Abtak Media Google News
  • નવી શિક્ષણ નીતિ-2020ના અમલના ભાગરૂપે અંગ્રેજી શિક્ષણ માટે પ્રથમ પાંચ વર્ષના આયોજન માટે ધો.1 થી 3ની શિક્ષક આવૃત્તિ બહાર પડાય: આ માસના અંત સુધી માસ્ટર ટ્રેનર અને શિક્ષકોને ધોરણ વાઇઝ બે તબક્કામાં તાલિમ અપાશે
  • ધો.3માં અંગ્રેજી ભાષાનું શૈક્ષણિક કાર્ય કરતા કોઇપણ એક શિક્ષણને તાલિમબધ્ધ કરાશે: જીસીઇઆરટી દ્વારા સમગ્ર માળખુ તૈયાર કરાયું: 5+3+3+4 શૈક્ષણિક માળખામાં પ્રથમ પાંચ વર્ષમાં પૂર્વ પ્રાથમિકના 3 વર્ષ તથા બે વર્ષ ધો.1-2ના રહેશે

1 12

નવી શિક્ષણ નીતિ-2020માં 5+3+3+4 શૈક્ષણિક માળખાની જોગવાઇ કરાય છે સાથે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવાની વાત છે ત્યારે અન્ય ભાષા અંગ્રેજી અને હિન્દીને પણ વય-કક્ષા મુજબ જોડવામાં આવશે. પ્રથમ પાંચ વર્ષના તબક્કામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણના ત્રણ વર્ષ અને ધો.1-2ના બે વર્ષ મળીને પ્રથમ તબક્કો ગણાશે. ધો.3 થી 5ના ત્રણ વર્ષ પ્રારંભિક શિક્ષણ, ધો.6 થી 8ના ત્રણ વર્ષને ઉચ્ચ પ્રાથમિક અને ધો.9 થી 12ના ચાર વર્ષ માધ્યમિક શિક્ષણ ગણાશે. ત્રણ વર્ષથી ઉપરના બાળકો માટે પાયાના બે વર્ષ આંગણવાડી, પૂર્વ પ્રાથમિક કે બાલમંદિર જેવા ગણાશે. સાવ સરળ રીતે સમજીએ તો 5 વર્ષ સ્નેહ આધારિત, 3 વર્ષ ક્રિયા, 3 વર્ષ યોગ અને 4 વર્ષ કર્મ આધારિત શિક્ષણ અપાશે. પ્રારંભિક શિક્ષણ કે પાયાના શિક્ષણમાં વાંચન-ગણન અને લેખન કૌશલ્યોની ક્ષમતા સિધ્ધી પર વિશેષ ભાર મુકાશે.

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલિમ પરિષદ (ૠઈઊછઝ) દ્વારા તાજેતરમાં સેક્ધડ લેંગ્વેજ અંગ્રેજીની ધો.1-2-3 માટે અજમાયશી ધોરણે શિક્ષક આવૃત્તિ બહાર પાડી છે જેમાં બાળકને કેવી રીતે શિક્ષણ આપવું તેની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. આ માસના અંત સુધીમાં તેના માસ્ટર ટ્રેનરો અને ધો.1-2-3ના શિક્ષકોને તબક્કા વાઇઝ તાલિમબધ્ધ કરાશે. ધો.1-2ના વિદ્યાર્થીઓના માત્ર શ્રવણ અને કથન કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રીત કરાશે. બાળકોને એબીસીડી લખવી બહુ જ ગમતી હોય છે તો રૂચીને ધ્યાને લઇને જોવે, બોલે, જાણે તે અગત્યનું હોવાથી આ બે કૌશલ્યો સિધ્ધ કરાવાશે. ધો.3થી લેખન કૌશલ્યો શીખવવાની પ્રક્રિયા શરૂ કરાશે. કેટલાક શિક્ષકો પ્રથમવાર અંગ્રેજી ભણાવવાનું આવે તેવા સંજોગોમાં આ ટીચર હેન્ડબુક ખુબ જ મદદરૂપ થનાર છે.

1 1 1ભાષા શિક્ષણના ચાર મુખ્ય કૌશલ્યોમાં શ્રવણ, કથન, વાંચન અને લેખન દરેક બાળક તબક્કાવાર ક્ષમતા સિધ્ધી મેળવે તે જરૂરી છે. પ્રારંભના બે કૌશલ્યો ધો.1-2 માટે અને લેખન કૌશલ્યો ધો.3 માટે સુચવાયા છે. આજના યુગમાં માતૃભાષામાં શિક્ષણ મળવું જ જોઇએ એ વાત પણ સાચી છે પણ અંગ્રેજી, હિન્દી જેવી અધર લેંગ્વેજમાં દરેક બાળક શ્રવણ, કથન, વાંચન અને લેખન જેવા ભાષા શિક્ષણના કૌશલ્યોનો વિકાસ થાય તોજ તેનો સંર્વાંગી વિકાસ શક્ય બને છે. ન્યુ એજ્યુકેશન પોલિસીમાં આવા તમામ પાસાઓને ધ્યાને રાખીને માઇક્રોપ્લાનીંગ આયોજન કરાયું છે. નાના બાળકોને માત્ર શ્રવણ-કથન કરવાનું હોવાથી તેમને કોઇ ભાર લાગતો નથી. આ સિસ્ટમમાં બાળક હસતા-રમતાં પણ માતૃભાષા સાથે જ અંગ્રેજી પણ શિખતો જશે.

