“અબતક-સુરભી” રાસોત્સવમાં પ્રથમ નોરતે જ જમાવટ

  • ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ અને પી આઇ રાઠોડ સહિતના મહેમાનોની ઉપસ્થિતિ  લાખેણા ઇનામો આપી પ્રિન્સ-પ્રિન્સેસ સહિતના વિજેતાઓને બિરદાવાયા

  • નવરાત્રિના પ્રથમ દિવસે જ ખેલૈયાઓએ જમાવ્યો રંગ: ગુજરાતી ફિલ્મ “હું તારી હીર” સ્ટાર કાસ્ટની ઉપસ્થિતીથી માહોલ વધુ જામ્યો

શક્તિ અને ભક્તિના પર્વ નવલા નોરતાનો આરંભ થતાની સાથે ભક્તિમય માહોલનું નિર્માણ થયું છે. કોરોનાના કપરા કાળમાં સતત બે વર્ષ સુધી ગુજરાતની અસ્મિતા ગણાતા ગરબાથી વંચિત રહેલા રાસ રસિકોમાં આ વર્ષ જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ રાસોત્સવમાં જેની ગણના થઇ રહી છે તેવા “અબતક-સુરભી” રાસોત્સવના પ્રથમ દિવસે જ ભારે જમાવટ જોવા મળી હતી. પ્રથમ નોરતાથી જ ખેલૈયાઓમાં માહોલ પકડાય ગયો છે. મન મૂકીને ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. આગામી 7મી ઓક્ટોબરે રિલીઝ થઇ રહેલી ગુજરાતી ફિલ્મ “હું તારી હીર” સ્ટાર કાસ્ટની વિશેષ ઉપસ્થિતિએ સર્વના ઉત્સાહમાં વધારો કર્યો હતો. પ્રથમ નોરતે વિજેતા બનેલા પ્રિન્સ અને પ્રિન્સેસને લાખેણા ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા.

રાજકોટનું હૃદ્ય ગણાતા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્રના નંબર-1 એવા “અબતક-સુરભી” રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓના માનીતા એવા “અબતક-સુરભી” રાસોત્સવમાં નવરાત્રિના પ્રથમ દિવસે જ ભારે રંગત જામી હતી. ર્માં જગદંબાની આરતી બાદ અર્વાચિન રાસોત્સવ શરૂ થતાની સાથે જ રાસ રસિકોના બે વર્ષ લાંબા ઇન્તજારનો અંત આવ્યો હતો. રાસોત્સવનો જાણે નવો જ સુર્યોદય થયો હોય તેવો અભૂતપૂર્વ ઉત્સાહ ખેલૈયાઓમાં જોવા મળતો હતો. ગણતરીની મીનીટોમાં આખુ ગ્રાઉન્ડ રાસ રસિકોની છલકાય ગયું હતું. સિંગર આસિફ જેરિયા, જીતુદાદ ગઢવી અને ફરીદા મીરે ભારે જમાવટ કરી હતી. કાલુ ઉસ્તાદની એક-એક અદા પર લોકો ફિદા થઇ ગયા હતા. લવલી ઠક્કરના એન્કરિંગે ગરબાપ્રેમીઓને જકડી રાખ્યા હતા.

ખેલૈયાઓના મોઢે એક જ ચર્ચા થતી હતી કે “અબતક-સુરભી” જેવું આયોજન રાજકોટના અન્ય એકપણ રાસોત્સવમાં જોવા મળતુ નથી. પ્રથમ દિવસે જ નોરતાની અસલી કાઠીયાવાડી રંગત જામી ગઇ છે. પ્રથમ દિવસે રાજકોટ મહાનગર પાલિકાના ડેપ્યૂટી મેયર ડો.દર્શિતાબેન શાહ અને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ જે.રાઠોડ ઉપરાંત ગુજરાતી ફિલ્મ “હું છું તારી હીર” કલાકારોની ઉ5સ્થિતિએ રાસ રસિકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. “અબતક” પરિવારના દેવાંશભાઇ મહેતા અને યોગેશભાઇ મહેતાની સવિશેષ હાજરીથી રાસોત્સવને ચાર ચાંદ લાગી ગયા હતા.સ તત ચાર કલાક સુધી અવિરત રાસ રમી પોતાની કલાના કામણ પાથરનારા ખેલૈયાઓમાંથી શ્રેષ્ઠ રાસવીરોની પસંદગી કરવી જજ માટે થોડી કઠીન બની હતી. મહેમાનોના હસ્તે પ્રથમ નોરતે પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસ પ્રિન્સ-પ્રિન્સેસ બનેલા રાસવીરોને લાખેણા ઇનામો આપી નવાજવામાં આવ્યા હતાં. આજે બીજા નોરતે માતાજીની આરતી બાદ બરાબર 8:00ના ટકોરે ગરબા ચાલુ થઇ જશે.

પ્રથમ નોરતાના વિજેતાઓ

  •    પ્રિન્સ

– મેહુલ મકવાણા

– જયદીપ પરમાર

– રવિ ચાવડા

– પારસ મકવાણા

  •    પ્રિન્સેસ

– દીપાલી ચાવડા

– અમી પટેલ

– અપેક્ષા ચૌહાણ

– જીજ્ઞાસા સિતાપરા

  • વેલડ્રેસ પ્રિન્સ-પ્રિન્સેસ

– સાનિધ્યા રાણપરા

– જેનિસા ટાકોદસા

  • જુનિયર પ્રિન્સ-પ્રિન્સેસ

– જેનિસ પરવાડિયા

– જય પડિયા

– ધારા મકવાણા

– જીયા રાઠોડ

  • વેલડ્રેસ પ્રિન્સ-પ્રિન્સેસ

– પ્રથમેશ ફિચડીયા

– પ્રીશા અઢીયા