Abtak Media Google News

આડાસંબંધની જાણ થતાં પતિ, પત્નિ, સાળા સહિત શખ્સોએ ઢીમ ઢાળી દઈ લાશને કુવામાં ફેંકી દીધાની કબુલાત

મોરબીના પીપળી ગામે યુવકની હત્યા નિપજાવી લાશને કુવામાં ફેંકી દીધાની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી આડા સંબંધમાં દંપતિ સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ગત ૧૨ માર્ચના રોજ મોરબીના પીપળી ગામની સીમમાં યુવકની હાથ પગ બાંધેલી અને ગોદડામાં વીટેલી હાલતમાં લાશ તરતી બહાર આવી હતી. વાડીના માલિકે લાશને જોતા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે મોકલી આપી હતી. તપાસમાં બોથડ પદાર્થ મારી હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું. યુવકનું નામ દલપતસિંહ બળવંતસિંહ મહિસાગર જિલ્લાનો હોવાનું ખુલ્યું હતું. યુવકના પરિવારને જાણ કરતા તેમણે ગોરધન નામના શખ્સ સામે હત્યાની શંકા વ્યકત કરી હતી.

એલસીબીની ટીમે પ્રથમ પડધરી તાલુકાના ખામટામાં તપાસ કરી હતી અને શંકાના આધારે મુકેશ તીતરિયા ડામોર અને ધુમજી ધનસિંગ વાસકલીયાને ઝડપી લીધા હતા અને આગવી ઢબે પુછપરછ કરતા તેઓએ વટાણા વેરી નાખ્યા હતા. ગોરધન શેનીયા ભુરીયા દિલીપ તીતરિયા ડામોર અને સુમીલા ગોરધન ભુરીયાએ સાથે મળી પીપળી ગામે યુવકની હત્યા કરી લાશ કુવામાં ફેંકી દીધી હતી.

બાદ બન્ને આરોપી પડધરી આવી ગયા જયારે પતિ-પત્નિ અને તેનો સાળો એમપી જતા રહ્યા હોવાનું કબુલ કર્યું હતું જે બાદ પોલીસની એક ટીમ એમપી અલીરાજપુર પહોંચી હતી અને ત્રણેય આરોપીને મોરબી લાવી પુછપરછ દરમિયાન સુમીલાને મૃતક દલપત સાથે આડા સંબંધ હતા જે અંગે ગોરધનને ખબર પડી જતા પત્નીએ પણ પતિને સાથ આપતા તેની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.