Abtak Media Google News

વાળ્યા વળે નહીં તે હાર્યા વળે

ઈન્સ્ટાગ્રામ, ટીકટોક અને વોટ્સએપ ઉપર પર આરોગ્યને લગતા વીડિયોની ભરમાર: હેન્ડ સેનીટાઈઝર જરૂરી વસ્તુઓનો ભાગ બની ગયુ

ભારતમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા ખોરાક અંગે સદીઓથી પ્રણાલીઓ ચાલી આવે છે. અમુક ખોરાક અમુક સમયે ખાવો જ જોઈએ, અમુક ખોરાક અમુક સમયે ન ખાવો જોઈએ અને અમુક ખોરાક અન્ય ખોરાક સાથે ભેગો ન ખાવો જોઈએ તેવા નીતિ નિયમોનું પાલન વર્ષોથી થતું હતું. હવે મહામારીએ જીવનશૈલી બદલાવી ફરીથી રોગપ્રતિકારક શક્તિ આપતા ખોરાક તરફ લોકોને વાળ્યા છે. વર્તમાન સમયે લોકો બિસ્કીટ, મીઠુ, પાણી અને ખાખરામાં પણ રોગપ્રતિકારક શક્તિ શોધતા થયા છે. તેના પરિણામે એફએસએસએઆઈને ગાઈડ લાઈન જાહેર કરવી પડી છે.

રોગપ્રતિકારક શક્તિ વધારતી પ્રોડકટનો દાવો છેક એફએસએસએઆઈ સુધી પહોંચ્યો છે. પરિણામે એફએસએસએઆઈ દ્વારા ઈ-ઈન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે. અરજીઓનો ભરાવો થતા થોડો સમય લાગશે. તેવું પણ જણાવાયું છે. વર્તમાન સમયે ઈન્સ્ટાગ્રામ, ટીકટોક, વોટ્સએપ સહિતના પ્લેટફોર્મ પર ચવનપ્રાશ, બ્રાન્ડેડ મીઠુ અને હેલ્થબાર અંગે પણ જાગૃતિનો ધોધ વહી રહ્યો છે. જેના પરિણામે આવા ઉત્પાદનો બનાવતી કંપનીઓના વેંચાણમાં બે ગણો વધારો થયો છે.

નોંધનીય છે કે, લોકો હવે હાઈઝીન ફૂડ તરફ વધુ પ્રાધાન્ય આપતા થયા છે. આયુર્વેદ તરફ વિશ્ર્વાસ વધ્યો છે. એકાએક આયુર્વેદિક પ્રોડકટના વેંચાણમાં આવેલો ઉછાળો લોકોમાં આવેલી જાગૃતિનો દાખલો આપે છે. વર્તમાન સમયે લોકો હેન્ડ સેનીટાઈઝરને પણ પ્રાધાન્ય આપી રહ્યાં છે. એક રીતે એમ કહી શકાય કે, હેન્ડ સેનીટાઈઝર જરૂરીયાતની વસ્તુમાં સમાવિષ્ટ થઈ ગયું છે.

તાજેતરમાં કેટલીક કંપનીઓએ શાકભાજી અને ફ્રૂટને સાફ કરતી પ્રોડકટ બજારમાં મુકી હતી. એકાએક આ પ્રોડકટના વેંચાણમાં પણ ધુમ વધારો થયો હતો. આવી જ રીતે આઈટીસી સહિતની જાણીતી કંપનીએ પણ સાફ સફાઈ માટેની પ્રોડકટનું ધુમ ઉત્પાદન શરૂ કરવાનો નિર્ધાર કર્યો છે. ૫૬ ટકા લોકોએ સ્વીકાર્યું છે કે, તેમણે હેલ્ધી અને ઓર્ગેનીક ફૂડની ખરીદીમાં બજેટ વધાર્યું છે. રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે લોકોના વ્યવહાર પાછળ સોશિયલ મીડિયા જવાબદાર છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા પાછળના કિમીયા સર્ચ કરવાનું પ્રમાણ વધ્યું છે. આ પ્રમાણ છ ગણુ થયું હોવાનું ગુગલના આંકડા કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.