ફિશિંગ કમિશનર વિવાદમાં સપડાયા… નશો કરીને યુવક સાથે આવું કૃત્ય કરાયાના આક્ષેપ

થોડા દિવસ પહેલા સાબરકાંઠામાં મત્સ્ય ઉદ્યોગ કમિશનર નીતિન સાંગવાંન ધરોઈ જળાશય પર વિઝીટ કરવા માટે પહોંચ્યા હતા ત્યાં અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા તેમને ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી ત્યારે આ મામલે વડાલી પોલીસે ફરિયાદ નોંધને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારે આ મામલે નવો વળાંક આવ્યો છે.

ફિશિંગ કમિશનર સાબરકાંઠાના ડીડીઓ હતા ત્યારે પણ વિવાદમાં સપડાયેલા હતા ત્યારે ફરી એક વખત સાબરકાંઠાના ધરોઈ ડેમની મુલાકાતે આવેલ ફિશિંગ કમિશનરે ઉદ્ધત વર્તન કર્યાનો આક્ષેપ યુવાન દ્વારા કરવામાં આવ્યો છે. ફિશિંગ  કમિશનર નિતિન સાંગવાને ગાળો બોલી જાતિ વિરુદ્ધ ઉચ્ચારણ કર્યાના આક્ષેપો મુકવામાં આવ્યું છે ત્યારે અપમાનિત થનાર યુવાને વડાલી પોલીસ સ્ટેશન માં લેખિત જાણ પણ કરી હતી.

આ મામલે ફિશિંગ કમીશનર નીતિન સાંગવાને યુવકને માફીપત્ર પણ લખી આપ્યુ છે. ફિશિંગ કમિશનર કોઈ નશો કરીને ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરીને કમિશનરે મોબાઈલ ફેકી દીધો અને ધક્કામુકી કરી ગાળો બોલ્યા નો પણ અરજી માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારબાદ યુવાનને ધક્કો મારતા પડી તે પડી ગયો અને હાલ અમદાવાદ એપોલોમાં આઈસીયુમાં દાખલ છે. આ સમગ્ર મામલે આદિવાસી સમાજમાં ફિસિંગ કમિશનર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી સમયમાં આ મામલે ઉગ્ર આંદોલન થાય તેમા નવાઈ નહિ.