રાજકોટમાં જુદા જુદા સ્થળોએ પરિણિતા સહિત પાંચના અપમૃત્યુ

death
death
  • નવાગામમાં યુવાને ગળાફાંસો ખાધો, ગ્રાફિક્સ ડિઝાઇનરે આર્થિકભીસથી કંટાળી વખ ઘોળ્યું, આંબેડરનગરમાં યુવાને ઝેર પી જીવન ટૂંકાવ્યું
  • મેંગો માર્કેટ પાસે આયસરની ઠોકરે વૃદ્ધને કાળ ભેટ્યો: કોઠારીયા સોલવન્ટમાં શોર્ટ લાગતા પરિણીતાનું મોત

શહેરમાં જુદા જુદા પાચ સ્થળોએ આકસ્મિક મોતના પાચ બનાવ સામે આવ્યા છે. જેમાં પરિણીતા સહિત પાચના અપમૃત્યુના બનાવ સામે આવ્યા છે. આ બનાવોમાં નવાગામમાં યુવાનને ગળાફાંસો ખાધો હોવાનું જ્યારે ગ્રાફિક્સ ડિઝાઇનરે આર્થીકભીસથી કંટાળી વખ ઘોળ્યું હતું. તો આંબેડરનગરમાં યુવાને ઝેર પી જીવન ટૂંકાવ્યું હતું તો મેંગો માર્કેટ પાસે આયસરની ઠોકરે વૃદ્ધને કાળ ભેટ્યો જ્યારે કોઠારીયા સોલવન્ટમાં શોર્ટ લાગતા પરિણીતાનું મોત થયાનું સામે આવ્યું છે

આ બનાવ અંગે પોલીસમાંથી મળતી પ્રાપ્ત વિગત મુજબ નવાગામમાં છપન્યું ન્યુ શક્તિ સોસાયટીમાં સમઝ પાર્ક પાસે રહેતા દિનેશભાઈ ધીરુભાઈ સાપરા નામના 32 વર્ષના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું પોલીસમાં નોંધાયું છે. જેમાં બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે ઘટનાની નોંધ કરી આપઘાત કરવા પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.

તો અન્ય બનાવમાં શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર લક્ષ્મણઝુલા સોસાયટીમાં રહેતો વિવેકભાઈ કમલેશભાઈ સોરઠીયા (ઉં.23) એ ગાયત્રીનગરમાં તેની ગ્રાફીક ડીઝાઈનરની ઓફિસમાં ઝેરી દવા પી જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું મોત નિપજતા ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે ભક્તિનગર પોલીસે તપાસ કરતા વિવેક બે ભાઈમાં નાનો હોવાનું અને અપરણીત હોય મોટાભાઈ સાથે ગાયત્રીનગરમાં ગ્રાફીક ડીઝાઈનરની ઓફિસ ચલાવતો હોય લોકડાઉન બાદ ધંધો ચાલતો ન હોય આર્થિક ભીંસથી કંટાળી જઈ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

આંબેડકરનગરમાં પણ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એસટી વર્કશોપ પાછળ રહેતા રોહિત નાગજીભાઈ વેગડા નામના 27 વર્ષના યુવાને પોતાના ઘરે ઘઉમાં નાખવાના ટીકડા પી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનને મૃત જાહેર કરતા પરિવાર પર શોકનું આભ ફાટ્યું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ મૃતકને જમવા બાબતે પૂછતા માઠું લાગ્યું હોવાથી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.

તો વધુ એક બનાવમાં કોઠારીયા સોલવન્ટમાં પચ્ચીસ વરિયા ક્વાર્ટરમાં રહેતી રેહાનાબેન સરફરાઝભાઈ સીડા નામની 28 વર્ષની પરિણીતા ગઇ કાલે ઘરે સૂતી હતી ત્યારે બાજુમાં રાખેલો ટેબલફેન માથે પડતા પરિણીતાને શોર્ટ લાગ્યો હતો. જેમાં મહિલાને હોસ્પિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો હતો.

જ્યારે ગ્રીનલેન્ડ ચોકડી નજીક લાલપરી સોસાયટીમાં રહેતા ઉમેશભાઈ સોલંકી પોતાના દાદા બિજલભાઈ મનજીભાઈ સોલંકી સાથે બાઈક પર જતા હતા ત્યારે મેંગો માર્કેટ સામે એક આઇસરના ચાલકે બાઈકને અડફેટે લીધું હતું  જેમાં ઘવાયેલા બંને દાદા – પૌત્રને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવારમાં દાદાએ દમ તોડયો હતો. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.આ તમામ ઘટનાઓની પોલીસે નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આપઘાતના બનાવોમાં તારણ જાણવા અને આકસ્મીક બનાવોના કાગળિયા કરી આગળની કાર્યવાહી હાથધરી છે