Abtak Media Google News

આ તહેવાર ગુજરાતની અસ્મિતા અને ઓળખાય છે: નવરાત્રી આદ્યશકિત મા અંબાની ઉપાસનામાં ઉજવવામાં આવે છે: નવ દિવસ દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા પૂજાપાઠ અને ચંડી પાઠ કરવામાં આવે છે

નવરાત્રીએ એકતા અને અસત્ય પર સત્યનો વિજયનો પ્રતિક રૂપ તહેવાર છે માતાના નવરૂપનું પુજન એટલે નવ-રાત્રી: પ્રાચીન ભારતમાઁ ગુજરાત રાજયમાંથી ઉદભવેલો આ તહેવાર આજે સમગ્ર દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે

આજથી નવલા નોરતાનો પ્રારંભ થઇ રહ્યો છે. એક અંદાજ મુજબ લગભગ 6 હજાર વર્ષ પહેલા પ્રથમવાર આ તહેવાર ઉજવવાનું શરુ થયું હતું. એટલે કે પ્રાચીન પરંપરામાં આપણા ગુજરાતમાંથી તેનો પ્રારંભ થયો હતો જે આજે સમગ્ર દેશ અને વિદેશોમાં પ્રચલિત છે. આપણા ગરબા અને દાંડીયારાસ વિશ્ર્વભરમાં જાણિતા છે અને આપણી ગુજરાતી ઓળખાણનું ગરબા આભુષણ ગણાય છે. દુનિયામાં સતત નવ દિવસ ઉજવાતો લાંબો તહેવાર કદાચ નવરાત્રી જ હશે. અગત્યની વાતમાં આ તહેવારમાં બાળ થી મોટેરા ઉત્સાહ ઉમંગથી જોડાય છે. કાઠિયાવાડની આન-બાન અને શા એટલે નવરાત્રી આ તહેવાર ગુજરાતની અસ્મિતા અને ઓળખાય છે.

જાુના જમાનામાં શેરી-ગલ્લીએ ગરબી જોવા મળતી સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ચોરા પાસે એક ગરબી થતી હતી. ધીમે ધીમે વિકાસના પગલે પાર્ટી પ્લોટમાં વિશાળ આયોજનો આજે થવા લાગ્યા છે. નવરાત્રી ઉત્સવના બે પ્રકારોમાં પ્રાચીન ગરબા અને અર્વાચિન ગરબા મુખ્યત્વે હોય છે. નવરાત્રી એકતા અને અસત્ય પર સત્યનો વિજયનો પ્રતિકરુપ તહેવાર છે. આપણા દેવી સંપ્રદાય મુજબ વરસમાં ચાર નવરાત્રી આવે છે જેમાં આ આસો મહિનાની નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. આપણે ઉત્સવ પ્રિય પ્રજા હોવાથી તમામ તહેવારો ઉત્સાહ ઉમંગથી ઉજવવીએ છીએ. જયાં જયાં ગુજરાતી વિશ્ર્વમાં વસવા લાગ્યો ત્યાં આ તહેવારો પણ ઉજવવા લાગ્યા છે. અમેરિકા, બ્રિટન, કેનેડા જેવા વિવિધ દેશોમાં નવરાત્રી ધુમધામથી ઉજવાય છે.

1 9

નવરાત્રમાં આદ્યશકિત માઁ અંબાની ઉ5ાસના કરવામાં આવે છે. દેવીએ શકિતનું સ્વરુપ છે અને તેના વિવિધ નવરુપોની પુજા-અર્ચના કરાય છે. આ નવ દિવસ દેવી-દેવતાને પ્રસન્ન કરવા આરાધના કરવામાં આવે છે. માનવીય સ્વભાવના ત્રણ ગુણો તમો, રજો અને સત્વગુણ ઉપર વિજય મેળવીશકિતની આરાધના કરાય છે. નવરાત્રી બાદ દશમાં દિવસ જીતના પ્રતિક રુપે વિજયાદશમી તહેવાર ઉજવાય છે.

