Abtak Media Google News

સરકારે વધુ ત્રણ પોઇન્ટ ત્રણ લાખ કરોડ ખર્ચવાની માંગણી કરી!!!

વિવિધ ક્ષેત્રના વિકાસ માટે સરકારે દરેક ક્ષેત્રમાં પૂરતા નાણા ફાળવવા હર હંમેશ તત્પરતા દાખવી છે. એટલું જ નહીં જેતે ક્ષેત્રને ઝડપભેર વિકસિત કરવા માટે પણ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ખાતર ,ખાદ્ય ચીજ વસ્તુઓ અને ફ્યુલ સબસીડીમાં અતિરેક ખર્ચ કરવા માટે સરકારે વધુ 3.3 લાખ કરોડ રૂપિયા ખર્ચવા માટેની મંજૂરી પણ માંગી છે. સરકારે આશાવાદ પણ વ્યક્ત કર્યો છે કે હાલ જે અત્યારે ખર્ચો કરવામાં આવશે તેનાથી રાજકોશિયા ખાદ્ય ને કોઈ જ અસર નહીં પહોંચે. સરકારે આશાવાદ પણ વ્યક્ત કર્યો છે કે હાલ જે ખર્ચ કરવામાં આવશે તેમાં ગ્રામ્ય વિકાસ માટે 45 હજાર કરોડથી વધુ નાણાં ઉપયોગમાં લેવાશે. એટલુંજ નહીં મનરેગા માટે વધુ 28775 કરોડ રૂપિયા ઉપયોગમાં લેવાશે.

સબસીડીમાં વધારો થવાનું એકમાત્ર કારણ એ પણ છે કે યુક્રેન વોરના કારણે કેન્દ્રનું જે બજેટ છે તે ઘણાં ખરા અંશે ખોળવાયું છે અને સૌથી વધુ સબસીડી ખાતર માં ઉપયોગમાં લેવાય છે જેમાં સર્વાધિક 86 હજાર કરોડ રૂપિયા યુરિયામાં અને 23,000 કરોડ રૂપિયા ફોસ્ફેટિક ખાતર માટે ઉપયોગમાં લેવાયા છે. ઓઇલ કંપનીઓ માટે આશરે 25,000 કરોડ રૂપિયા જે બાકી બા હતા તે પણ ચૂકવવામાં આવશે. ચેમ્બર સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને યોજનાને જે લંબાવવામાં આવી છે

તેમાં પણ વધુ 60000 કરોડ રૂપિયાનો અતિરેક ખર્ચ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તેમાં 39.4 લાખ કરોડ રૂપિયાનું ખર્ચ કે જે અતિરેક હોઈ શકે તે અંગેનો અંદાજ વ્યક્ત કર્યો હતો. બજેટમાં જીડીપીના 6.4 ટકા જે રાજકોસિય ખાદ્ય નિર્ધારિત કરવામાં આવી હતી તે ખાજને નહીં વધારવા નો આશાવાદ પણ સરકારે વ્યક્ત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.