યાત્રાધામ દ્વારકામાં હદય યોજના અંતર્ગત લાખોના ખર્ચે દ્વારકાની મહાપ્રભુંજી બેઠક પાસે આવેલ પૌરાણીક હરીકુંડના લોકાર્પણ પહેલાજ અવદશા તેમજ ગંદકી અને અણધડક આયોજનથી કુંડ બનાવેલના અહેવાલો અખબારોમાં પ્રસિધ્ધ થતા તેમજ રૂપાણી દ્વારકામાં આવાની બિકે પાલીકાએ કરેલ કુંડની ગેરરીતી છતી થવાના બિકે યુધ્ધના ધોરણે નગર પાલીકા તંત્ર દ્વારા નવ થી દસ માણસો દ્વારા કુંડને સાફ સફાઇ કરવાનું કામ હાથ ધર્યું છે ઉલ્લેખીયન છેકે કુંડ પાછળ હદય યોજનામાંથી ૯૦ લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યો છે એ કામ અણધડક કામ કર્યું હોવાથી કુંડમાં દરિયાના પાણી ભરતી સમયે કુંડમાં પાણી આવે છે પણ ઓટ સમયે કુંડમાંથી પાણી જતું ન હોવાથી કુંડમાં ગંદુ પાણી એકત્ર થાય છે તેમજ ગંદકી થઇ જતી હોવાથી બેઠકજીમાં આવેલ વૌષ્ણોવો સ્નાન કરી શકતા નથી.