Abtak Media Google News

ક્રુડમાં અગાઉથી સ્ટોક: વિદેશી હુંડીયામણ અને આયાત ઘટાડી ભારતે રૂ.૫૭૭૨ કરોડનો વેપાર સરપ્લસ કર્યા

એક તરફ વૈશ્વિક મહામારી કોરોના જે રીતે અન્ય દેશોને આર્થિક રીતે નબળા સાબિત કર્યા છે ત્યારે ભારત દેશ દ્વારા દેશને આર્થિક મજબુતી આપવા માટે અનેકવિધ નવા નિયમો અને વિકાસલક્ષી યોજનાઓને પ્રાધાન્ય આપ્યું છે. વડાપ્રધાન મોદી દ્વારા આત્મનિર્ભર અને સ્વનિર્ભર અભિયાન અંતર્ગત દેશને આર્થિક મજબુતી આપવા માટેનાં જે પગલા લીધેલા છે તે દેશ માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ગત ૧૮ વર્ષથી ભારત દેશ ટ્રેડ સર પ્લસ નહીં પરંતુ ટ્રેડ ડેફીશીટમાં આગળ વધતું હતું અને દેશને જે આવક થતી હતી તેને ખાદ્ય પુરવામાં ઉપયોગમાં લેવાતું હોવાનું પણ ચિત્ર સામે આવ્યું છે. નામાંકિત કંપનીઓ દ્વારા જે આયાત કરવામાં આવતી હતી તેનાથી દેશને અનેકગણો ખર્ચો પણ કરવામાં આવતો હતો પરંતુ હવે સ્થાનિક સ્તર પર અને ઉધોગોને વિકસિત કરવા માટે સરકાર દ્વારા આત્મનિર્ભર અભિયાનને જે વેગ આપવામાં આવ્યો છે તેનાથી કયાંકને કયાંક ભારત ટ્રેડ સર પ્લસ કરવામાં સફળ થયું છે. બીજી તરફ ભારતે સસ્તા ભાવે ક્રુડની ખરીદી કરી અને જે ફોરેન રીઝર્વમાં વધારો કર્યો છે આ તમામ યોજના સરકારની અને વડાપ્રધાનની દુરંદેશીનાં કારણે થયું હોવાનું પણ સામે આવ્યું છે.

જુનનાં પ્રથમ માસમાં ભારતે ૫૮૪૬ કરોડ રૂપિયાનો ટ્રેડ પ્લસ નોંધાવ્યો છે જે ગત ૧૮ વર્ષમાં સૌપ્રથમ વખત આટલો મોટો આંકડો નોંધાયો છે. કોરોના વાયરસનાં પગલે જે પ્રમાણે આયાત વધતી હતી તેમાં પણ ઘટાડો નોંધાયો છે અને જાન્યુઆરી-૨૦૦૨માં ઈન્ડિયાનું ટ્રેડ સર પ્લસ ૧૦ મિલીયન ડોલર રહેવા પામ્યું હતું ત્યારે જો સરખામણી કરવામાં આવે તો ૧૮ વર્ષમાં ૭૮૦ મિલીયન ડોલર એટલે કે ૫૭૭૨ કરોડ રૂપિયાનું ટ્રેડ સર પ્લસ નોંધાયું છે. ભારત દેશમાં કોંગ્રેસ પક્ષનાં શાસન દરમિયાન પણ ટ્રેડ સર પ્લસ થઈ શકયું ન હતું ત્યારે દેશ દ્વારા જે ટ્રેડ સર પ્લસ જોવા મળ્યું છે તેનો શ્રેય વડાપ્રધાન મોદીનાં શીરે જાય છે. કયાંકને કયાંક સરકારની દુરંદેશીનાં પગલે આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. વૈશ્ર્વિક મહામારીની સાથોસાથ વિશ્ર્વનાં અન્ય દેશો દ્વારા જે ચાઈના પર અવિશ્ર્વાસ જોવા મળ્યો છે તેનો ફાયદો પણ અનેકઅંશે ભારત દેશને સાંપડયો છે.

