Abtak Media Google News

સૌરાષ્ટ્ર પ્રાંતનો સમગ્ર મિડીયા પરિવાર માં ખોડલના દર્શને પધારશે: ધ્વજાજીના સામૈયા-પૂજન બાદ ધ્વજારોહણ,રાસગરબા અને મહાપ્રસાદનું સુંદર આયોજન: ટ્રસ્ટીઓ ‘અબતક’ના આંગણે

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૨૨-૯ને રવિવારે સૌરાષ્ટ્ર પ્રાંતમાં સમગ્ર મીડિયા પરિવાર માટે ધ્વજારોહણ કાર્યક્રમનું અદ્ભૂત આયોજન કરાયું છે. મા ના સાનિધ્યમાં મીડિયા પરિવાર દ્વારા ધજાજીના સામૈયા પૂજન, ધ્વજારોહણ, રાસ-ગરબા અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું છે. આ માટે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કાર્યક્રરોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન ટ્રસ્ટી કમલભાઈ સોજીત્રાએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ખોડલધામ ટ્રસ્ટે જ્યારે રાષ્ટ્રને મંદિર અર્પણ કર્યું છે. કોઈપણ જ્ઞાતિના લોકો અહીં આવી ધ્વજા ચડાવી શકે છે, દર્શન-પૂજન કરી શકે છે, સમસ્ત પટેલ સમાજને ગૌરવ અપાવનાર ખોડલધામે ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. તેમજ અહીં હરવા-ફરવાની સુંદર જગ્યા, સ્વચ્છતા સાથે અનેક સુવિધાઓ ભક્તોને મળે છે. ખોડલધામની સુંદર કામગીરી ખૂબજ ટૂંકાગાળામાં પૂરી કરવા માટે સમાજનો સંગઠન ભાવ અને સમાજના લોકોએ મંદિર માટે તન,મન,ધની સેવા આપી છે.

પ્રમ નોરતે ટ્રસ્ટીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, સેવાભાવીઓની આગેવાની હેઠળ કાગવડી ખોડલધામ સુધી દર વર્ષે માં ખોડલને શીશ ઝુકાવવા ભવ્ય પદયાત્રા યોજાય છે.

જેનું આ વર્ષે પણ સુંદર આયોજન કરાયું છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અનેક ધાર્મિક શૈક્ષણિક કાર્યક્રમો પણ નિયમીત રીતે યોજાય છે. ખોડલધામમાં નવનિર્મિત પામેલ એમ.પી.યિેટરનો પણ સર્વજ્ઞાતિના લોકો ઉપયોગ કરી શકે છે. સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતના મીડિયા પરિવાર માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારનું પ્રમ વખત ભવ્ય આયોજન કરાયું છે. પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મીડિયા પરિવાર આગામી રવિવારે માં ખોડલને ધજા ચડાવશે અને નવરાત્રી આવી રહી છે ત્યારે માં ખોડલને કુમ કુમ પગલે વહેલા પધારવા પણ વિનંતી કરાશે.

સમાજને ચોકકસપણે ગૌરવ અપાવનાર ખોડલધામ મંદિરે સમાજને એક તાંતણે બાંધ્યો છે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ અને ટ્રસ્ટી મંડળની આગેવાનીમાં વિવિધ કાર્યો અને ઉત્સવોની ઉજવણી નકકી કરાઇ છે નવરાત્રી આવી રહી છે ત્યારે ખોડલધામ દ્વારા શહેરના દરેક ઝોનમાં નવરાત્રી દરમ્યાન અર્વાચીન રાસોત્સવનું આ વર્ષે પણ સુંદર આયોજન થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.