- ભાવનગર જિલ્લાનાં પાંચ તાલુકાના કોમ્યુનિટી રિસોર્સ પર્સનને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ અપાઈ
- તાલીમાર્થીઓએ પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી ગ્રામ વિધાપીઠ ટ્રસ્ટ, સણોસરા દ્વારા આત્મા પ્રોજેકટ, ભાવનગરના સહયોગથી ભાવનગર, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, ગારીયાધાર અને પાલીતાણા તાલુકાના CRP (કોમ્યુનિટી રિસોર્સ પર્સન) માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું
લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ટ્રસ્ટના વડા ડૉ. અરૂણ દવે, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશનના કુલપતિ ડૉ. રાજેન્દ્ર ખીમાણી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. નિગમ શુક્લા, આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર જે. એન. પરમાર, જિલ્લા ખેતીવાડી અધિકારી મહંમદ રિઝવાન ઘાંચી, ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેક્ટ જયપાલ ડી. ચાવડા તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવાની સાથે આગામી સમયમાં ગ્રામ્ય કક્ષાએ કરવાની પ્રાકૃતિક કૃષિની કામગીરીની તાલીમ આપવામાં આવી હતી.
તાલીમ દરમિયાન પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત અને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામોનું લાઈવ નિદર્શન કરવામાં આવ્યું હતુ. તાલીમાર્થીઓએ બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી.
અહેવાલ: આનંદસિંહ રાણા