Abtak Media Google News

શ્રાવણ માસ એટલે મહાદેવની ભક્તિ કરવાનો પાવન અવસર. આ માસની ત્રીજના દિવસે ફૂલકાજળી વ્રત કરવામા આવે છે. શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે.સારો ‘વર’ મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે. પુરાણોમાં કહેવાય છે કે તેમાંથી કોઈ એક વ્રત કરીએ તો માતા પાર્વતી કન્યાઓને યોગ્ય વર આપે છે.

પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે કન્યાઓ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કરીને શણગાર સજી ભગવાન ભોળાનથના મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પૂજા કરે છે ત્યારબાદ ગણેશજીની પુજા કરે છે અને ત્યારબાદ ફુલ સુંઘીને જ કોઈ પણ આહાર ગ્રહણ કરે છે.

Foolkajadi2

કેવી રીતે કરવી ફૂલ કાજળીની પુજા અને ફળાહાર ??

આ દિવસે વ્રત કરનાર કન્યા અથવા યુવતીને ફુલને સુંઘ્યા પછી જળપાન કે ફળાહાર કરવો. ઉત્તમ મહેંકવાળુ કોઈપણ ફુલ લઈ શકાય. સાથે જ સૂર્યાસ્ત પછી તરત જ ગાયની પૂજા કરવી. રાત્રે જાગરણ કરવુ. ઈષ્ટદેવની સ્તુતિ કરવી. દેવો પુરાણો કહે છે કે પુર્ણ શ્રદ્ધા અને ભકતિભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે. ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધિને વરે છે.

આ વ્રત કન્યાઓ અને યુવતીઓ 5 વર્ષ સુધી કરે છે. પાંચ વર્ષ પછી વ્રતની સમાપ્તી કરવામાં આવે છે. વ્રતના ઉજવણામાં પાંચ કુંવારી કન્યાઓને ગોરણી કરવાની હોય છે ચાંદીનું એક ફુલ સ્થાપનમાં મુકી ગોરણીઓને જમાડી યથા શક્તિ દાન દક્ષિણા આપવાથી આ વ્રત પૂર્ણ થાય છે. કોઈ પણ વ્રતમાં સાચા ભાવથી પૂજા કરવામાં આવે તો વ્રત ચોક્કસ ફળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.