Abtak Media Google News

ઈલેક્ટ્રોનિક્સ, ગેજેટ્સ, હોમ એપ્લાયન્સિસ, ફેશન, ગ્રોસરી સહિતની પ્રોડક્ટ ઉપર ડિસ્કાઉન્ટ મળશે

બન્ને ઇ-કોમર્સ પ્લેટફોર્મ ગ્રાહકો આકર્ષવા એકબીજાથી ચડિયાતી ઓફર્સ આપવા કરી રહ્યા છે પ્રયત્નો

ફેસ્ટિવલ સિઝન શરૂ થવાની સાથે જ વર્ષનો સૌથી મોટો શોપિંગ ફેર એમેઝોન અને ફ્લિપકાર્ટ પર શરૂ થશે. એમેઝોન પર ’ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવ’ અને ફ્લિપકાર્ટ પર ’ધ બિગ બિલિયન ડેઝ’ નામનો સેલ શરૂ થવાનો છે. બંને સેલ 3 ઓક્ટોબરથી શરૂ થશે. જેમાં ઈલેક્ટ્રોનિક્સ, ગેજેટ્સ, હોમ અપ્લાયન્સિસ, ફેશન, સ્માર્ટફોન, ગ્રોસરી સહિતની પ્રોડક્ટ ઉપર ડિસ્કાઉન્ટ મળશે.

ફ્લિપકાર્ટ પર ’પ્રી બુક’ સેલ 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાલશે. આ સેલમાં માત્ર 1 રૂપિયો આપી પ્રોડક્ટ બુક કરાવી શકાશે. ફ્લિપકાર્ટ એપ અને વેબસાઈટ બંને પર આ સેલનો લાભ મળશે. 1 રૂપિયો આપી પ્રોડક્ટ બુક કરી બાકીનું પેમેન્ટ 3 ઓક્ટોબરે કરી શકાશે. આ સેલ 10 ઓક્ટોબર સુધી ચાલશે. માઈક્રો સાઈટ પ્રમાણે એક્સિસ બેંક અને ઈંઈઈંઈઈં બેંકના ગ્રાહકોને સેલમાં 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. પેટીએમ પણ તેના ગ્રાહકોને ગેરન્ટેડ કેશબેક આપશે. આ સિવાય ’નો કોસ્ટ ઊખઈં’ અને એક્સચેન્જ ઓફર પણ મળશે.

આ સેલ દરમિયાન મધ્ય રાત્રિએ 12 વાગ્યે અને સવારે 8 તેમજ 4 વાગ્યે ’ક્રેઝી ડીલ્સ’નો લાભ મળશે. આ ટાઈમ પર પ્રોડક્ટ સસ્તાંમાં ખરીદી શકાશે. કંપની ’બાય મોર સેવ મોર’ હેઠળ 3 પ્રોડક્ટ પર 5%, 2 પ્રોડક્ટ પર 5%, 5 પ્રોડક્ટ પર 10% અને 3 પ્રોડક્ટ પર 10%નું ડિસ્કાઉન્ટ આપે છે.

એમેઝોન ધ ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવ સેલ 10 ઓક્ટોબર સુધી ચાલશે.માઈક્રોસાઈટ એક્ટિવ થઈ છે. તે પ્રમાણે, સેલમાં ઇંઉઋઈ બેંકના ગ્રાહકોને 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. ’નો કોસ્ટ ઊખઈં’ અને એક્સચેન્જ ઓફરનો પણ લાભ મળશે. એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ ધરાવતા ગ્રાહકો માટે આ સેલ જલ્દી શરૂ થશે.

આ સેલમાં ગ્રાહક 5000 રૂપિયા સુધીનું સેવિંગ કરી શકશે. સેલમાં 20 લાખ+ પ્રોડક્ટ્સ પર એમેઝોન કૂપન મળશે. સેલમાં કેટલીક કંપની નવી પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરશે. એમેઝોન પે અને ઈંઈઈંઈઈં બેંક ક્રેડિટ કાર્ડ પર 3% રિવોર્ડ પોઈન્ટ મળશે. બજાજ ફિનસર્વ કાર્ડથી ’નો કોસ્ટ ઊખઈં’ પર પ્રોડક્ટ્સ ઘરે લાવી શકાશે. કંપની 25 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.