‘લોક સાહિત્ય એટલે સારૂ જીવન જીવવાની જડીબુટ્ટી’: લોક સાહિત્યકાર અશ્વિન પ્રજાપતિ

હસાવવાથી લોકોના અનેક દુ:ખો ભુલાઇ જાય છે જેથી હસાવવા જેવું બીજુ પૂણ્ય નથી

હું વસ્તુ સૌથી મોંઘી અને જાજરમાન વહેચું છું કોઈ ઈમાન વેચે છે, હું મુશ્કાન વહેચું છું

નાની એવી ભાંગેલ-તૂટેલ કેબીનમાં પાના-પકકડ-હથોડી જેવા સાધનો રાખી બાઈક-મોપેડ-સ્કુટર વગેરે દ્વિચક્રી વાહનોનું રીપેરીંગ કામ કરી પેટીયુ રળતા રળતા લોક સંગીત ક્ષેત્રનાં કલાકારનો સંગ થયો અને બસ કલાકાર બનવાની લગની લાગી અને કલાક્ષેત્રમાં જંપલાવ્યું જોકે આર્થિક સ્થિતિ સામાન્ય, ધંધો ચાલે ન ચાલે છતાં પરિવારનું પોષણ કરવાની માથે મોટી જવાબદારી આ બધુ સાચવતા કલાક્ષેત્રે કરેલી મહેનત રંગ લાવી અને આખરે સ્ટેજ મળ્યું ખરૂ. જોકે કલાકાર કોઈ નાનો કેમોટો નથી કલાકાર એ કલાકાર જ છે.

તો આવો…આજ એ કલાકાર કે જેણે લોકસાહિત્ય-હાસ્યરસ ક્ષેત્રે કાઠું કાઢ્યું છે. તે કલાકાર અશ્વિનભાઈ પ્રજાપતિ કે જેનો જન્મ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પીખોર ગામમાં સામાન્ય પરિવારમાં થયેલ પપ્પા દામજીભાઈ પણ ભજનના રંગે રંગાયેલા હતા. ધાર્મિક પ્રસંગોમાં નિકળતી શોભાયાત્રામાં કમર પર તબલા બાંધી વગાડી અને કિર્તન-ભજનમાં સહયોગ આપતા. મોટાભાઈ કાનજીભાઈ એ ગ્રેજયુએટ, (વીથ ઈગ્લીશ) સુધી અભ્યાસ કર્યો પરંતુ ભજન પ્યાસી આત્મા હોય આખરે જૂનાગઢ પાસેનાં આશ્રમમાં રહી આજ પણ સાધુ સંતોની સેવા કરી આનંદ અનુભવ કરે છે. માત્ર ૭ ધોરણ સુધીનો અભ્યાસ કરી વાહન રીપેરીંગનું કામ સીખી લીધા બાદ જૂનાગઢના બીલખારોડ પર નાની ખખડધજ કેબીનમાં ગેરેજ શરૂ કર્યું દરમિયાન અનેક કલાકારોનો સંપર્ક પણ થયો. પરંતુ ધંધો અને કલાના વિકાસ માટે રાજકોટને કર્મભૂમિ બનાવી બસ પછી તો ધંધો અને કલા બંનેએ સાથ આપ્યો હોય તેમ અશ્વિનભાઈ પ્રજાપતિ પા-પા પગલી કરતા કરતા આજ ધીમી ચાલે દોડવા લાગ્યા છે. આપની કલાયાત્રાની શરૂઆત કયાંથી અને કયારે થઈ? નઅબતકથના આ પ્રશ્ર્નનો પ્રત્યુતર આપતા અશ્વિનભાઈએ જણાવ્યુંકે મારા મિત્ર અને કલાગુરૂ જૂનાગઢના પ્રસિધ્ધ કલાકાર ઈશાકભાઈ નોતીયાર કે તેઓ મને ૩૦ વર્ષ પહેલા ભીખુદાન ગઢવી, હાસ્ય કલાકાર રમણીક દુધરેજીયા સહિતના કલાકારોનાં કાર્યક્રમમાં લઈ જતા કલાકારોનું માન-સન્માન, લોકચાહના વગેરે જોઈ મને પણ કલાકાર બનવાની જંખના જાગી અને મરા કલાગુરૂ પણ કહેતા કે અશ્વિનભાઈ મકકમતા હોય તો કોઈ પણ ક્ષેત્રે પ્રગતિ થાય અને સૌ પ્રથમ મેં લોકસાહિત્યમાં ઓઢો જામ અને ચારણ ક્ધયા કંઠસ્થ કરી લીધી અને કાર્યક્રમોની બેઠકોમા કલા પીરસવાનું શરૂ કર્યું જેમાં શ્રોતાઓનો સહયાગે અને પ્રેમ મળવા લાગ્યો ત્યારથી મારી કલાયાત્રાની શરૂઆત થઈ. લોક સાહિત્ય અને હાસ્યરસ વિષે અબતકને જણાવતા અશ્વિનભાઈએ કહ્યું કે મારી દ્રષ્ટીએ લોકસાહિત્ય એ સારૂ જીવન જીવવાની જડીબુટ્ટી છે. જયારે હાસ્યરસની વાતમાં જાણે એમ છે કે વર્તમાન સમયમાં માણસને હસાવવાનું કામ ખૂબજ અધરૂ છે. છતાં અધરો વિષય એટલે જ લીધો છે કે હસાવવાથી લોકોનાં અનેક દુ:ખો ભુલાય જાય છે. જેથી હસાવવા જેવું બીજુ પૂણ્ય નથી એવું હું માનું છું.

‘અબતક’ સાથેની મુલાકાતમાં અશ્વિનભાઈએ પોતાના આ ક્ષેત્ર શરૂઆતમાં પ્રસિધ્ધ લોકસાહિત્યકાર, હાસ્ય કલાકાર ગુલાબદાન બારોટ તથા રમુજનો રાજા હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમા અશોક ભાયાણી વગેરેનો ખૂબ સહયોગ મળ્યો છે. અને મલે છે. વિવિધ ધાર્મિક ચેનલોમાં વીર ચાંપરાજ વાળો, જોકસનું વાવાઝોડુ તથા ખાટી રબડીના ટાઈટલ તેમજ ટુંક સમયમાં હજુ બીજા બે ટાઈટલ રજૂ થવાના છે. જેનો તમામ યશ ગુણવંત ચુડાસમાના ફાળે જાય છે અને અંતમાં કહું તો હું વસ્તુ સૌથી મોંઘી અને જાજરમાન વહેચું છું, કોઈ ઈમાન વેચે છે. હું મુશ્કાન વહેચું છું.