આ તહેવારમા માતાના નવા સ્વરુપોના પુજન સાથે હિન્દુ ધર્મમાં મુખ્યત્વે ગણપતિ, વિષ્ણુ, સૂર્ય, મહાદેવ, આદ્યશકિતમા દુર્ગા વિગેરેનું સ્થાન ઉપર છે. દરેક જીવાત્માના જીવનમાં પિતા કરતાં માતાનું સ્થાન વિશેષ હોય છે. આપણા વિશ્ર્વ-વિખ્યાત બનેલા ગરબાઓ નવરાત્રી પુરતા હવે સિમિત રહ્યા નથી તે હવે શુભ પ્રસંગોએ, શરદપુનમ, વસંત પંચમી, હોળી જેવા દરેક તહેવારોમાં મહિલાઓ ઉમળકા ભેર રમવા લાગે છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યો છે. ગરબામાં ર7 દ્રિદ્ર બ્રહ્માંડના ર7 નક્ષત્રો ગણાય છે. એક નક્ષત્રને ચાર ચરણ હોવાથી તેના ગુણાંકથી 108 અંક આવે છે તેથી આપણે 108 પ્રદક્ષિણા કરીએ છીએ.

નવરાત્રી અને ગરબા સાથે ઘણી દંત કથા જોડાયેલી છે. બ્રહ્મા-વિષ્ણુ અને મહેશે તેમની શકિત જોડીને દેવી દુર્ગાનું સર્જન ન કર્યુ હતું અને દેવી અને મહિષાસૂર વચ્ચે નવ દિવસ યુઘ્ધ ચાલેલું આ વિજય બાદ આપણે દશેરા ઉજવી એ છીએ. નવરાત્રીનો તહેવાર સમગ્ર  ભારતને એક સૂત્રમાં બાંધે છે દર વર્ષે  ઉજવાતી નવરાત્રીનામાં સંગીત, નૃત્ય, પોશાકમાં નવીનતા જોવા મળે છે પણ આપણી પરંપરા અને સંસ્કૃતિ આજે પણ અકબંધ છે.

આપણાં હિન્દુ ધર્મમાં પ્રથમ નોરતે ઘટ સ્થાપન કરીને દેવીનું આહવાન કરવામાં આવે છે, જે પુજન નવદિવસ ચાલે છે. આ નવ દિવસોમા દુર્ગાના નવસ્વરુપોનું ક્રમિક એક-એક સ્વરુપનું પુજન કરવામાં આવે છે. તામિલનાડુ અને બંગાળ જેવા દેશના વિવિધ રાજયોમાં પણ નવરાત્રી ઉજવાય છે. વસંત, અષાઢ, આસો, પોષ, માઘ નવરાત્રી પણ ઉજવાય છે. શકિતના નવસ્વરુપોમાં દુર્ગા, ભદ્રકાલી, અંબા, જગદંબા, અન્નપૂર્ણા,, ભૈરવી, ચંડી, લલિતા, ભવાની જેવી શકિતનુ પુજા કરાય છે.

આજે પ્રથમ દિવસે માતા શૈલ પુત્રીની પુજા કરાશે. તે હિમાલય રાજની પુત્રી છે, માતાના આ સ્વરુપની સવારી નંદી છે. જમણા હાથમાં ત્રિશુલ અને ડાબા હાથમાં કળમનું ફૂલ છે. પ્રથમ નોરતે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવાનું વિશેષ મહત્વ છે.

