Abtak Media Google News

અંતિમ બે દિવસમાં મતદારોને રીઝવવા ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું: ઓખીના આક્રમણ બાદ હવે નેતાઓનું પ્રચાર વાવાઝોડું

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી આગામી ૯ ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયના ૧૯ જિલ્લાઓની ૮૯ બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે આવતીકાલે સાંજે ૬:૦૦ કલાકે પ્રથમ તબકકાના મતદાન માટે પ્રચાર-પડઘમ શાંત થઈ જશે. ઓખી વાવાઝોડાના આક્રમણ બાદ હવે ચૂંટણી પ્રચારના છેલ્લા બે દિવસમાં તમામ રાજકીય પક્ષના નેતાઓ પ્રચારનું વાવાઝોડુ ફુંકશે. મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સહિતના સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવી પહોંચ્યા છે.

ચૂંટણીપંચના નિયમાનુસાર મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પૂર્વે પ્રચાર પ્રસારના ભુંગડા શાંત કરી દેવાના હોય છે. પ્રથમ તબકકામાં સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ સહિત રાજયના ૧૯ જિલ્લાઓની ૮૯ બેઠકો માટે મતદાન યોજાવાનું છે ત્યારે ગુરુવારે સાંજે ૫:૦૦ કલાકે પ્રચારના ભુંગડા શાંત થઈ જશે. ત્યારબાદ છેલ્લા બે દિવસ મતદારોને મનાવવા માટે રાજકીય પક્ષોના આગેવાનો અને ચૂંટણી લડતા ઉમેદવારો બંધ બારણે બેઠકનો ધમધમાટ શ‚ કરી દેશે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં બંને રાજકીય પક્ષોએ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ઓખી વાવાઝોડાના કારણે ગઈકાલે અમિત શાહ, વિજય ‚પાણી અને રાહુલ ગાંધીની સભાઓ રદ થયા બાદ નેતાઓ પર પ્રચારનું ભારણ વધી ગયું છે.

અંતિમ દિવસોમાં મતદારોને રીઝવવા માટે આજથી પ્રચારનું વાવાઝોડું શ‚ થઈ જશે.

બીજા તબકકાના મતદાનમાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે ૧૪મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે જેના માટે ૧૨મી ડિસેમ્બરે સાંજે ૫:૦૦ કલાકે ચૂંટણી પ્રચારના બ્યુગલ શાંત થઈ જશે. કાલે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ૧૯ જિલ્લામાં ચૂંટણીપ્રચાર પડઘમ શાંત થયા બાદ ૭મી ડિસેમ્બરે મતદાન યોજાશે. ત્યારબાદ ફરી નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.