Abtak Media Google News

બાંગ્લાદેશના બંદરે ભારતના ઉત્તર પૂર્વના રાજયોમાં માલ સરળતાથી અને ઓછા ખર્ચે પહોંચશે

ભારતે ૫૫ વર્ષ બાદ ઉત્તર પૂર્વનાં રાજયમાં માલ સામાન પહોચાડવા માટે બાંગ્લાદેશના બંદરનો ઉપયોગ કરવામાં આવ્યો છે ભારતનાં પડોશી બાંગ્લાદેશે મંજૂરી આપ્યા બાદ જહાજ વ્યવહાર શરૂ  કરવામા આવ્યો છે આ દરિયાઈ માર્ગની શરૂ આત થવાથી ઉતર પૂર્વના દેશોમાં આસાનીથી સામાનની આપલે થઈ શકશે વર્ષ ૧૯૭૧ પહેલા બાંગ્લાદેશ એ પાકિસ્તાન સાથે ભળેલું હતુ તેને પૂર્વ પાકિસ્તાન કહેવામાં આવતું હતુ પરંતુ વર્ષ ૧૯૭૧માં પાકિસ્તાનમાંથી છૂટુ પડયા બાદ બાંગ્લાદેશ તરીકે પોતાની સ્થાપના કરી હતી.

બાંગ્લાદેશના દરિયાકિનારે ભારતીય જહાજ માલ સામાનની ઉતરાણ કરવા માટે પરવાનગી આપવામાં આવી છે. ત્યારે બાંગ્લાદેશના દરિયાકિનારેથી ટ્રકોમાં સામાન ભરી ભારતના પૂર્વ ઉતરના રાજયોમાં પહોચાડવામાં આવશે જેનાથી પરિવહન સહેલુ થશે ભારતને ઉતર પૂર્વના રાજયોમાં માલ સામાન પહોચાડવામાં મુશ્કેલીઓ પડતી હોવાથી કેન્દ્રીય જહાજ મંત્રાલય દ્વારા બાંગ્લાદેશ સાથે સંધી કરવામાં આવી છે. આ સંધીથી ભારત અને પાડોશી દેશ બાંગ્લાદેશના સંબંધો વધુ મજબુત થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

૫૫વર્ષના લાંબા અંતરાલ બાદ કલકતાથી ટીએમટી સળીયા ભરેલા ક્ધટેનર સાથેનું માલવાહક જહાજ ગૂરૂ વારેબાંગ્લાદેશના ચટ્ટોગ્રાસ (ચિતાગોંગ) બંદર થઈને અગરતલારવાના કરવામાં આવ્યું હતુ ટીએમટી સ્ટીલ સળીયા અને કઠોળ સહિતની સામગ્રી સાથેનું માલ વાહક જહાજની આ સફર કરશે.

૧૯૬૫ બાદ પ્રથમવાર બાંગ્લાદેશે ભારતના કોઈ પણ ભાગમાંથી મોકલવામાં આવતા માલવાહક જહાજના પરિવહન માટે બાંગ્લાદેશના બંદરનો ઉપયોગ કરવાની અનુમતી આપી છે. ભારતના બંદરપરથી ઉતર પૂર્વનાં રાજયો તરફ મોકલવામાં આવતા જહાજો બાંગ્લાદેશનો જળમાર્ગ અને બંદર ઉપયોગ કરશે.

પરિવહન મંત્રાલયે સાથે સાથે મુસાફરો અને માલ-પરિવહનની આદર્શ વ્યવસ્થા પાડોશી દેશમાં ઉભી કરવા માટેની તૈયારીઓ હાથ ધરી છે.

૫૫ વર્ષ બાદ સૌ પ્રથમવાર બાંગ્લાદેશ થઈને અગરતલા માટે માલવાહક જહાજ રવાના થતા ભારત બાંગ્લાદેશના પડોશી દેશ તરીકેનાં સંબંધોનો નવો સૂર્યોદય થવા પામ્યો છે.

કેન્દ્રીય જહાજ રાજયમંત્રી (સ્વતંત્ર ભારત) મનસુખ માંડવિયાએ વર્ચ્યુઅલ સમારોહમાં બાંગ્લાદેશના ચટ્ટોગ્રામ બંદર થઈને કોલકાતાથી અગરતલા જતા પ્રથમ ટ્રાયલ ક્ધટેનર જહાજને રવાના કર્યું હતુ બાંગ્લાદેશ દ્વારા ભારતના પરિવહન કાર્ગોની અવર જવર માટે ચટ્ટોગ્રામ અને મોંગલા બંદરોના ઉપયોગ અંગેના કરાર હેઠળ આ પહેલ કરવામાં આવી છે.

આ તકે મનસુખ માંડવીયાએ જણાવ્યું હતુ કે આ માર્ગ બંને દેશો માટે નવી તકોનાં દ્વાર ખોલશે. તે બાંગ્લાદેશ દ્વારા પૂર્વોત્તર ક્ષેત્રને જોડવા માટે વૈકલ્પિક અને ટૂંકો માર્ગ પ્રદાન કરશે. માંડવીયાએ કહ્યું હતુ કે ભારતનાં પરિવહન કાર્ગોની અવર જવર માટે ચટ્ટોગ્રામ અને મોંગલા બંદરનો ઉપયોગ કરવાનું આ ઐતિહાસીક કાર્ય છે. ભારત બાંગ્લાદેશ દરિયાઈ સંબંધોમાં તે એક નવો અધ્યાય બની રહેશે.

પ્રધાનમંત્રી શેખ હસીનાની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઉચ્ચતમ સ્તરે પહોચેલી સમજૂતી મુજબ આ ટ્રાયલ બાંગ્લાદેશ અને ભારતના પૂર્વોત્તર રાજયો વચ્ચેના જોડાણને વધુ મજબુત બનાવવા માટે બંને પક્ષોએ કરેલા પ્રયત્નોને ઉજાગર કરે છે. ઓકટોબર ૨૦૧૯માં ભારત અને ત્યાંથી માલની અવર જવર માટે ચટ્ટોગ્રામ અને મોગલા બંદરોનાં ઉપયોગ માટેની સ્ટાંડર્ડ ઓપરેટીંગ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી આ ટ્રાયલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.