સામાજિક પરિવર્તન આંદોલનના પ્રથમ સંત: ચોખામેલા

મહારાષ્ટ્રની ભૂમિ આમ તો સામાજિક પરિવર્તનના આંદોલનો માટેની ગણાય. જયાંથી સમાજમા જન્મેલી વિષમતાઓ , જાતિભેદ જેવા સામાજીક દુષણો ને દુર કરવા માટે મહાત્મા જયોતિબા ફૂલે , સાવિત્રીબાઇ ફૂલે , સંત ગાડગેબાબા , ડો.આંબેડકર , વિર સાવરકર , ડો.હેડગેવાર જેવા અનેક સંતો- સામાજીક – ધાર્મિક નેતાઓએ પોતાના સમગ્ર જીવન આ કાર્ય માટે આહુત કરિ દીધા.આમા સંત ચોખામેલાનુ નામ ખુબ આદરથી લેવામા આવે છે.સંત જ્ઞાનેશ્ર્વરની મંડળીમા ખુબ આદરપૂર્વક એમનુ નામ લેવામાં આવે છે એટલુ જ નહી તે સમયે અસ્પૃશ્ય મનાતિ મહાર જાતિમા જન્મેલા સંત ચોખામેલાનુ સ્થાન પણ બહુ મહત્વપૂર્ણ હતુ.સામાજીક પરિવર્તનની દિશામા ભક્તિકાળના સમયમા સામાજીક અસ્પૃશ્યતાને જેમણે સમાજ સન્મુખ પ્રમુખતાથી રાખી , એમના ભક્તિપદોમા દલિત સમાજની સામાજીક સ્થિતિને લઇને તેઓ ચિંતિત હતા.

એમનો જન્મ સન 1270 મા મહારાષ્ટ્રના બુલઢાણા જીલ્લાના દેઉલગાંવ તાલુકા અંતર્ગત મેહુણપુરી ગામમા થયો. બચપનથી ઇશ્ર્વર ભક્તિનો રંગ લાગ્યો અને સંત જેવુ જીવન જીવવાની અભિલાષા મનમા થઇ.એ દિવસોમા સંત નામદેવજીનું ખુબ મોટુ નામ , જેઓ પંઢરપુરના વિઠ્ઠોબા મંદિરમા ભજન ગાતા.એમના પદો અને પ્રવચનો સાંભળી અંતે ચોખામેલાના જીવનની દિશા પલટાઇ ગઇ અને અંતે જે મનમા હતુ એ જ સંત નામદેવજીના માર્ગે ચાલી નિકળ્યા. ચોખામેલા નામદેવજીને પોતાના ગુરુ માનવા લાગ્યા એમના પુરા પરિવારે નામદેવજી પાસેથી દિક્ષા ગ્રહણ કરી.એમના પરિવારમા પત્ની સોયરાબાઇ ,બ્હેન નિર્મલા ,સાળો અને પુત્ર કર્મમેલા વગેરે હતા.

ભારતના પ્રથમ દલિત કવિ , સંત ચોખામેલા વારકરી સંપ્રદાય ના હતા.વારકરીનો અર્થ થાય ’યાત્રી’ .વારકરી સંપ્રદાયના લોકો પ્રત્યેક વર્ષ ઉઘાડા પગે ચાલતા ચાલતે અભંગ ગાતા ગાતા પંઢરપુર વિઠોબાના દર્શને જાય છે. ’અભંગ’ મહારાષ્ટ્રના સંતોની વાણી છે.આવા લગભગ 300 જેટલા અભંગોની રચના સંત ચોખામેલાએ કરિ છે.આમાના કેટલાક અભંગોમા તથાકથિત ઉચ્ચવર્ણ દ્રારા દલિતો પર ગુજારવામાં આવેલા અત્યાચારોનું કરુણાસભર અને હૃદયસ્પર્શી વર્ણન મળે છે.સામાજિક ધાર્મિક પરિવર્તનના આ ભક્તિ આંદોલન અને એમા સંત ચોખામેલાનો પ્રભાવ ઉમેરાતા નિમ્ન કહેવાતી જાતિઓને એ આધ્યાતમિક બળ પ્રાપ્ત થયુ.ઢોલક – મંજીરાથી તાલ આપતા આપતા અભંગ ગાતા જાય અને ઉચ્ચ જાતિઓના હિન્દુઓના કાન સુધી પોતાનો અવાજ પહોંચાડતા.એ પુછતા કે નિમ્ન જાતિમા એમનો જન્મ થયો એમા એમનો શું વાંક – દોષ ?? સંત નામદેવ દરજી જાતિના હતા , જેની સામજિક અવસ્થા પણ શુદ્ર સમાન જ હતી , તે સંત ચોખામેલાથી ખુબ પ્રભાવિત હતા.સંત ચોખામેલાની વિઠ્ઠલભક્તિથી તેઓ અભિભૂત અને અનેકોવાર એમણે સંત ચોખામેલાનું સમર્થન કર્યુ.