ટ્રેડ સર પ્લસ વધારવામાં બીજુ કારણ એ પણ છે કે, તેલીબીયામાં જે સરકારે ખેડુતો અને ઉત્પાદકોને જે સહાયતા આપી છે તેનાથી નિકાસમાં અનેકગણો વધારો નોંધાયો છે. આવનારા સમયમાં એકસપોર્ટ તેલીબીયા ક્ષેત્રે વધુને વધુ થાય તે માટે સરકાર શીપમેન્ટને ખુબ જ સારી રીતે પ્રમોટ પણ કરી રહ્યું છે. ચાલુ જુન માસમાં તેલની આયાતમાં ૪.૯૩ બિલીયન ડોલરનો ઘટાડો નોંધાયો છે જે ભારતીય કરન્સી પ્રમાણે ૩૬,૪૮૨ કરોડ રૂપિયા હોવાનું ૫ણ સામે આવ્યું છે. એવી જ રીતે એપ્રિલથી જુન માસ દરમિયાન આયાતમાં અનેકગણો ઘટાડો જોવા મળ્યો છે જે એ સ્થિતિનું નિર્માણ કરે છે કે હવે અનેકવિધ કંપનીઓ તથા દેશની અર્થવ્યવસ્થા એકસપોર્ટ આધારીત ચાલતી હોય. ભારતે જે ક્રુડનો જથ્થો એકત્રિત કર્યો છે તે આગામી વર્ષ ૨૦૨૧નાં માર્ચ માસ સુધી કર્યો હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આવનારા સમયમાં લોકોનાં વિકાસ માટે જે વિકાસલક્ષી યોજનાઓને સરકાર પ્રાધાન્ય આપી રહ્યું છે અને તે માટે જે ખર્ચ થશે તેની ભરપાઈ કરવા સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. ટ્રેડ સરપ્લસ થતાની સાથે જ હવે ભારતને વ્યાપાર ક્ષેત્રે ઘણીખરી રાહત પણ મળશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

અંતે યુરોપીયન યુનિયન ભારતનાં શરણે

વર્ષોથી પડતર રહેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને સફળ કરવા અને નિયત સમયમાં શરૂ કરવા યુરોપીયન યુનિયન સંઘ ભારતનાં શરણે આવ્યું છે ત્યારે ફ્રી ટ્રેડ કરાર થકી દેશની આર્થિક સ્થિતિમાં પણ વધારો નોંધાશે અને યુરોપીયન યુનિયનનાં ૨૭ દેશો સાથે વ્યાપારીક સંબંધો પણ મજબુત થશે. બીજી તરફ વૈશ્ર્વિક મારી પહેલા અન્ય દેશો ચીન તરફનો ઝુકાવ જોવા મળતો હતો પરંતુ હવે ભારત દ્વારા જે આશા સેવવામાં આવી છે તેનાથી યુરોપીયન યુનિયન ૭ વર્ષ જુના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે કરારો કર્યા છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થકી યુરોપીયન યુનિયનનાં ૨૭ દેશો ભારત સાથે સપ્લાય ચેઈનની સાથો સાથ ડિજિટલ ઈકોનોમી, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ સહિત અનેકવિધ ક્ષેત્રે મહત્વપૂર્ણ કરારો કરશે. વડાપ્રધાન મોદીનાં જણાવ્યા મુજબ યુરોપીયન યુનિયન સાથે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ રહ્યા છે તે શાંતીપૂર્ણ રીતે થતા વિશ્ર્વ માટે એક ઉતમ ઉદાહરણ પુરુ પાડવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે. ભારતમાં યુરોપનાં ૨૭ દેશો પોતાનાં વ્યવસાયને સ્થાપવા ઉપર પણ રાજી થયા છે તે સીધી જ રીતે દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે અત્યંત મદદરૂપ અને આશીર્વાદરૂપ સાબિત થશે. આતંકવાદ જે રીતે પોતાનો પગદંડો વિશ્ર્વભરમાં સ્થાપિત કરી રહ્યું છે ત્યારે તેને નાથવા માટે પણ યુરોપીયન યુનિયને ભારતનાં સાથની માંગ કરી છે. આ તમામ મુદાને ધ્યાને લેતા ભારત સાથેનાં સ્ટ્રેટેજીક ભાગીદારી ભારત માટે અત્યંત આશીર્વાદરૂપ સાબિત થશે અને ભારત સહિત ૨૭ દેશો માટે વ્યાપારનાં  દ્વાર પણ ખુલશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.