Abtak Media Google News

સંયુકત કુટુંબની માલિકના મકાન બાબતે ચાલતી માથાકૂટ ઉગ્ર બની ; આધેડે પોતાના પરિવાર સાથે પાછલા બારણેથી જીવ બચાવી નાસી છૂટી ફરિયાદ નોંધાવી

શહેરના કુબલિયાપરા  શેરી નંબર ૦૫ માં દેવીપૂજક પરિવારના ઘરે કૌટુંબિક મહિલા સહિત પાંચ શખ્સોએ ધસી જઈ ઇટોના ઘા કર્યા બાદ ઘરમાં  પડેલી ઘરવખરી સળગાવી નાંખી રૂ. ૫૦ હજારનું નુકશાન કરી જાનથી મારી નાખ્યા અંગે ધમકી આપ્યાની થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.પી.એસ.આઈ આકાશ બારસિયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે કુબલિયાપરા શેરી નંબર ૦૫ માં રહેતા ભરત હરિભાઈ જાડેજા ( ઉ.વ ૪૭ ) એ થોરાળા પોલીસ સ્ટેશનમાં  કૌટુંબિક સાગર મજું સોલંકી, મુક્તાબેન ઉર્ફ કાળી, ભુપત પોપટ પરમાર, સુનિલ ભુપત પરમાર, પાંચા ભુપત પરમાર સામે  મકાન સળગાવી નાખી ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઇપીસી ૪૫૨, ૪૩૬, ૫૦૪, ૩૩૬, ૧૪૩, ૧૪૭, ૧૪૯ , જાહેરનામાં ભગની કલમો હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

Img 20201214 Wa0019

કુબલિયા પરામાં  જેરામ રત્નાભાઈ જાડેજાનું સયુંકત માલિકીનું મકાન આવેલું છે. જે  મકાનના તાળા સાગર સોલંકી , તેના મમી મુક્તાબેને તોળી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાબતની જાણ થતાં દેવીપૂજક પરિવાર સમજાવવા માટે ગયો હતો. જે બાબતનું મનદુ:ખ રાખીને રાત્રીના સમયે મહિલા સહિત પાંચેય શખ્સોએ દેવીપૂજક આધેડના ઘરે ધસી જઈ ઇટોના કટકાનો ઘા કરી ધાક ધમકી આપી હતી. બાદમાં ઘરમાં ઘુસી જઈ પાંચેય શખ્સોએ  ઘર વખરી પર જવલનશીલ પદાર્થ નાખી સળગાવી નાખી રૂ. ૫૦,૦૦૦ નું નુકશાન કર્યું હતું.  આ ઘટનાના પગલે દેવીપૂજક પરિવાર મકાનના પાછલા બારણેથી ખુલ્લા પ્લોટમાં નાશી જઈ પોતાનો જીવ બચાવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં થોરાળા પોલીસની ટિમ દોડી જઇ તપાસ હાથ ધરતા આરોપી નાશી છૂટ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.