Abtak Media Google News

ગાંધીનગરમાં મહા રેલી અને સભા: ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા સહિતના મુદ્દે માંગ

રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા સંસ્થાપક  સુખદેવસિંહજી ગોગામેડી,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યોગેન્દ્રસિંહજી કટાર તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુખદેવસિંહજી ગોગામેડી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યોગન્દ્રસિંહજી કટાર તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખખાતજીની આગેવાની હેઠળ તા.૧૫-૧૨-૨૦૧૯ને રવિવારના રોજ ગાંધીનગરમાં સેકટર નં-૧૧ રામકથા ગ્રાઉન્ડ,પ્રેસિડેન્ટ કોમ્પ્લેક્ષ પાસે,ગાંધીનગર,ગુજરાત ખાતે સવારે ૧૦ વાગ્યે મહારેલી તથા મહાસભાનું આયોજન કરવામાં આવેલ છે.

આ મહારેલી તથા મહાસભાનો મુખ્ય એજન્ડા ત્રણ મુદ્દાનો છે.જે ત્રણેય મુદ્દા આમ આદમીને તથા સર્વે સમાજને સ્પર્શે છે તથા સર્વેસમાજ આ ત્રણેય મદ્દાથી બનતી ઘટનાઓ માં થતા અન્યાય થી વર્તમાન સમયમાં ત્રસ્ત છે.જથી સરકાર ત્રણેય મુદ્દા ‚પી માંગ ની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલીક પ્રશ્ર્નનું નિરાકરણ લાવે તેવી રજુઆત કરવામાં આવશે.જેમાં ગૌમાતા ને રાષ્ટ્રમાતા જાહેર કરવા ભારતીય સભ્યતા ગૌમાતાને પહેલેથી પુજનીય અને વંદનીય માને છે.હિન્દુ ધર્મ શાસ્ત્રો પ્રમાણે તેત્રીસ કોટી દેવતાઓના ગૌમાતા માં વાસ હોવાથી ગૌમાતા સાથે સર્વસમાજની ધાર્મીક લાગણી જોડાયેલ છે.પરતુ હાલમા અનેક ગૌમાતા તથા ગૌધનની કતલ થઈ રહી છે.જે અટકાવવા માટે સરકાર ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે અને ગૌ હત્યા બંધ કરાવે એ ઉગ્ર માંગ છે. બીજીમાંગમાં  એટ્રોસિટી એકટ ના દુ‚પયોગને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કડક કાયદો બનાવવામાં આવે અને તપાસ કર્યા વગર કોઈ પણ વ્યકિત ની ધરપકડ થવી જોઈએ નહિ

ત્રીજી માંગમાં દેશમાં ઘણા સમયથી જાતિગત આધાર પર આરક્ષણ છે તે સંપુર્ણ રીતે નાબુદ થાય અને આરક્ષણ આર્થિક આધાર પર લાગુ થાય જેથી તમામ ગરીબ પરિવારોને આરક્ષણ નો લાભ મળી શકે અત્રે નોધનીય છે કે આજથી મનીષાબા વાળાને આજરોજથી સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પાંખના અધ્યક્ષ તરીકેની નિમણુંક કરવામા આવે છે.રવિવારના ભવ્ય કાર્યક્રમ માટે રાજપુત કરણી સેનાએ અબતકની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.