જુન 2023ના નવા શૈક્ષણિક સત્રથી ટબુકડા બાળકો પણ પ્રેયર સ્ટોરી, એક્શન, સોંગ, ગેઇમ્સ અને એક્ટીવીટી દ્વારા સરળતાથી અંગ્રેજી ભાષાનો પરિચય મેળવશે. શિક્ષક આવૃત્તિમાં શ્રવણનો મહાવરો બાળકોને વધુમાં વધુ મળે તેવી પ્રવૃત્તિઓ પણ આપેલી છે, આ એક્ટીવીટી ભાષા શિખવવાના મહાવરા વધતા તેને સરળતા રહેશે. વિદ્યાર્થી એબીસીડી લખે કે બોલે કે અંગ્રેજી શબ્દો વાક્યો બોલે કે લખવા લાગે તેવો કોઇ આ શિક્ષણમાં નથી. આ આયોજન ભાષા શિખવાના પ્રથમ પગથિયાસમા શ્રવણ વધુને વધુ કરે તેવો શુભ હેતું છે.

1 2

આ શિક્ષક આવૃત્તિ વર્ગ પુરતું જ સિમિત ન રહેતા તેને બીજા વાતાવરણમાં પણ ભાષાનો આનંદ કરાવે છે. ધો.1માં આપણું લક્ષ્ય લેંગ્વેજ જ એક્યુશેસન પર છે. ટબુકડું બાળક સાંભળતા-સાંભળતા જ સમજવા લાગે અને પછી બોલવા માંડે તે એક ફીઝીયોલીગેસ્ટીક સીસ્ટમનો એક ભાગ છે. લીસનીંગ અને સ્પીકીંગ દ્વારા લેંગ્વેજ એકવીશન થાય છે, તેથી જ આ તબક્કે અંગ્રેજી મૂળાક્ષરો શીખવતા નથી. અનુવાદ પધ્ધતિથી કદી ભાષા શીખવી શકાય નહી પણ આપણા ભૂતકાળના અનુભવો આ માટે આપણને તે તરફ દોરવા પ્રયાસ કરે છે. શિક્ષકે સ્થિરતા અને ધીરજ રાખીને અનુવાદ પધ્ધતિનો ઉપયોગ ટાળવો.

વ્યાકરણ આધીન ભાષા શીખવવાનો પ્રયાસએ શીખવાની અને શિખવવાની પ્રવૃત્તિને નીરસ કરે છે, માટે તેને શિક્ષકે ટાળવું. વ્યાકરણની લાંબી સમજ આપવી નહી કે ગોખાવવી નહી જ. શિક્ષક આવૃત્તિમાં જે પ્રવૃત્તિનો સહારો લીધો છે. તે મુજબ યોગ્ય સમજીને બાળક પાસે કરાવવી જેમ કે એક્શન સોંગ અને પ્રેયરનો હેતું એ છે કે બાળક શબ્દ બોલતો થાય. નાનુ બાળક પ્રાર્થના સમજીને તેનું ગાન કરે છે. આજ રીતે ધીમેધીમે તેની સમજનો વિકાસ થાય છે.

કોઇપણ દેશના વિકાસમાં તેના શિક્ષણનો ફાળો વિશેષ હોય છે. આપણા દેશમાં 6 થી 14 વર્ષના બાળકને મફ્ત અને ફરજીયાત શિક્ષણની જોગવાઇ છે. શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા જ હોવી જોઇએ પણ સાથે અંગ્રેજી ભાષાનું શિક્ષણ પણ એટલું જ જરૂરી છે. આજના યુગમાં મોબાઇલ, કોમ્પ્યૂટર, ઇન્ટરનેટ વિગેરે ક્ષેત્રમાં ભાષા અંગ્રેજી આવે છે. ગુજરાતીમાં જેટલી ભાષા માહિતી જેટલી સરળ નથી તેટલી અંગ્રેજીમાં તમામ માહિતી સર્ચ કરવાથી મળી જાય છે. આજના યુગમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી આ ત્રણ વિષયમાં છાત્રોનો અણગમો વધારે જોવા મળે છે. હાલની તમામ નોકરીમાં અંગ્રેજી જ્ઞાન સાથે કોમ્પ્યૂટર જ્ઞાન આવશ્યક છે. આ ભાષાના મહત્વના આધારે જ 40 કરોડથી વધુ લોકો તેની પ્રથમ ભાષા તરીકે અંગ્રેજી બોલે છે.

