પ્રથમ તબક્કાનું મતદાન: 89 ભાવિ ધારાસભ્યોનું ભાવિ સીલ

  • બહુપાંખીયા જંગમાં 788 મુરતીયાઓ મેદાને
  • વહેલી સવારે જ તમામ મતદાન મથકોએ મોટી સંખ્યામાં મતદારો ઉમટ્યા, કતારો લાગી: દક્ષિણ ગુજરાતની બેઠકો સૌરાષ્ટ્ર-કચ્છથી મતદાનમાં આગળ

આજે લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા મતદારોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે. વહેલી સવારે જ તમામ મતદાન મથકોએ મોટી સંખ્યામાં મતદારો ઉમટ્યા હતા. મતદારોની કતારો પણ લાગી હતી. સૌરાષ્ટ્રમાં પ્રથમ બે કલાકમાં જ 10 ટકા જેવું મતદાન નોંધાયુ છે. સૌરાષ્ટ્ર- કચ્છની 54 સહિત 89 બેઠકો માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 8 વાગ્યાથી જ મતદારો મતદાન મથકો ઉપર ઉમટી પડ્યા હતા. આજે 2.39 કરોડ મતદારો 788 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા મતદાન પ્રક્રિયામાં ભાગ લેવાના છે. પ્રથમ તબક્કાની 89 બેઠકોમાં કુલ 25430 મતદાન મથકો છે.

9014 બુથ શહેરી વિસ્તારોમાં તથા 16416 બુથ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા છે. આ તમામ મતદાન મથકો ઉપર મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ બે કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છની બેઠકો ઉપર સરેરાશ 10 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગમાં સૌથી વધુ 12 ટકાથી વધુ મતદાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • 19 જિલ્લાના 13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ
  • ગાંધીનગરમાં રાજ્યકક્ષાના તથા દરેક જિલ્લાઓમાં કાર્યરત મોનિટરિંગ રૂમ દ્વારા સતત નિરીક્ષણ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50% થી વધુ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં  કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓના અડધાથી વધારે એટલે કે 13,065 મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-19, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાંથી આ તમામ 13,065 મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામા આવી રહી છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાનો એક મોનિટરિંગ રૂમ કાર્યરત છે.જે તે જિલ્લાના મતદાન મથકોના લાઈવ વેબકાસ્ટિંગનું આ જિલ્લા કક્ષાના મોનિટરીંગ રૂમમાં નિરીક્ષણ થઇ રહ્યું છે.

  • વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા મોદીનું આહવાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રથમ તબક્કાના મતદારો માટે ટ્વીટ કર્યું છે. તેઓએ ટ્વીટમાં જણાવ્યું છે કે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. હું તમામ મતદાતાઓને, ખાસ કરીને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવાનોને, વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા માટે આહ્વાન કરું છું.

  • જંગી મતદાન કરી લોકશાહીના મહાપર્વને ઉજવો: રાહુલ ગાંધીનું ટવીટ

Why Jairam Ramesh slammed TV channels over Assam CM's dig at Rahul Gandhi | Latest News India - Hindustan Times

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબકકાના મતદાન માટે ટવીટ કર્યુ હતું. જેમાં તેઓએ ગુજરાતની જનતાને રોજગારીના સર્જન માટે, સસ્તા ગેસ સીલીન્ડર માટે, ખેડૂતોના દેવા માફી માટે મતદાન કરવાની અપીલ કરી હતી. ગુજરાતના ઉજજવળ અને પ્રગતિ શીલ ભવિષ્ય માટે જંગી મતદાન કરવા માટે રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને અપીલ કરી હતી.

  • વિન્ટેજ કારમાં બેસી રાજકોટના રાજવી પરિવાર મતદાન મથકે પહોંચ્યા

રાજકોટના રાજવી પરિવારે આજે ભારતીય પ્રજાતંત્રને વિશ્ર્વનું સૌથી મોટી લોકશાહી ગણાવી મતદાનનું મહત્વ સમજાવી મતદાન કરીએ પૂર્વે જણાવ્યું હતું. આજે રાજકોટના રાજવી માંધાતાસિંહ સપરિવાર વિન્ટેજ કાર દ્વારા મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. રાજકોટના મહારાણીએ મતદાન કરતા પહેલા એવું જણાવ્યું કે ‘હમારા દેશ દુનિયા કા સબ સે બડા લોકશાહી દેશ હૈ, હમે પ્રજાતંત્રને મત દેનેકા અધિકાર દિયા હૈ, આજ ઉનકા મહત્વ સમજકર સબકો મતદાન કરના ચાહિએ’

મતદાન મહાપર્વમાં હોંશભેર ભાગ લેતા વડીલ