Abtak Media Google News

બોટાદ જીલ્લામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ હોય જે મુજબ બોટાદ એસ.ઓ.જીના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામી ના માર્ગદર્શન અને સુચના મુજબ એસ.ઓ.જી સ્ટાફના હે.કોન્સ મહાવિરસિંહ બનેસિંહ તથા હે.કોન્સ.ગોવિંદભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ રાજેશભાઇ ચતુરભાઇ તથા પો.કોન્સ.ભગીરથભાઇ જોરૂભાઇ એ રીતેના સ્ટાફના માણસો તથા પંચો સાથે રાણપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે સમયે સ્ટાફને મળેલ બાતમી આધારે કનારા ગામે દરગાહની પાછળ આવેલ ભાદર નદીના પટમાં રેઇડ કરતા ટ્રેકટર નંગ-૩,ટ્રોલી સહીત કિંમત રૂ.૭૫૦૦૦૦/, રેતી બ્રાસ-૩ કિંમત રૂ.૩૦૦૦/- , ફોર વ્હીલ કાર નંગ-૧ કિંમત રૂ.૫૦૦૦૦૦/-, મોબાઇલ ફોન નંગ-૬ કિંમત રૂ.૧૯૦૦૦/-ના મુદ્દામાલ સાથે  વિજયભાઇ હમીરભાઇ મીર, જગદીશભાઇ નટુભાઇ વડદરીયા, ઘનશ્યામભાઇ જાગુભાઇ જાંબુકીયા, અજયભાઇ ગોવિંદભાઇ ગાબુ, જાતે તથા ગણપતભાઇ પ્રભુભાઇ સાકળીયાને પકડી લેવાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.