1 11 2

નાનુ બાળકમાં ઘરમાં હોય ત્યારે પણ મા-બાપ, ભાઇ, બહેન, પરિવાર ટીવી-મોબાઇલ, સીમકાર્ડ, રીમોટ, ચેનલ, બુક, બાઇક, સ્કુલબેગ, પીકનીક, અંકલ જેવા ઘણા શબ્દો બોલતા હોવાથી તેને સતત મહાવરો મળતા તે પણ બોલવા લાગે છે. એક વાત બાળકને લખતા, વાંચતા કે શાળાએ ન જતું હોવા છતા બોલચાલની ભાષા પ્રથમ જ આવડી જાય છે તેથી હિન્દી ભાષીના બાળકો હિન્દીમાં વાત કરે છે. કોઇભાષા શિક્ષણમાં લેંગ્વેજ ગેઇમ્સની મહત્વની ભૂમિકા છે. કેટલીકવાર ઔપચારિક શિક્ષણ એકધારૂ (ઓટોનોમસ) અને કંટાળાજનક હોય છે, તેથી બાળકને વધુને વધુ પ્રવૃત્તિઓ કરાવવાથી શીખવાની પ્રક્રિયા એકધારી ન રહેતા રસપ્રદ બને છે. શિક્ષણમાં બાળકના રસ, રૂચી, વલણોને ધ્યાને લઇને વયકક્ષા મુજબ ક્ષમતા સિધ્ધ કરાવવી અતી આવશ્યક છે.

ધો.1માં વર્ષાન્તે મૂલ્યાંકન વખતે લેખીત કે ઔપચારિક ટેસ્ટ લેવાની જ નથી. કારણ કે આપણે આખુ વર્ષ શ્રવણ અને કથનનો મહાવરો જ કર્યો છે. વિદ્યાર્થીની સમજ અને કથનના આધારે મૂલ્યાંકન કરવું પડે. મૂલ્યાંકનએ સતત ચાલતી પ્રક્રિયા છે. જે સર્વગ્રાહી હોવી જરૂરી છે. આ શિક્ષક આવૃત્તિમાં આપેલ એકમો, પ્રવૃત્તિમાં વાતચિત, વાર્તાકથન, પ્રશ્ર્નોતરી, ચિત્ર વર્ણન, રમતો, નાટ્યકરણ જેવી વિવિધ પ્રવૃત્તિઓ વખતે મૂલ્યાંકનની તકો મળે છે. ભાષા રમતોથી અર્થપૂર્ણ પરિસ્થિતિ પેદા થાય અને અંગ્રેજીમાં વાતચિતને પ્રોત્સાહન મળે છે.

બાળક સાંભળતાં-સાંભળતાં સમજવા લાગે અને પછી બોલવા લાગે !!

1 2 5

નાના બાળકને સૌ પ્રથમ શ્રવણ-કથનથી જ શિક્ષણ પ્રક્રિયામાં જોડવો જોઇએ. અનુવાદ પધ્ધતિથી ભાષા શીખવી ન શકાય. વ્યાકરણ આધારીત ભાષા શીખવવાનો પ્રયાસએ શીખવાની અને શીખવવાની પ્રવૃત્તિને નિરસ કરી નાંખે છે, માટે તેને શિક્ષકે ટાળવું જોઇએ. એક્શન સોંગ કે પ્રેયરનો હેતું તે સાંભળે અને પછી બોલતું થાય તેવો છે, બાદમાં તે રાઇમ સમજીને તે મુજબ ગાન કરે છે.

નાનું બાળક ગાતા-ગાતા તેની સાથે તે ધીમેધીમે સમજ કેળવે છે. ભાષા શિક્ષણમાં વાર્તાકથનની એક મોટી અસર છે. ભાવવાહી વાર્તાકથનથી શ્રવણ-કથનનો વિકાસ થાય છે. ભાષા કોઇપણ શીખવી હોય તો તેના મુખ્ય ચાર કૌશલ્યો મહાવરો અને ક્ષમતા સિધ્ધ થવી જોઇએ જેમાં શ્રવણ, કથન, વાંચન અને લેખન છે. વિદ્યાર્થીઓને ગમતી પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને હસતાં-રમતાં આવડે તેવો પ્રયાસ શિક્ષકોનો હોવો જોઇએ. ભાષા શિખવવાનું પ્રથમ સ્ટેપ જ વધુને વધુ શ્રવણ કરાવવું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.