- ફ્લેક્સિનીટી જીમમાં ક્વોલિફાઇડ ટ્રેનર દ્વારા લોકોને માર્ગદર્શન આપશે : દીક્ષિત વિરડીયા
રાજકોટ યુનિવર્સિટી રોડ પરના આકાશવાણી ચોક ખાતે ફ્લેક્સિનીટી જીમ ની બીજી બ્રાન્ચનું રવિવારના રોજ ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું. ફ્લેક્સીનીટી જીમ નું મુખ્ય બ્રાન્ચ 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ છે જેમાં લોકોનો ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. ફ્લેક્સિનીટી જેમના મુખ્ય બ્રાન્ચ ખાતે સાત મહિના દરમિયાન 800થી વધુ મેમ્બર્સ જીમમાં જોડાયા હતા. રવિવારના રોજ બીજી બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે ઉદ્ઘાટન પ્રસંગ દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ફ્લેક્સીનીટી જીમ ખાતે દરેક પ્રકારના સાધન સહિત જીમના ક્વોલીફાઈડ ટ્રેનર તેમજ મહિલા ટ્રેનરની તેમ પણ રાખવામાં આવી છે. વધુમાં જીમના માલિકે ‘અબતક’ મીડિયા સાથેની વાતચીતમાં જીમ, ડાયટ પ્લાન, ટ્રેનર વિશે ની માહિતી આપી હતી. વધુમાં ફ્લેક્સિનીતિ જીમના માલિકે જણાવ્યું હતું કે લોકો હાલ ફિટનેસ માટે જાગૃત થઈ રહ્યા છે અને પોતાના શરીર માટે યોગ કસરત તેમજ જીમ માં જઈને વર્કઆઉટ કરે છે અમારા જીમમાં વિવિધ પ્રકારના આધુનિક સાધનો જેવા કે વ્હાઇટ લિફ્ટિંગ , સાયકલ , ટ્રેડમિલ , રોઇંગ મશીન , ટેસ્ટ પ્રેસ મશીન , એબ્સ મશીન , વગેરે ફ્લેક્સી જેમ ખાતે ઉપલબ્ધ છે અહીં અમારા ટ્રેનર ન્યુટ્રીશ્યન માં પણ સર્ટિફાઇડ છે ફ્લેક્સી જેમ ખાતે ડાયટ માટેનું પણ પૂરતા પ્રમાણમાં ધ્યાન આપવામાં આવે છે. ફ્લેક્સિનીટી જીમ ખાતે મહિલાઓ માટે મહિલા ટ્રેનર પણ ઉપલબ્ધ છે.
ફ્લેક્સિનીટી જીમની એપ્લિકેશન દ્વારા લોકો વર્કઆઉટ માટે જાગૃત થશે : દીક્ષિત વિરડીયા
ફ્લેક્સિનીટી જીમના માલિક દીક્ષિત વિરડીયા સાથેની વાતચીત દરમિયાન માહિતી આપતા જણાવ્યું હતું કે ફ્લેક્સીનિટી જીમની પ્રથમ બ્રાન્ચ 150 ફૂટ રોડ પર આવેલ છે જ્યાં લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે બીજી બ્રાન્ચનું ઓપનિંગ આકાશવાણી ચોક ખાતે કરવામાં આવ્યું છે. અમારો ગોલ છે કે લોકોને સારા સાધનોની સાથે સાથે સારી ફેસિલિટી મળી રહે તેમ જ અમારા જીમમાં સર્ટિફાઇડ ટ્રેનર છે જેથી લોકો સરળતાથી વર્કઆઉટ કરી શકે છે. અમારે અહીં આવતા લોકો કંટાળો ના અનુભવે તે માટે અમે ખાસ ઇન્ટિરિયર ડિઝાઇન કરવામાં આવ્યું છે અને ફિટનેસને લઈને એક પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો છે તેમજ અમારી એપ્લિકેશન પણ છે જેમાં અહીં આવતા લોકો પોતાનું રીઝલ્ટ ચેક કરી શકે. એપ્લિકેશનમાં તમામ પ્રકારની ડીટેલ્સ મળી રહે છે અને તેમને મોબાઇલમાં પણ નોટિફિકેશન આવે છે જેથી લોકો જાગૃત થશે .
મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય માટે સજાગ બની છે : દિયા પોપટ
ફ્લેક્સિનીટી જીમ ના માલિક દિયા પોપટે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી આ બીજી બ્રાન્ચ છે પ્રથમ બ્રાન્ચમાં સાત મહિના દરમિયાન 800 જેટલા મેમ્બર્સ જોડાઈ ગયા છે જેમાં ફિમેલ પણ મોટા પ્રમાણમાં જોડાઈ ગયા છે. હાલ રાજકોટમાં ફિમેલ્સ હેલ્થને લઈને તકેદારી રાખી રહી છે ત્યારે અમે આ બીજી બ્રાન્ચ ખાતે સ્પેશિયલ મહિલાની ટીમ રાખવામાં આવી છે જેથી મહિલાઓ પણ વર્કઆઉટ સારી રીતે કરી શકે. ડોક્ટર પણ વર્કઆઉટ કરવા માટેનું કહેતા હોય છે ત્યારે અમારી મહિલા ટીમ પણ તેમને વર્ક આઉટ કરાવવા માટે અહીં હાજર રહે છે.