એ સમયે સમાજમા પ્રચલિત બલિપ્રથા વિરુદ્ધ ચોખામેલાએ અભિયાન ચલાવ્યુ. ગરીબ લોકોએ પણ પ્રતિદિન સ્નાન કરવુ જોઇએ , સ્વચ્છ રહેવુ જોઇએ ,ઇશ્ર્વરની આરાધના કરતા કરતા શુદ્ધ અને સાત્વિક જીવન જીવે એ માટે સંત ચોખામેલા સતત પ્રયાસો કરતા.પોતાની જાતિના કારણે એમણે ઘણીવાર અપમાનિત થવુ પડયુ , પરંતુ આ વાત કયારેય મન પર લાવ્યા નહી અને કોઇપણ પ્રત્યે એમને દુર્ભાવના ઉતપન્ન ન થઇ.એકવાર ચોખામેલા શ્રીરંગમ (તામિલનાડુ)ના પ્રવાસે ગયા ત્યાં એમણે જોયુ શુદ્ર ભકત મરાનાર નામ્બીનો અંતિમસંસ્કાર બ્રાહ્મણોએ કર્યો.એમણે એ પણ જોયુ કે અલવાર સંત તિરુપ્પાન , જે શુદ્ર હતા તેમનો ઉત્સવ બધા જાતિ ધર્મના લોકો સાથે મળીને ઉજવી રહ્યા હતા. તમિલન્ડુના સંત નંદનાર પણ શુદ્ર હતા , એ પ્રસિદ્ધ શિવભક્ત હતા .

આ બધુ જોઇ સંત ચોખામેલાના ચિતમા અપાર આનંદની લાગણીની અનુભૂતિ થઇ.સંત ચોખામેલાની પ્રસિદ્ધિ અને સન્માન એટલા વધી ગયા કે સ્વયં બ્રાહ્મણોએ પંઢરપુરમા એમની રહેવાની વ્યવસ્થા કરિ. ઓગણસિત્તેર વર્ષની ઉંમરે સન 1339 મા એક દિવાલ પડાવી દુર્ઘટનામા નિચે દબાઇ જવાના કારણે એમનું દેહાવસાન થયુ. સંત નામદેવે પંઢરપુરમા વિઠ્ઠલમંદિરના સિંહદ્રારની પાસે એમને સમાધી આપી.

આ પ્રકારે ભગવદ ભક્તિ દ્રારા સંપુર્ણ સમાજને સામાજિક ઐક્યના તાંતણે બાંધતા બાંધતા તેઓ મુક્તિને પ્રાપ્ત થયા. સંત તુકારામે ચોખામેલા પ્રત્યે પોતાના ઉદગારો વ્યકત કરતા કહ્યુ ’ એ પીઢી અને એ ભૂમિ પવિત્ર થઇ ગઇ , જયાં પ્રભુના સેવક સંત ચોખામેલાએ જન્મ લીધો.

સન 1948 મા ’ધ અનટચેબલ’નામક પોતાના દ્રારા લીખિત પુસ્તકને ત્રણ સંતોના ચરણે અર્પણ કરતી વેળાએ ડો.આંબેડકરે લખ્યુ : શુદ્ર અને પછાત જાતિમા જન્મેલા હોવા છતા , સંત નંદનાર , રવિદાસ અને ચોખામેલા તેમની ધર્મનિષ્ઠા અને સદગુણોના કારણે બધી જાતિના લોકોના દિલો જીત્યા અને સર્વત્ર આવકાર પામ્યા.