નિજાનંદ માટે દરેકે પોતાના માટે કોઈને કોઈ કળા કે શોખ કેળવવો જોઈએ: રાજુ ભાર્ગવ

કળાના ઈતિહાસમાં આ પ્રકારના હસ્તાક્ષર સાથેના લાઈવ સ્કેચનો સંગ્રહ લાવનાર નવીનભાઈ પ્રથમ વ્યક્તિ: ભરત યાજ્ઞિક 

નિજાનંદ માટે દરેક વ્યક્તિએ પોતાના માટે કોઈને કોઈ કળા કે શોખ કેળવવા જરૃરી છે. 85 વર્ષની વયે 1500થી વધુ વિવધ ક્ષેત્રોના મહાનુભાવોના લાઈવ સ્કેચની એ પણ તેમના હસ્તાક્ષર સાથેની કૃતિઓ તૈયાર કરીને રાજકોટના આંગણે 19 થી 21 જૂન 2022ના યોજાયેલા ત્રિદિવસીય નિવૃતિનો નિજાનંદ પ્રદર્શન પરથી દરેક લોકોએ નિજાનંદ માટેની પ્રેરણા લેવી જોઈએ એમ રાજકોટના પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવએ આ પ્રદર્શનને ખુલ્લું મૂકતા જણાવ્યું હતું.

ત્રીદીવસીય નિવૃત્તિ નિજાનંદ પ્રદર્શન હજારોએ માણ્યું

નવીનચંદ્રભાઈ અને તેમના કલારસિક મિત્રો મને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રિત કરવા આવ્યા ત્યારે એમણે 1500થી વધુ વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોના લાઈવ સ્કેચ કરી રૃબરૃ હસ્તાક્ષર લીધા હોવાની વાત કરી ત્યારે મને આ પ્રદર્શન સમારંભમાં જવાની ઉત્તસુકતા થઈ આવી હતી.

રાજકોટના કલાજગતના કલાકારો સાથે સંગાથ માણવાનો આ ઉત્તમ અવસર છે એવી લાગણીએ મેં નક્કી કરી લીધું કે મારે આ પળને જરૃર માણવી છે. જ્યારે મેં આ પ્રદર્શન જોયું ત્યારે મને ખરેખર થઈ આવ્યું કે વ્યક્તિએ પોતાના માટે સમય કાઢીને જિંદગીને માણવી જરૃરી છે. હું પણ મારા માટે સમય કાઢીને સ્પોર્ટસનો મારો શોખ પૂરો કરૃ છું.

આ સાથે રાજકોટના કલા જગતના ભરતભાઈ યાજ્ઞિક, શ્રીમતી રેણુબેન યાજ્ઞિક, ભૂપતભાઈ લાડવા, ઉમેશભાઈ કીયાડા, મહેન્દ્ર પરમાર, વિરેષ દેસાઈ, અનુપમ દોશી, જનાર્દન આચાર્ય સહિતના નામી કલાકારોને મળીને આ રાજકોટની કલારસિકોને મળીને આનંદની લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

19 થી 21 જૂન 2022 સુધી શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી-રેસકોર્ષ રાજકોટ ખાતે યોજાયેલા આ પ્રદર્શન પ્રસંગે ગુજરાત ગૌરવ પુરસ્કૃત ભરતભાઈ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, નિવૃતિમાં અમે આટલી પ્રવૃતિ કરીએ છીએ એટલે આટલા તંદુરસ્ત છીએ. કલાકારો માટે નિવૃતિ બાદ પણ પ્રવૃતિ રહે છે.  નવીનચંદ્રભાઈની નિવૃતિમાં નિજાનંદની પ્રવૃતિને બિરદાવતા તેમણે જણાવ્યું હતું કે, રાજકોટના ઈતિહાસમાં આ પ્રકારના 1500થી વધુ સ્કેચ એ પણ હસ્તાક્ષર સાથેનો સંગ્રહ 85 વર્ષની વયે પણ પ્રવૃત રહીને તૈયાર કરનાર અને પ્રદર્શિત કરનાર અન્ય કોઈ હોવાનું મારા જાણમાં નથી, નવીનભાઈ પ્રથમ વ્યક્તિ છે.