા હોદેદારો સહિતના હોદેદારો ખાસ ઉપસ્થિત રહેશે જેમાં સંગઠન ના જરૂરી રજીસ્ટ્રેશન સહીત અને નીતિ વિષયક નિર્ણયો સાથેના મહત્વના ઠરાવો પસાર કરવામાં આવનાર છે એમ પ્રદેશ મહામંત્રી  અમદાવાદમાં હિન્દી – ગુજરાતી ફિલ્મના એક્ટર અને ડાયરેક્ટર બિમલ ત્રિવેદી ની અખબારી યાદીમાં જણાવાયું છે.