Abtak Media Google News

1લી જાન્યુઆરી 2022થી કાયદાની અમલવારી શરૂ થશે

ભારત અને  ચીન વચ્ચે એલએસીપર તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ચીને  સરહદીય વિસ્તારોમાં સંરક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા સંસદમાં એક નવો ‘જમીન સરહદ કાયદો’ બનાવ્યો છે. જેને મંજૂરી પણ મળી ગઈ છે.

જમીન સરહદ કાયદો અમલમાં આવતાજ  ચીન સરહદની સુરક્ષા મજબૂત કરવા, આર્થિક તથા સામાજિક વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવશે. ચીનના આ નિર્ણય સાથે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે ચાઇના કાઈ પણ પ્રકારના પગલાં હવે લઈ શકશે અત્યાર સુધી વિશ્વમાં એક પણ દેશ દ્વારા જમીન સરહદ કાયદો લાગુ કરવામાં આવ્યો નથી અને માત્ર આંતરરાષ્ટ્રીય લેન્ડ બોર્ડર કાયદો દરેક દેશને લાગુ પડતો હોય છે પરંતુ ચાઇનાના આ નિર્ણય બાદ ઘણી પ્રકારની સમસ્યા ઉભી થઇ શકે છે.

ચીનની  નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિના સભ્યોએ સંસદ બેઠકમાં  આ કાયદાને મંજૂરીની મોહર આપી હતી. ત્યારે આ કાયદો આગામી 2022ની  ૧લી જાન્યુઆરીથી લાગુ થશે.બીજી તરફ કાયદામાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે,  સરહદોની સલામતીને મજબૂત કરવા, આર્થિક અને સામાજિક વિકાસમાં મદદ કરવા, સરહદીય ક્ષેત્રોને ખોલવા,

આ ક્ષેત્રોમાં જનસેવા અને વધુ સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા, તેને પ્રોત્સાહન આપવા અને ત્યાંના લોકોના જીવન અને કામમાં મદદ કરવા માટે દેશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવશે. આ કાયદા હેઠળ ચીનના સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવશે સાથે  નવા કાયદા દ્વારા  સરહદીય શહેરોના બાંધકામ તેમજ સરહદીય વિસ્તારોમાં બાંધકામની ક્ષમતા વધારવા રાજ્યને સહાય કરવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.