જુના જમાનામાં નવરાત્રી સમયે નવ દિવસ માથે ગરબો મૂકી ઘેર ઘેર ગાવા જતી બાળાઓનું દ્રશ્ય ખુબ જ સુંદર હતું. સાંજ પડતીને બાળ જગદંબાઓ આખી શેરી-ગલ્લીઓમાં ઘેર ઘેર જઇને ગરબામાં તેલ પુરાવવાના ગીતો ગાતી હતી. દુકાનવાળાઓ પણ બાળાને રોકડા પૈસા, ચોકલેટ આપતા હતા. અહિ કેટલાક એ સમના ગરબા ગીતો વાંચકો માટે પ્રસ્તુત છે.

* ગરબડીયો ગોરાવો ગરબે જાય રે મે લાવો રે…..

* એક દડો ભાઇ બીજો દડો, ત્રીજે તોરણ બાંધ જો….

* ચાંદા ચાંદાની રાત, ચાંદો કે ‘દિ ઉગશે રે…..

* એક ના એકવીસ રે ગોરી ગરબો આવ્યો….

આવા સુંદર ગીતો ગાયને ઘોઘો અને ગરબો ફેરવતા હતા. નાની બાળાઓ ઉત્સાહ- ઉમંગ સાથે એક મેકના સથવારે અનેરો નવરાત્રી મહોત્સવ  ઉજવતી હતી. લ્હાણીના દિવસે તો આખુ ગામ ભેગુ થઇને બાળાઓને પ્રોત્સાહન આપતા હતા.કાઠિયાવાડની આન – બાન  અને શાન એટલે નવરાત્રી: આ તહેવાર ગુજરાતની અસ્મિતા અને ઓળખાણ છે.

નવરાત્રીનો ઉત્સવ

રંગ હોય, ઉમંગ હોય, ગરબા અને ગીત હોય, ઢોલ-નગરાને શરણાઇ હોય, સુરિલા સાજીંદા સંગ હોય,  અજવાળી રાતલડીમાં પરિવારજનોનો સંગ હોય

ગરબાનું મહત્વ

મૂળ ગુજરાતનો ઉજવાતો નવરાત્રી તહેવાર આજે સમગ્ર દેશ સાથે વિશ્ર્વભરમાં ઉજવાય છે. આસો મહિનાના શુકલ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન સતત નવ દિવસ ગરબા ગવાય છે. અંબા, મહાકાળી અને ચામુંડા વિગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે. ગરબા રાસ ઉપરાંત કાણાવાણી મટકીની અંદર જયોત મુકીને બનાવાતા દિવાઓ ને પણ ગરબો કહેવાય છે.

નવરાત્રી નવદુર્ગા સ્વરૂપ અને કુળદેવીને ધરાવવાની પ્રસાદી

  • નોરતું 1 – શૈલ પુત્રી – નૈવેદ્ય – રવાનો શીરો
  • નોરતું  ર – બ્રહચારિણી – નૈવેદ્ય – સાકર
  • નોરતું  3 – ચંદ્રઘંટા – નૈવેદ્ય – ગાયનું મીઠું દુધ
  • નોરતું 4 – કૂષ્માંડા – નૈવેદ્ય – માલપુવા
  • નોરતું પ – સ્કંદમાતા – નૈવેદ્ય – કેળા
  • નોરતું 6 – કાત્યાયની – નૈવેદ્ય – મઘ
  • નોરતું 7 – કાલરાત્રી – નૈવેદ્ય – સુખડી
  • નોરતું 8 – મહાગૌરી – નૈવેદ્ય – આખુ શ્રીફળ મુકવું અને દશેરાના  વધારવું
  • નોરતું 9 – સિઘ્ધિદાત્રી – નૈવેદ્ય – ખીર

વર્ષમાં ચાર વખત નવરાત્રી આવે !!

  •  મહાસુદ એકમથી નોમ
  •  ચૈત્ર સુદ એકમ થી નોમ
  •  અષાઢ સુદ એકમથી નોમ
  • અને આસોસુદ એકમથી નોમ

(આ ચાર નવરાત્રીમાં આસો માસની નવરાત્રીનું વિશેષ મહત્વ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.