પ્રથમ નોરતે માઁ આદ્યશક્તિની આરાધના કરતી ગરૂડ ગરીબીની જોગણીઓ

માં ની કૃપા થી થેલેસેમિયા ગસ્ત બાળાએ પણ કરી માતાજી ની આરાધના

માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, માઈ ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. રાજકોટ સહિત સમગ્ર દેશમાં માતાજીની આગામી નવ દિવસ સુધી ભાવપૂર્વક આરાધના થવાની છે.અબતક રાજકોટમાં આવેલ જુદી જુદી પ્રાચીન ગરબીઓના દર્શન આપને કરાવશે.

રાજકોટમાં જય અંબે ગરુડ ગરબી મંડળ દ્વારા દર વર્ષે થતી પ્રખ્યાત 125 વર્ષ જૂની ગરુડની ગરબીમાં બાળાઓએ માતાજીની પૂરી શ્રદ્ધાથી આરાધના કરી રાસ રમી ગરબા ગાયા હતા. લગભગ નવરાત્રી અગાઉના દોઢ મહિનાથી બાળાઓ પ્રેક્ટિસ કરતી હતી. 36 બાળાઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીની આરાધના કરવા માટે આ ગરબીનો એક હીસ્સો બની છે. આશરે 25 જેટલા અલગ અલગ રાસ જેમ કે, સ્મશાલ રાસ,ટિપ્પણી રાસ,તલવાર રાસ વગેરે બાળાઓ દ્વારા રમવામાં આવે છે.પ્રાચીન ગરબાઓ ઉપર બાળાઓએ રાસ રમી સમગ્ર વાતાવરણ માં માતાજી પ્રત્યે નો ભાવ વધાર્યો હતો.અદભુત એવા રાંદલ માં,બહુચર માં,મહાકાળી માં અને જે ગરુડ ગરબીની વિશેષતા છે કે માતાજી ગરુડ પર સવાર થઈ અને આવે છે એ પ્રકારના અલગ અલગ રાસો ત્યાં આગામી નવ દિવસ સુધી થવાના છે.અલગ અલગ પ્રકારની અને બાળાઓને રોજબરોજમાં ઉપયોગી એવી લાણીઓ પણ ત્યાં આપવામાં આવે છે. અને એક ખેલેસેમિયા રોગગ્રસ્ત બાળાએ પણ માતાજીની આરાધના કરવા માટે આ ગરબીમાં ભાગ લીધો છે અને ભાવપૂર્વક માતાજીના ગરબા ગાઇ અને રાસ રમે છે.

125 વર્ષ જૂની આ ગરબી છેલ્લા 14 વર્ષ થી અમે યુવાનો સંભાળીએ છીએ

જય અંબે ગરુડ ગરબી મંડળ ના આયોજક અજયભાઈ ભટ્ટી સાથેની અબતક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે 125 વર્ષ જૂની આ ગરબી છે અને છેલ્લા 14 વર્ષથી અમે યુવાનો આ ગરબીને સંભાળીએ છીએ. રાજકોટની જનતાને કંઈક નવું આપવા રાંદલમાંનો રાસ અને બહુચરમાનો રાસ આ બે નવા રાસ અમે તૈયાર કર્યા છે.દોઢ મહિનાથી પણ વધારે સમયથી બાળાઓ રાસની પ્રેક્ટિસ કરે છે અને રાજકોટની જાહેર જનતાને અમે આ ગરબીનો લ્હાવો લેવા આમંત્રણ આપીએ છીએ.

થેલેસેમિયા ગ્રસ્ત બાળા પણ માતાજીની આરાધના કરે છે

અબતક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં ગરબી મંડળની એક થેલેસેમિયા ગ્રસ્ત બાળા કેરિયલ મૂલવાનીએ જણાવ્યું હતું કે હું થેલેસેમિયા ગ્રસ્ત છું પરંતુ માતાજીની કૃપાથી હું તેમની ભક્તિ ભાવથી આરાધના કરી અને રાસ ગરબા કરી લઉ છું છેલ્લા બે વર્ષથી હું આ ગરબીમાં ભાગ લઉ છું.

ગરબીની દરેક બાળાઓને ખૂબ લાડ અને પ્રેમ આપવામાં આવે છે

અબતક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં ગરમીની બાળા રાઠોડ ભક્તિ એ કહ્યું હતું કે હું છેલ્લા પાંચ વર્ષથી આ ગરબીમાં ભાગ લઉં છું.અમે લગભગ દોઢ મહિનાથી પ્રેક્ટિસ કરીએ છીએ,અવનવા રાસ અમે રમીએ છીએ આ ગરબીના સભ્યો,આયોજકો ગરબીની દરેક બાળકને ખૂબ લાડ અને પ્રેમ કરે છે,દીકરીઓની જેમ અમને સાચવે છે.આ ગરબીમાં રાંદલમાં બહુચર માં જેવા રસો હોય છે.ગરબી તરફથી ઉપયોગી લાણીઓ પણ આપવામાં આવે છે. રાજકોટના અલગ અલગ વિસ્તારમાંથી જાહેર જનતા અમારી આ ગરબીનો લ્હાવો લેવા આવે છે.