દામનગરમાં અન્નૌત્સવની ઉજવણી: સ્થાનિક અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિમાં રાશન કીટનું વિતરણ

 નટવરલાલ જે ભાટીયા,દામનગર  

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજય સરકારે પાંચ વર્ષ પુર્ણ થયાના અવસરે આજે રાજયભરમાં અન્નોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે પંડિત દિન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર સંચાલકો અને વહીવટી તંત્ર દ્વારા આજે દામનગર ખાતે અન્નોત્સવ યોજવામાં આવ્યો હતો.

આ અન્નૌત્સવમાં પ્રધાનમંત્રીનું વર્ચ્યુન માર્ગદર્શન અન્નની મહતા સાથે કરોડો દેશીવાસી ઓને અન્ન સુરક્ષા ની ખાત્રી  બેનમૂન વિતરણ વ્યવસ્થા થી અવગત કર્યા. ગુજરાત સરકાર દ્વારા સાડા ત્રણ કરોડ પરિવારો ને રેશન કાર્ડ સાથે આધાર લીક કરી અન્ન પુરવઠા વિતરણ વ્યવસ્થા સંગીન બનાવી તે અંગે ખુશી વ્યક્ત કરી.અસંખ્ય લાભાર્થી ગ્રાહકો સાથે પ્રધાન મંત્રી મોદી એ અન્નૌત્સવ અંગે સંવાદ કર્યો.

દામનગર શહેરમાં અન્નૌત્સવ કાર્યક્રમમાં નાયબ મામલતદાર ત્રિવેદી પાલિકા તંત્ર સહિત સ્થાનિક અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિમા રેશન કાર્ડ ધારક લાભાર્થીઓને અન્ન કીટ અર્પણ કરાય હતી. પીએમનો વર્ચ્યુલ અન્નૌત્સવ સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો અને  શહેરમાં આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યય ગ્રાહક ભંડાર ના સંચાલકો દ્વારા ઉપસ્થિતિ રેશન કાર્ડ ધારક ગ્રાહકોને અન્ન પુરવઠાની રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી.