Abtak Media Google News

ચીફ જસ્ટીસ બન્યાં બાદ પ્રથમ વખત જામનગર પધારેલા સોનિયાબેનને ગાર્ડ ઓફ ઓનર અપાયું: સન્માન સમારોહમાં 9 જજની વિશેષ ઉપસ્થિતિ

જામનગર શહેરના જ વતની એવા ગુજરાત રાજયના પ્રથમ મહિલા ચીફ જસ્ટીસ સોનિયાબેન ગોકાણી, કે જેઓરવિવારે સૌપ્રથમ વખત પોતાના માદરે વતન જામનગરના મહેમાન બન્યા હતા, અને ટાઉનહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી, ત્યારે તેઓને ગાર્ડ ઓફ ઑનર અપાયું હતું. આ પ્રસંગે શહેરના આંગણે પ્રથમ વખત ગુજરાત હાઇકોર્ટના 9 થી વધુ જજ ઉપસ્થિત રહ્યા હતા.

મૂળ જામનગરના જ દીકરી અને તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની પદવી પ્રાપ્ત કરનાર સોનિયાબેન ગોકાણીનું જામનગરમાં જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જામનગર બાર એસોસીએશન દ્વારા સન્માનનો કરવામાં આવ્યું હતું.

જામનગરના વતની અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી  જામનગરના મહેમાન બન્યા હતા. ટાઉનહોલ ખાતે યોજાયેલ સન્માન કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ આવી પહોંચતા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ટાઉનહોલ ખાતે સન્માન સમારોહ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફે જામનગર પ્રિન્સિપલ ડીસ્ટ્રીક જજ વી.જી.ત્રિવેદી અને જામનગર બાર એસોસીએશનના પ્રમુખ ભરતભાઇ સુવા દ્વારા ટાઉનહોલ ખાતે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકણીનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગુજરાત હાઇકોર્ટના અન્ય ન્યાયાધીશો પણ ઉપસ્થિત રહ્યા હોય તેમનું પણ સન્માન કરાયું. તદુપરાંત સુપ્રીમ કોર્ટથી પણ બે ન્યાયાધીશ આ કાર્યક્રમમાં વર્ચ્યુલી જોડાયા હતા. જ્યારે ચીફ જસ્ટિસના સન્માન સાથે નાલસાના પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જામનગર જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અને વકીલ મિત્રો તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ટાઉનહોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

ચીફ જસ્ટીસ સોનિયાબેન ગોકાણી હાલારનું ગૌરવ: વકીલ ભરત સુવા

ગુજરાત હાઇકોર્ટના નવનિયુકિત પ્રથમ મહિલા ચીફ જસ્ટીસ સોનીયાબેન ગોકાણી વતન જામનગર ખાતે આવ્યા હતા. ત્યારે જામનગર બાર એસોસીએશન અને લીગલ ઓથોરીટી દ્વારા ટાઉન હોલ ખાતે સન્માન કાર્યકમ યોજાયો ગયો. આ તકે બાર એસોસીએશનના પ્રમુખ ભરતભાઇ સુવા એ જણાવ્યું હતું . જામનગરની દિકરીએ હાલારનું નામ રોશન કર્યુ છે. જામનગર બાર એસો. થી કારકિર્દીનો પ્રારંભ કરી હાઇકોર્ટના ઉચ્ચ હોદા પર સેવા આપી રહ્યા છે. સેવા નિવૃત થયેલા અશોકભાઇ જોષીનું સન્માન કરવામાં આવ્યું હતું. સોનીયાબેન ગોકાણીના સન્માન સમારંભમાં હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિમણુંક થતા અને દિલ્હી  જવાના હોવાથી ઉ5સ્થિત રહી શકયા નથી. સોનિયાબેને જામનગરનું ગૌરવ વધાર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.