વિદેશની તબીબી સહાયનો ભારત ભણી પ્રવાહ: મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવાઈ

0
79

ઓક્સિજન સીલીન્ડરથી લઈ કન્ટેનર , પીપીઈ કીટ,
રેમેડીસીવીર ઈંજેકશન અને જરૂરી સાધન 

કોરોના કટોકટીના પગલે ભારતમાં મહામારીને કાબુમાં કરવા માટે યુદ્ધના ધોરણે ચાલી રહેલી કામગીરીના પગલે ભારતને મદદરૂપ થવા માટે વિશ્વની તમામ મોટી મહાસત્તાઓ અને મિત્ર દેશોએ ઉદાર હાથે ભારતને મદદરૂપ થવા સહાય મોકલવાનું શરૂ કર્યું છે. વિદેશથી સહાય આવવાની શરૂઆત થતાં સરકારે તાત્કાલીક ધોરણે કસ્ટમ ક્લીયરન્સ અને વિતરણની વ્યવસ્થા માટે વિવિધ વિભાગોને જવાબદારી સોંપી દીધી છે. વિવિધ સરકારી એજન્સીઓ સાથે સંકલન કરીને સાધન સામગ્રી જે વિશ્વના અનેક દેશોમાંથી ભારત આવી રહી છે તેમને યોગ્ય જગ્યાએ મોકલવા માટે સંકલન વ્યવસ્થા ઉભી કરી છે.ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, જર્મની, ઓસ્ટ્રેલીયાથી આગામી કેટલાંક દિવસોમાં ભારતમાં ઓક્સિજન સંબંધી તબીબી પુરવઠો, દવાઓ આવવાની છે. આ ઉપરાંત આયરલેન્ડ, રશિયા, સિંગાપોર, હોંગકોંગ, અખાતના દેશોમાંથી પણ સાધન સહાય રવાના થઈ છે. આ સંજોગોમાં ભારત સાથેના વ્યવહારોમાં કેટલાંક પ્રતિબંધો પ્રવર્તી રહ્યાં છે ત્યારે ભારત સાથે કેનેડાની વિમાન સેવા અત્યારે બંધ છે. ભારતમાંથી પેસેન્જર વિમાનોને 23મી એપ્રીલથી 30 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડમાં પણ ભારતના નાગરિકો માટે પ્રવેશબંધી છે માત્ર જર્મનના નાગરિકોને ભારતમાંથી વતન પરત આવવાની મંજૂરી છે.

સહાયનો વિદેશમાંથી આવનાર જથ્થો યોગ્ય જગ્યાએ પહોંચી જાય તે માટે સુદ્રઢ વ્યવસ્થાના આદેશ

નેધરલેન્ડે પણ ભારતની તમામ વિમાની સેવાઓ 1લી મે સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ઈટાલી, સંયુક્ત આરબ અમીરાત, કુવેત, બાંગ્લાદેશ, શ્રીલંકા, હોંગકોંગ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા, બેલજીયમ જેવા દેશોએ ભારતમાંથી આવતી તમામ વિમાની સેવાઓ બંધ કરી દીધી છે. ભારત માટે અત્યારે ફ્રાન્સ, માલદ્વીવ, બેહરીન, રશિયા, યુએસ જેવા દેશોનો વ્યવહાર ચાલુ છે.  ભારતમાં સાધન સહાય મોકલવામાં ફ્રાન્સમાંથી 8 ઓક્સિજન પ્લાન્ટ અને 5 પ્રવાહી ઓક્સિજન કન્ટેનર, આયલેન્ડમાંથી 700 ઓક્સિજન કીટ, ઈંગ્લેન્ડ પણ 495 કિટ અને સાધન મોકલશે. જર્મનીમાંથી વેન્ટિલેટર અને ઓક્સિજન પ્લાન્ટ આવવામાં છે. અમેરિકામાં વિવિધ પ્રકારની ઓક્સિજન સામગ્રી અને મોબાઈલ આક્સિજન પ્લાન્ટ, સીલીન્ડર જેવી સહાય મોકલવાની જાહેરાત કરી છે. ભારતમાં વિદેશી સાધન સહાયનું આગમન શરૂ થયું છે ત્યારે આ ચીજ-વસ્તુઓ યોગ્ય જગ્યાએ પહોંચી જાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમેરિકા, ફ્રાન્સમાંથી વિવિધ પ્રકારની સામગ્રી રેમેડીસીવીર ઈંજેકશન, ઓક્સિજન કીટ સહિતની સહાયનો ધોધ શરૂ થયો છે ત્યારે આ સહાય યોગ્ય જગ્યાએ પહોંચી જાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here