Abtak Media Google News

કોઠારિયા રોડ પર આવેલા રૂષિપ્રસાદ સોસાયટીમાં રહેતા ટ્રક ચાલક આહિર યુવાનની વાંકાનેર નજીક મહિકા પાસે રાજકોટના છ શખ્સોએ આંતરી છરીના ઘા ઝીંકી કરેલી કરપીણ હત્યાના ગુનામાં વાંકાનેર પોલીસે સગીર સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરતા દોઢ વર્ષ પહેલાં રાજકોટ આરટીઓમાં થયેલી હત્યાનો બદલો લેવા ખૂન કર્યાની કબુલાત આપી છે.

રાજકોટ આરટીઓમાં દોઢેક વર્ષ પહેલાં ટ્રકમાં રેડીયમ પટ્ટી લગાવવાના પ્રશ્ર્ને મુસ્લિમ યુવાનની હત્યાના ગુનામાં જામીન મુકત થયેલા રાહુલ રાજેશ ગોહેલ અને નિતિન માવજી ડાભીને વાંકાનેરના મહિકા ગામ પાસે ફારૂકી મસ્જીદ પાસે રહેતા એઝાજ ઉર્ફે અજુ હનિફ પાયક, રામનાથપરાના સોહિલ નુરમામદ કાબરા, નિઝામ નુરમામદ હોથી અને ત્રણ અજાણ્યા શખ્સોએ આંતરી રાહુલની હત્યા કર્યાની અને નિતીન ડાભી પર પાઇપથી હુમલો કર્યાની અંકુરભાઇ રાજેશભાઇ ગોહિલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

રાહુલ ગોહેલની હત્યાના ગુનામાં સંડોવાયેલા એઝાઝ ઉફેઈ અજુ હનિફ પાયક, સોહિલ નુરમહંમદ કાબરા, નિઝામુદીન નુરમામદ હોથી, જુમાશા નુરશા શાહમદાર અને એક તરૂણ શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓએ રાહુલ ગોહેલ અને નિતિન ડાભી ટ્રક લઇને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પસાર થતા તેનો એક્ટિવા પર પીછો કરી વાંકાનેરના મહિકા પાસે દરગાહ પાસે રાહ જોઇને ઉભા રહી અન્ય શખ્સોને બોલાવતા તેઓ ઇનોવા લઇને ઘટના સ્થળે પહોચી હત્યા કર્યાની કબુલાત આપી છે.

લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને આરટીઓમાં રેડીયમ પટ્ટી લગાવવાનો વ્યવસાય કરતા સાહિલ હનિફ પાયકનું દોઢેક વર્ષ પહેલાં આહિર યુવક સાથે ઝઘડો થતા તેનું મુકેશ ઉર્ફે કાનો ઉર્ફે કુલદીપ ખોડા સોલંકી, અમરિશ ઉર્ફે કનુ નારણ ગોહેલ, ધર્મેશ પ્રભાત ધ્રાંગા, રાહુલ રાજુ ગોહેલ, નિતિન માવજી ડાભી અને મનસુખ કેશવ ઢોલરીયાએ હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તમામની ખૂનના ગુનામાં ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

સાહિલ પાયકની હત્યાના ગુનામાં જામીન પર છુટેલા રાહુલ ગોહેલ અને નિતિન ડાભી ગઇકાલે જી.જે.5બીયુ. 4570 નંબરના ટ્રકમાં વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસે મચ્છુ નદીમાં રેતી ભરવા માટે ગયા હોવાની જાણ થતાં પીછો કરી હત્યા કરી મહિકા પાસેની દરગાહ પાસે ઉભા હતા તે દરમિયાન રાહુલ ગોહેલ અને નિતિન ડાભી ટ્રકમાં રેતી ભરીને પરત નીકળ્યા ત્યારે એઝાજે પોતાની ઇનોવા રોડ પર આડી ઉભી રાખી દેતા રાહુલ ગોહેલે ટ્રક ઉભો રાખ્યો ત્યારે તેના પર અને નિતિન ડાભી પર હુમલો કરતા રાહુલ ગોહેલ ખેતરમાં ભાગ્યો હતો જ્યારે નિતિન ડાભી ટ્રકની પાછળ ભાગતા તેને પાઇપ માર્યા હતા અને તમામ શખ્સો રાહુલ ગોહેલનો પીછો કરતા ખેતરમાં પહોચી ગળા પર છરી મારી હત્યા કરી ઇનોવા અને એક્ટિવા પર ભાગી ગયાની કબુલાત આપી છે. પોલીસે ઇનોવા અને એક્ટિવા કબ્જે કરી છરી અને પાઇપ-ધોકા કબ્જે કર્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.