Abtak Media Google News

સચિત્ર તત્વાર્થ સૂત્રનો વિમોચન વિધિ તા.26ના ધુંવાડાબંધ ગામ જમણ શ્રીનંદ કિશોર ગૌશાળાનું નૂતનીકરણ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જશાપર ગામે 150 વર્ષથી વસતા શા.ધનજી પાનાચંદ મણિયાર પરિવારના શા.પોપટલાલ ઝીણાભાઇએ વર્ષો સુધી સરપંચ પદે સેવા આપ્યા બાદ 80 વર્ષની જૈફ વયે પોતાના પુત્ર સાથે ઇ.સ.1982માં જૈનધર્મની દીક્ષા અંગીકાર કરનાર પૂ.પ્રેમગુરૂદેવ અને પૂ.ધીરગુરૂદેવ ગોંડલ સંપ્રદાયની ગરિમા સમાન છે.

1200 By 800 Pixels 120

 

 

 

 

 

 

 

 

જન્મભૂમિ જશાપર ગામે માત્ર 1 જૈનનું ઘર હોવા છતાં ગ્રામવાસીઓની વિનંતીથી પૂ.ધીરગુરૂદેવ તથા સાધ્વીજી પૂ.ગુણીબાઇ મહાસતીજી ઠાણાનો સર્વમંગલ ચાતુર્માસ પ્રવેશોત્સવ તા.26/6/22ને રવિવારે સવારે 9.15 કલાકે માલિનીબેન કિશોરભાઇ સંઘવી સેવા સંકુલ ખાતે દેશ-વિદેશના હજારો ભાવિકોના જયનાદે યોજાયેલ છે.

પૂ.ગુરૂદેવની કૃપાથી જશાપરમાં મનહરભાઇ અને મુક્તાબેન પારેખ- જૈન ઉપાશ્રય, અનિલકુમાર ભૂપતલાલ મણિયાર, ભક્તિ ભવન, શાંતાબેન પોપટલાલ મણિયાર, પ્રેમ ચબુતરો, માલિનીબેન કિશોરભાઇ સંઘવી, સાંસ્કૃતિક ભવન, ડો.સી.જે. દેસાઇ અને જશવંતીબેન દેસાઇ, ગૌશાળા, ડો.પ્રભુદાસ અને ચંદ્રિકાબેન લાખાણી, જલધારા, ચોવટીયા ડોસાભાઇ બોઘાભાઇ સાંજવા, બસ સ્ટેન્ડ વગેરે નજરાણું બની રહેલ છે.

ચાતુર્માસ પ્રવેશોત્સવ સમારોહના પ્રમુખ પદે અમીશા નીરજ વોરા અને અતિથિપદે સર્વ અનિલ બી.મણિયાર (મસ્કત), દિલીપ મોદી, ડો.રજની મહેતા-અમેરીકા, દિનેશ મણિયાર-દુબઇ, મહેશ કોઠારી-કલકતા, શ્રી શરદ શેઠ-મુંબઇ, દિલીપ ધોળકિયા-દિલ્હી, રંજનબેન પટેલ-દારેસલામ, કુંદનબેન નવીનચંદ્ર દોશી-મુંબઇ, રેખાબેન શાહ-મસ્કત, કે.ડી.કરમુર વગેરે ઉપસ્થિત રહેશે.  સમારોહ મધ્યે સચિત્ર તત્વાર્થ સૂત્રનો વિમોચન વિધિ યોજાયેલ છે.  જ્યારે પૂ.ગુરૂદેવનો પોરબંદરથી વિહાર કરી તા.22ને ગુરૂવારે જશાપર નગર પ્રવેશ સવારે 8.30 કલાકે યોજાયેલ છે.

5A1B3D9C 466B 425D 8885 D514D5D601B4

તા.26ના રવિવારે આહિર સમાજના કે.ડી.કરમુર તરફથી ધુંવાડાબંધ ગામજમણનો લાભ લેવામાં આવેલ છે. રાજકોટથી જામનગર બાયપાસ લાલપુર, ત્રણ પાટીયા, શીવા, કાટકોલા થઇને તેમજ જામજોધપુરથી સતાપર થઇને જશાપર આવી શકાય છે.

વધુ વિગત માટે 98987 85222નો સંપર્ક કરવો. કાર્યક્રમનું લાઇવ યુ-ટ્યુબમાં “DHEER PRAVACHAN DHARA’ ચેનલમાં પ્રસારણ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.