Abtak Media Google News

પરપ્રાંતિય શ્રમિકોનું રજીસ્ટ્રેશન માટે એપ બનાવી છતાં અમલ નહિ થતા પોલીસે કાર્યવાહી કરી

મોરબી જિલ્લામાં ગુનાઓનું પ્રમાણ અટકાવવા માટે અને ખાસ કરીને બહારના અમુક શ્રમિકોની ગુનાઓમાં સંડોવણી ખૂલેલ હોવાથી પોલીસ એક્શનમાં આવી એસ્યોર વેબ સાઇટ બનાવી મોરબી,વાંકાનેરમાં સીરામીક એકમોના કોન્ટ્રાકટરોને પોતાના શ્રમિકોની નોંધ કરવાનો આદેશ આપ્યો છતાં અમલ ન થતા પોલીસે તવાઈ ઉતારી છે અને મોરબી તેમજ વાંકાનેરમાં એસ્યોર વેબ સાઇટ ઉપર પરપ્રાંતિય શ્રમિકોનું રજિસ્ટ્રેશન નહિ કરનારા પાંચ કોન્ટ્રાકટરને ઝડપી લીધેલ છે.વાંકાનેર તાલુકા પોલીસે કોન્ટ્રાકટર પ્રવીણભાઇ વાઘજીભાઇ સુમેસરા સામે વાંકાનેર સામે ઢુવા જયસન સીરામીક કારખાનામાં તેમજ વાંકાનેર તાલુકા પોલીસે કોન્ટ્રાક્ટર સંજયભાઇ મગનલાલ મારવણીયા સામે વાંકાનેરના ઢુવા બોફો સીરામીક કારખાનામાં, મોરબી તાલુકા પોલીસે આરોપી રેનીશભાઇ રહીમભાઇ પંજવાણી સામે મોરબી માળીયા હાઇવે રોડ સોખડા ગામના પાટીયા પાસે જી.એ.બી.ની સામે સુનીલ એન્ટર પ્રાઇઝ (સ્પેનીટો) સીરામીક પાવડર કારખાનામાં અને મોરબી તાલુકા પોલીસે આરોપી જયસુખભાઇ વિઠલભાઇ ભાલોડીયા સામે મોરબી હળવદ હાઇવે રોડ ઉચી માંડલ ગામની સીમ નેકસોન સીરામીકના કારખાનાની સામે ઓ.એસ.પી સીરામીક નામના ટાઇલ્સ કટીંગના કારખાનામાં, મોરબી તાલુકા પોલીસે આરોપી પ્રવિણભાઇ રવજીભાઇ ફુલતરીયા સામે મોરબી માળીયા હાઇવે રોડ સોખડા ગામના પાટીયા પાસે જી.એ.બી.ની સામે સુકન માઇકરો મીનરલ એલ.એલ.પી.સીરામીના પાવડર કારખાનામાં આરોપીપએ પોતાના નીચે કામ કરતા મજુરોના કોઈ પણ જાતના આધાર કે આઈ.ડી.પ્રુફ પોતાની પાસે નહી રાખી કે ખઘછઇઈં અજજઞછઊઉ નામની અઙઙ રજીસ્ટર નહી કરાવી જાહેરનામાનો ભંગ કર્યાનો ગુન્હો નોંધી આ પાંચેયને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.