Abtak Media Google News

છ ટ્રિલિયન ડોલરની ચાઇનાની ક્ધઝ્યુમર માર્કેટથી ભારત કેટલા અંશે દૂર રહી શકશે

 

અબતક, નવીદિલ્હી

કોઈ પણ દેશનો આર્થિક વિકાસ ત્યારે જ શક્ય બની શકે જ્યારે વૈશ્વિક ફલક ઉપર દે અન્ય દેશો સાથે વ્યાપારી કરી શકતો હોય ત્યારે હાલના તબક્કે ભારત અને ચાઇના વચ્ચેના જે વ્યાપારિક સંબંધો છે તે ઘણા ખરા અંશે મર્યાદિત છે પરંતુ ભારતે એ વાત કોઈ દિવસ અવગણી ન શકે ચાઇના પાસે છ ટ્રિલિયન ડોલર ની ક્ધઝ્યુમર માર્કેટ છે જો તેને પહોંચી વળવા માં ભારત સફળ થાય તો જે આર્થિક પ્રશ્નો ઉદભવી થઈ રહ્યા છે તે પણ ન થાય. બીજી કઈ તરફ ભારતે આરસીઇપી સમિટમાં થી પણ પોતાનું નામ ખેંચી લીધું છે ત્યારે સૌથી મહત્વપૂર્ણ વાત તો એ છે કે આ એ દેશોનો સમૂહ છે કે જે ખૂબ આર્થિક રીતે સદ્ધર છે અને તેઓ સ્થાનિક માર્કેટને વધુ વેગવંતુ બનાવવા માટે સતત કાર્ય કરતું હોય છે.

એક તરફ ભારત પાંચ મિલિયન ડોલરની ઇકોનોમી એ પહોંચવા માટે જે મહેનત કરી રહ્યું છે તેને ત્યારે જ શક્ય બનાવી શકાશે જ્યારે વિદેશી દેશો સાથે ભારતના વ્યાપારિક સંબંધો વધુ મજબૂત થાય એટલું જ નહીં ચાઇના ને અવગણના કરવી એ પણ ભારત માટે હાલના તબક્કે સહેજ પણ યોગ્ય નથી. કોરોના ની વિકટ પરિસ્થિતિને ધ્યાને લઇ સમગ્ર વિશ્વ પર તેની અસર પહોંચી રહી છે ત્યારે જો કોરોના ને એક તરફ મૂકવામાં આવે તો સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ફરી પાટા ઉપર ચડી છે અને જો આ સ્થિતિ આવનારા સમયમાં યથાવત રહે તો ભારત સહિત વિશ્વના અન્ય દેશો માટે ચિન્હ ખૂબ ઉપયોગી સાબિત થશે.

વૈસ્વીક સ્થિતિએ  ભારતનો વિકાસ 37 ટકાથી વધુ એક જ માસમાં જોવા મળ્યો છે જેના ધ્યાને લઇ લેવા સ્પષ્ટ થઈ રહી છે કે ભારતની આર્થિક સ્થિતિ સુધારા પર છે. અને આવનારા સમયમાં પણ હજી એ જ ગતિએ ભારતનો વિકાસ શક્ય બનશે. ભારત આરસીઈપી એ સોની સમિટમાં થી પોતાનું નામ પરત ખેંચવા માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનું મુખ્ય હેતુ એ છે કે ભારત ચાઇના સામે જે આયાત હતી હતી તેના પર રોકવા માંગે છે પરંતુ ભારત આદેશો ના સમૂહ ને અવગણી શકે તેમ નથી એનું મુખ્ય કારણ એ છે કે હાલ ભારતની આર્થિક સ્થિતિ ખૂબ જ સુધારા પર જોવા મળી રહી છે અને તેને વેગવંતુ બનાવવામાં આવે તે માટે સરકાર દ્વારા તમામ મહત્વપૂર્ણ પગલાઓ પણ લેવામાં આવશે.

આવતા ત્રણ માસમાં નિકાસને માઠી અસર થશે!: આનુસંગિક ઘટકોની અવ્યવસ્થા સર્જાશે

હાલ કોરોનાની વકરતી સ્થિતિને ધ્યાને લઇ ચાઇના અને હોંગકોંગમાં અનેક પ્રકારે નિયંત્રણ લાદી દેવામાં આવ્યા છે ત્યારે ઉત્પાદન બંધ રહેતાં જે અનૂસંગિક ઘટકો છે પર માઠી અસર નો સામનો કરવો પડશે અને તે મુદ્દે અવ્યવસ્થા પણ સર્જાશે. જો યોગ્ય રીતે આનુસંગિક ઘટકો અને વ્યવસ્થા રૂપ અથવા તો સુચારુ રૂપથી ચલાવવામાં નહીં આવે તો આવતા ત્રણ મહિના દરમિયાન સપ્લાય ચૈનમાં ખૂબ અસ્તવ્યસ્તતા જોવા મળશે. માટે જરૂરી એ છે કે જે ઉત્પાદક કંપનીઓ ઉત્પાદન કરી રહ્યા છે તે તેમનો જથ્થો યથાવત રાખે જેથી જરૂરી સમયે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉદ્ભવીત ન થાય. જો યોગ્ય વ્યવસ્થા ઘટકો માટે નહીં કરાઈ તો ઘણા પ્રશ્નો ઉભા થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.