Abtak Media Google News

રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના માતુશ્રી પ્રબોધિકાબાઈ મહાસતીજીનું પ્રવચન યોજાશે

રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના ૪૮માં જન્મોત્સવ નિમિતે આજે  બુધવારે, સવારે ૧૦.૦૦ કલાકે ડુંગર દરબારમાં ચંદનબાળા અઠ્ઠમ તપના પારણા ઉપરાંત ૭૦૦ી વધારે દિવ્યાંગ બાળકો દ્વારા પ્રેરણાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

૨૬૦૦ વર્ષ પહેલા બેડીઓના બંધનમાં જકડાઈને અઠ્ઠમ તપ કરનાર સતી ચંદનબાળા દ્વારા પ્રભુ મહાવીરને બાકુળા વહોરાવવાની જે ઐતિહાસિક ઘટના ઘટી હતી તે ઘટનાને તાદ્રશ્ય કરતી નાટિકાની સુંદર પ્રસ્તુતિ બાદ તે જ ભાવથી બેડીઓના પ્રતિક બંધનમાં જકડાઈને, ત્રિદિવસીય ઉપવાસ, એકાસણા કે આયંબિલનું તપ કરનાર ભાવિકો સતી ચંદનબાળાના પરિવેશમાં હાથમાં સુપડું લઈ પગમાં બેડીઓ અને અશ્રુધારા સાથે પૂજય ગુરુભગવંતોના કરકમલમાં બાકુળા વહોરાવીને અંતરભાવોની અભિવ્યક્તિ કરશે.

રઆ અવસરે વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ, વિરાણી બહેરા મૂંગા સ્કૂલ, જીનીયસ સુપરકીડ્સ, મેન્ટલી રીટાર્ડેડ સ્પેશિઅલ ચાઈલ્ડ માટેની સંસ ‘પ્રયાસ’ નાં બાળકો તેમજ અન્ય અંધ મૂક, બધિર બાળકો રાસ, નૃત્ય, ભક્તિ અને પ્રેરણાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ દ્વારા રાષ્ટ્રસંત પૂજ્યને જન્મદિવસની શુભેચ્છા આપશે.

સવારે ૦૭.૦૦ કલાકે રોયલપાર્ક ઉપાશ્રયમાં દેશ-વિદેશનાં અનેક ભાવિકો રોડ વંદના બાદ પ્રભુભક્તિમાં તરબોળ ઈને ભક્તિના માધ્યમ દ્વારા પોતાનાં પરમ ઉપકારી ગુરુદેવ પ્રત્યેના ભક્તિભાવને પ્રગટ કરશે. રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના માતુશ્રી જેમણે ૨૦ વરસ પહેલા દીક્ષા લીધેલ તેવા પ્રબોધિકાબાઈ મહાસતીજી બુધવારે સવારે ૧૦.૦૦ કલાકે પ્રવચન આપશે તા બા સ્વામીનાં રાષ્ટ્રસંત પૂજ્ય પ્રત્યેના અંતર ભાવોને વ્યક્ત કરતી નાટિકા એક મા પ્રસ્તુત શે.

વિશેષમાં રાષ્ટ્રસંત પૂજયના જન્મોત્સવ અવસરે તા.૨૬ થી ૩૦ સપ્ટેમ્બર પંચ દિવસીય વિશિષ્ટ માનવતાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પરમ ઉપકારી રાષ્ટ્રસંત પૂજયના જન્મોત્સવ અવસરે ઉપકારવંદના અર્પણ કરવા સર્વ કાર્યક્રમોમાં સર્વને પધારવા સંઘ હાર્દિક આમંત્રણ પાઠવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.